શું તમારા શરીરમાં છે આ વિટામિન? નહીંતો આવી શકે છે કોરોના નો ખતરો, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ઉપાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અનેક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે વિટામિન-ડીની કમીથી શ્વાસ સંબંધી રોગ થવાની શક્યતા વધી જાય છે. તેની કમીથી ઑટો ઇમ્યુન બીમારી પણ થઈ શકે છે.લોકોમાં વિટામિન-ડીની કમીની સમસ્યા માત્ર ગરીબ દેશોમાં નથી, પરંતુ પૈસાદાર દેશોમાં પણ એક ગંભીર સમસ્યા છે.

એક સ્ટડી મુજબ 2012 સુધી આખી દુનિયામાં ઓછામાં ઓછા દસ લાખ લોકો એવા હતા જેમનામાં વિટામિન-ડીની કમી હતી. વિટામિન-ડીની કમી એવા લોકોમાં વધારે હોય છે જે તડકાથી દૂર ઘરમાં વધારે સમય રહેતા હોય છે.

ઘણી નાની ઉમંરે, ૪૦ની આસપાસનાં સ્ત્રી-પુરુષોની ચાલવાની સ્ટાઈલ બદલાવા માંડે છે. પગ સહેજ વાકાં-ચૂકાં પડે કે એક પગ પર વધારે તાર પાડવાને કારણે ચાલ કઢંગી બની જાય છે. મોટી ઉંમરે આવું બનવું માની શકાય. ચાલતી વખતે સતત પડી જવાનો ડર હોયછે. કયાંક પથરો આવી જશે અથવા ખાડો કે ઊંચી-નીચી જગ્યા દેખાશે નહીં અને બેલેન્સ નહીં જાળવી શકીએ તો?

હાડકાંની તંદુરસ્તી માટે જીવનભર પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ અને વિટામીન ‘ડી ’ લેવામાં આવે તે જરૂરી છે.પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ જીવન માટે જરૂરી એવું એક કુદરતી ખનીજ દવ્ય છે. હાડકાના વિકાસમાં અને તેને તંદુરસ્ત રાખવામાં કેલ્શિયમ મહત્વની ભૂમિકા ભજવે છે. તેનાથી આપના દાંતની તંદુરસ્તી પણ સારી રહે છે. લોહી ગંઠાઈ જવાની પ્રકિયામાં, મજજાતતુંઓ પણ સારી રહે છે. લોહી ગંઠાઈ જવાની પ્રકિયામાં, સ્નાયુઓના સંકોચનમાં અને શરીરમાં થતી અનેક મહત્વની ક્રિયાઓ કરવામાં કેલ્શિયમ મદદરૂપ બનેછે.

કેલ્શયિમનું લેવલ નોર્મલ રહે તો આપનું હૃદય પણ નોર્મલ રીતે જ કામ કરેછે. બીજા શબ્દોમાં કહીએ તો કેલ્શિયમનાં ઘટકો શરીરમાં શોષાઈ જાય અને દરેક અવયવ પહોંચે તે માટે વિટામીન ‘ડી’ નું પ્રમાણ પણ શરીરમાં પૂરતું હોવું જોઇએ. બાળકોનાં હાડકાંના ઘડતરમાં વિટામીન ‘ડી ’ મહત્વનું છે. વિટામીન-ડીના અભાવથી પણ હાડકાંની મજબૂતાઇ ઓછી થાયછે.

