વાવડીંગની વેલ તેની નજીકના ઝાડ ઉપર ચડે છે. તેની ડાળીઓ પાતળી અને લાંબી હોય છે. ડાળીઓ ઉપર ગાંઠો જોવા મળે છે. ઔષધમાં મુખ્યત્વે આના સૂકાં ફળો વપરાય છે. જેને વાવડીંગ તરીકે ઓળખવામાં આવે છે. તે અરુચિ, અગ્નિમાંદ્ય, અજીર્ણ, કૃમિ, દમ, ઉધરસ, હૃદયરોગ, કબજિયાત, કૃમિ તથા મેદનો નાશ કરનાર છે.
આયુર્વેદ પ્રમાણે આ વાવડિંગ સ્વાદમાં તીખા અને તૂરા, તીક્ષ્ણ, ગરમ, પચવામાં હળવા, જઠરાગ્નિ દૂર કરનાર, આહારનું પાચન કરનાર, રુચિકર્તા, કફ અને વાયુનો નાશ કરનાર, મળને સરકાવનાર, રક્તશુદ્ધિકર અને હૃદયને બળ આપનાર છે. તો ચાલો હવે આપણે જાણીએ વાવડિંગના પ્રયોગો વિશે. વાવડિંગ, શુદ્ધ ગૂગળ, શુદ્ધ મનસીલ વગેરે વાટી તેનો મધ સાથે ઉપયોગ કરતા ગંડમાળ – ગળાની ગાંઠોમાં ઘણી રાહત કરે છે.
વાવડીંગના ફળના પાવડર અને પીપળીનો પાવડર સમાન પ્રમાણમાં ભેળવીને, માસિક સ્રાવ પછીના ૨૦ દિવસ સાંજે 1 ચમચી ખાવાથી સ્ત્રી ગર્ભવતી થાય છે. પેટમાં દુખાવો અથવા ઉલટી થવા પર સવારે અને સાંજે છાશ સાથે અડધો ચમચી વાવડીંગના ફળનો પાવડર પીવાથી પેટનો દુખાવો અથવા ઉલટી બંધ થાય છે.
મોંના અલ્સર અને ગળાના રોગમાં વાવડીંગનો ઉપયોગ થાય છે. દમ અને ક્ષય રોગમાં પણ વાવડીંગનો ઉપયોગ ફાયદાકારક છે. બાળકોને જો શરદી, ઉધરસ, દમ, સસણી વગેરે થયા કરતા હોય તો તેમને વાવડિંગ, અતિવિષની કળી, કાકડાશિંગી અને પીપર સરખા ભાગે લઈ ચૂર્ણ બનાવી, અડધી ચમચી જેટલું ચૂર્ણ મધ સાથે સવાર-સાંજ ચટાડવું.
વાવડિંગ, શિવલિંગી, બિલ્લાફળ, અધેડો, ચિત્રક, ભોરીંગણી, એખરો, મોરવેલ, કાકડાસીંગ, કરિયાતું, મુરદાસીંગની વેલ, કરંજ, શતાવરી આ બધી ચીજો દસ દસ ગ્રામ લઈ તેનો કાઢો બનાવવો. આ કાઢાના સેવનથી માથાનો દુઃખાવો મટે છે. પેટમાં ગોળાનો કે ગુલ્મ રોગ હોય તો તેમાં પણ ઘણી રાહત રહે છે .
દાંતના દુખાવામાં 10 ગ્રામ વાવડીંગ, 10 ગ્રામ અજવાઈ અને 10 ગ્રામ અક્કલકરો પીસીને ગાળીને ચુર્ણ બનાવો. આ ચુર્ણ સાથે દરરોજ બ્રશ કરવાથી દાંત અને પેઢાની પીડા દૂર થાય છે થોડી હિંગ સાથે વાવડીંગના ફળનો પાવડર મિક્સ કરીને દાંતના ખોળામાં ભરો. આ મિશ્રણ પેઢામાંથી પરુ નીકળતું બંધ કરે છે અને દાંતના દુખાવા મટાડે છે.
વાવડિંગ, તમાલપત્ર, નાગરમોથ, નાગકેસર, પીપરીમૂળ આ બધી વસ્તુ૨૦ ૨૦ ગ્રામ, ત્રિકટુ ૩૦ ગ્રામ, તલ, બંગભસ્મ, તાપ્રભસ્મ, વછનાગ શુદ્ધ કરેલો વગેરેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણને ગજપીપરના રસમાં ભેળવી ગોળીઓ બનાવવી. આ ગોળી દિવસમાં ત્રણ્ વખત આપવાથી શ્વાસ, ઉધરસ, હરસ, ભગંદર, છાતીનું તથા પાસાંનું શૂળ, કાનનો રોગ, જળોદર, પ્રમેહ તથા પથરીથી પીડાતા રોગોને દૂર કરે છે.
વાવડિંગ અને જેઠીમધનું ચૂર્ણ એક ઉત્તમ દવા છે. એનાથી અનેક દર્દમાં રાહત થાય છે. દીપન – પાચન, કૃમિ ના ગુણ આ દવામાં છે, એનાથી પેટ સાફ આવે છે. આ દવા સવાર-સાંજ લેવાથી સારી અસર થાય છે. ખોરાકમાં માત્ર ભાત, ઘી, મગ અને આંબળાંનું પાણી આટલું લઈ શકાય. એકાદ મહિનાના પ્રયોગથી અનેક જૂનાં દર્દ, અર્શ, કુષ્ટ વગેરે મટે છે.
પીપળી અને વાવડીંગ બંનેને પાણીમાં પીસવું. નાસ અને આંજનની જેમ તેનો ઉપયોગ કરવાથી કમળા માં ફાયદો થાય છે. વાવડિંગના મૂળ અને દાણા ગૌમૂત્ર સાથે પીસી લો અને તેને કોઢ વાળા ભાગ પર લગાવવાથી કોઢમાં ફાયદો થાય છે. વાવડીંગ ડાયાબિટીસની સારવારમાં પણ ફાયદાકારક સાબિત થાય છે.
જીભ બળતી હોય તો નાના મરીનો રસ અને વાવડીંગનો ઉકાળો બનાવી જીભને ધોઈ લો અને તેનો પાઉડર જીભ પર લગાવી લાળ દૂર કરો. 5 ગ્રામ વાવડિંગ, સિંધવ મીઠું, ખાંડ, જવખાર, પેઠાનો રસ, તલનો ખાર મિક્સ કરીને ઉકાળો બનાવો. આ ઉકાળો દરરોજ સવારે અને સાંજે પીવાથી તમામ પ્રકારની પથરી દૂર થાય છે.
વાવડીંગના 5-6 દાણા પીસીને દરરોજ મધ સાથે ખાવાથી નાના બાળકોના તમામ રોગોમાં ફાયદો થાય છે. ચામડીના રોગોમાં પાણીમાં વાવડીંગના ફળનો પાઉડર નાંખીને લગાવવાથી રોગોમાં ફાયદો થાય છે. કબજિયાતમાં પણ વાવડિંગ શ્રેષ્ઠ પરિણામ આપે છે. વાવડિંગ અને અજમાનું સરખા ભાગે બનાવેલું ચૂર્ણ અડધીથી એક ચમચી જેટલું રોજ રાત્રે લેવાથી સવારે પેટ સાફ થાય છે અને મળશુદ્ધિ થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.