સૂર્યના તડકામાંથી, આહારમાંથી અથવા બજારમાં મળતા પૂરકઆહાર-સપ્લિમેન્ટસમાંથી વિટામીન ‘ડી’ મળી શકે છે. તમારી ત્વચા વિટામિન-ડીની ફેકટરી છે.સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણોને વિટામિન ‘ડી ’ માં રૂપાંતર અને જરૂર પડે તેનો ઉપયોગ કરે છે,

વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ વિટામિન સી, વિટામિન ડી, ઝિંક અને ઓમેગા-3 ફેટી એસિડ, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખુબ કારગર નીવડે છે. કોરોનાકાળમાં તમારા ડાયટમાં પોષક તત્વો હોવા ખુબ જરૂરી છે. વિટામિન સી શરીરમાં રહેલા ઈમ્યુન સેલ્સને વધારવાની સાથે સાથે શરીરમાં એન્ટીબોડીની માત્રા પણ વધારે છે અને વિટામિન ડી ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે.

વિટામિન ડીનું પ્રમાણ વધારનાર ફૂડ્સ અથવા પોષક તત્ત્વોનું સેવન નથી કરતા તો તમારી આ ભૂલ વિટામિન ડીના ઊણપનું કારણ બની શકે છે. વિટામિન ડીના શોષણ માટે તમારે તમારા ડાયેટમાં વિટામિન કે, મેગ્નેશિયમ અને ઝિન્ક પણ સામેલ કરવું જોઇએ. આ શોષણ પ્રક્રિયાને વધારવામાં તમારી મદદ કરી શકે છે. તેના માટે તમારે વિટામિન ડીથી ભરપૂર ફૂડ્સની સાથે ફૉર્ટિફાઇડ અનાજ અને દૂધનું સેવન કરી શકો છો.

વિટામિન ડી માટે આહારમાં લેવાતા ફૂડ્સ અને તેના પ્રમાણ પર ધ્યાન નથી આપી રહ્યા તો આ તમારા શરીરમાં વિટામિનની ઊણપનું કારણ બની શકે છે. તમારે વિટામિન ડીના કેટલા પ્રમાણની જરૂર છે તેના માટે તમારે તમારા ડૉક્ટર સાથે સંપર્ક કરવાની જરૂર છે. વિટામિન ડીના ખોરાકને દિવસના મુખ્ય ભોજન સાથે લેવું જોઇએ.

કેટલાક લોકો માને છે કે ઘીનું સેવન કરવાથી ફેટ વધે છે, આ કારણથી ઘીનું સેવન બંધ કરે છે. જે તમારા શરીરમાં વિટામિન ડીને અસર કરી શકે છે. જો તમે ઘી અને તેલનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તમારા શરીરમાં વિટામિન ડીના પ્રમાણને સંતુલનમાં રાખી શકાય છે. જો તમે આ બંનેને નજરઅંદાજ કરો છો તો તમારા શરીરને ક્યારેય પણ વિટામિન ડી પૂરતા પ્રમાણમાં મળી શકતું નથી.

જો તમે વધારે તણાવ લઇ રહ્યા છો તો તમારા શરીરમાં વિટામિન ડીની ઊણપ સર્જાઇ શકે છે. તણાવ વિટામિન ડીની ઊણપનું સૌથી મોટું કારણ બની શકે છે. તણાવ વિટામિન ડીની સાથે કેટલીય પરેશાનીઓને પણ વધારી શકે છે. તણાવ તમારા શરીરના સ્ટ્રેસ હૉર્મોન રિલીઝને અસર કરે છે જેનાથી શરીરમાં વિટામિન ડીનું શોષણ થઇ શકતુ નથી. તમે તણાવ દૂર કરવાનો ઉપાય કરીને પણ વિટામિન ડીની ઊણપને દૂર કરવામાં મદદ કરી શકો છો.

આજે ઘરમાં રિફાઈન્ડ તેલ વાપરવામાં આવે છે અને તેના લીધે વિટામીન Dની ઉણપ સર્જાઈ રહી છે. રિફાઈન્ડ તેલમાં ટ્રાંસ ફેટ હોય છે જે શરીરમાં કોલસ્ટ્રોલના ઘટકો બનવાની માત્રાને ઘટાડી દે છે અને તેના લીધે વિટામીન D શરીરમાં બની શકતું નથી.

રોજિંદી ખાણીપીણીમાં ખાસ કરીને જો કઠોળના અનાજ, પનીર, દૂધ અને સંતરાનો જ્યૂસ સામેલ કરવામાં આવે તો વિટામીન Dની ઉણપ થતી નથી. જો માંસાહારનું સેવન કરતાં હોય તો તે લોકો પોતાના ખોરાકમાં માછલી લઈ શકે જેના લીધે પણ વિટામીન Dની ઉણપ થતી નથી.

શાકાહારીઓ માટે નારંગીનો રસ વિટામિન ડીનો ઉત્તમ સ્રોત છે. નારંગીના રસમાં અનેક પૌષ્ટિક તત્વો હોય છે. નારંગીમાં વિટામિન સી, ફોલેટ અને પોટેશિયમ ભરપૂર હોય છે. આ ઉપરાંત 240 એમએલ નારંગીના રસમાં ફક્ત 110 કેલરી હોય છે. જ્યારે તેમાં 2 ગ્રામ પ્રોટીન અને 26 ગ્રામ કાર્બ્સ હોય છે. આ સિવાય નારંગીમાં વિટામિન ડી પણ જોવા મળે છે પરંતુ ધ્યાનમાં રાખો કે બજારમાં મળતા પેકેજ્ડ જ્યુસ પીવું ફાયદાકારક નથી, તેના બદલે તમારે ઘરે નારંગીનો જ્યૂસ બનાવીને પીવો જોઈએ.

ગાયનું દૂધ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે, કારણ કે તે કેલ્શિયમ અને વિટામિન ડી નો શ્રેષ્ઠ પ્રાકૃતિક સ્રોત છે. ગાયના દૂધમાં તે બધા પોષક તત્વો હોય છે, જે તંદુરસ્ત શરીર માટે જરૂરી છે. એક કપ ગાયના દૂધમાં ફક્ત 149 કેલરી હોય છે. જ્યારે તેમાં 7.7 ગ્રામ પ્રોટીન, 11.7 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે. આ સિવાય એક કપ ગાયના દૂધમાં તમારી રોજિંદી જરૂરિયાતોમાં 28% કેલ્શિયમ, 8% વિટામિન એ અને 31% વિટામિન ડી શામેલ છે.

દહીં સ્મૂધિ દહીં જેવું જ ડેરી ઉત્પાદન છે, પરંતુ તે દહીંથી થોડું અલગ છે. દહીંમાંથી બનેલી સ્મૂધિ પીવાથી પણ તમને પૂરતા પ્રમાણમાં વિટામિન ડી મળે છે. 225 ગ્રામ દહીંમાં વિટામિન ડીના 5 આંતરરાષ્ટ્રીય એકમો છે. જો તમે સોડામાં દૈનિક માત્ર દહીં ખાતા હોય તો તમને પૂરતા પ્રમાણમાં વિટામિન ડી મળે છે. તમે દહીંથી સ્મૂધિ, શેક અને લસ્સી વગેરે બનાવી શકો છો.

જો તમારે કોઈ પ્રાણીનું દૂધ પીવું નથી, તો પછી સોયાબીન દૂધ (સોયા દૂધ) પીવું તમારા માટે ખૂબ ફાયદાકારક છે. વિટામિન ડી સોયા દૂધમાં પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આ ઉપરાંત, સોયા દૂધ વિટામિન એ, વિટામિન બી -12, પોટેશિયમ અને આઇસોફ્લેવોન્સનો ઉત્તમ સ્રોત છે. સોયા દૂધ ઓછી ચરબી ધરાવે છે, તેથી તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. સોયા દૂધના 100 ગ્રામમાં માત્ર 54 કેલરી અને 1.8 ગ્રામ ચરબી હોય છે, જ્યારે તેમાં 51 મિલિગ્રામ સોડિયમ, 118 મિલિગ્રામ પોટેશિયમ, 6 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને 3.3 ગ્રામ પ્રોટીન હોય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top