દવા કરતા વધુ ગુણકારી છે આ ઔષધિ, વધતાં બીપી અને કોલેસ્ટ્રોલ માટે તો છે 100% અસરકારક..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કેરી કરતાં 50 ગણા વધુ પોષક તત્વો ધરાવતી ગોટલીને કચરા તરીકે ફેંકી દેવામાં આવી રહી છે. કેરીની ગોટલીમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, ઓઈલ અને ફાઈટોકેમિકલ્સ છે. આ બધાં ઘટકો વિટામિન બી-12ની ઉણપથી પીડાતા 80 ટકા શાકાહારીઓના શરીરમાં બી-12નું લેવલ સારું કરવામાં મદદરૂપ થાય છે.

કેરીની ગોટલીમાં મોટા પ્રમાણમાં પ્રોટીન જોવા મળે છે. કેરીની ગોટલીમાંથી વિટામીન સી, કે અને ઇ મળે છે જે શરીરમાંથી કચરો દૂર કરનારા એન્ટિઓક્સિડન્ટ તરીકે ભૂમિકા ભજવે છે. કેરીની ગોટલીમાંથી સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન, જસત અને મેંગેનીઝ જેવા ખનિજ તત્ત્વો પણ મળી રહે છે. તો ચાલો હવે આપણે જાણીએ કેરીની ગોટલીથી આપણાં શરીરને થતાં ફાયદાઓ વિશે.

કેરીની ગોટલી જો ચાવીને ખાવામાં આવે તો બ્લડપ્રેશર વ્યવસ્થિત રહે છે. ખાસ કરીને ચાવીને ખાવાથી હાઈ બ્લડપ્રેશરમાં આરામ મળે છે. સાથે જ ગોટલી હ્રદયની બીમારીઓમાં પણ લાભદાયક છે. ગોટલીનો પાવડર ફાકવાથી હ્રદયની બીમારીઓમાં પણ લાભ મળે છે. તેની સાથે જ લોહીનો પ્રવાહ પણ સામાન્ય થાય છે.

વધારે પડતું વજન ધરાવતા લોકો માટે કેરીની ગોટલીનો પાવડર ખુબ જ ફાયદાકારક છે. જે વજન ઘટાડવા માટે ઉપયોગી છે, તે પાવડર વજન ઘટાડે છે. કેરીની ગોટલીનો પાવડર કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે. અને સાથે લોહીનું પરીસંચરણ પણ જાળવી રાખે છે. કેરીની ગોટલીને શેકીને તેને ખાંડી મધ સાથેપીવાથી ઉધરસ મટે છે.

કેરીની ગોટલી પેટના રોગ માટે પણ લાભદાયક હોય છે. ગોટલી, બિલગીરી, સાકર સરખા ભાગે લઈને વાટીને બે ચમચી ફાકવાથી પેટની બીમારીઓ ઠીક થઇ જાય છે. સાથે જ દસ્ત અને હરસ માટે પણ ફાયદાકારક છે. કેરીની ગોટલીનો પાવડર છાશમાં ભેળવીને પીવાથી હરસના દર્દીઓને આવતું લોહી બંધ થઇ જાય છે.

કેરીની ગોટલીનું તેલ ફેટી એસીડ, મિનરલ્સ અને વિટામીનથી ભરપુર હોય છે. તેનું તેલ ઘરે જ કાઢી શકાય છે. ટાલિયાપણું દૂર કરવા માટે દસ બાર કેરીની ગોટલીઓ ફોડીને વાટી લો. તેમાં નારીયેલ તેલ નાખીને પકવી દો. તે રોજ એક મહિના સુધી માથા ઉપર લગાવો. તેનાથી ન માત્ર વાળનું ખરવાનું ઓછું થઇ જશે. પણ વાળનું સફેદ થવું પણ અટકી જશે.

કેરીની ગોટલીથી દાંતનું મંજન કરવાથી દાંતના પેઢાના રોગ મટે છે. દાતના પેઢામાં સડો તેમજ મોઢામાંથી આવતી દુર્ગંધ અને પાયોરિયા રોગ વગેરેને આ કેરીની ગોટલી દ્વારા દુર કરી શકાય છે. વારંવાર તરસ લાગવાની સમસ્યામાં કેરીની ગોટલી ફાયદો કરે છે.

તડકામાં કે કોઈ બીમારીમાં વારંવાર તરસ લાગવાની સમસ્યા થતી જાય છે. તરસ લાગવાની સમસ્યામાં કેરીની ગોટલીને વાટીને તેમાં 50 થી 60 મિલીની માત્રામાં ઉકાળો બનાવીને તેમાં 10 ગ્રામ સાકરનો ભૂકો ભેળવીને સેવન કરવાથી તરસ લાગવાની સમસ્યા દૂર થાય છે.

કોઈ વ્યક્તિને માથામાં દુખાવો થતો હોય તો તેમાં કેરીની ગોટલી ફાયદાકારક થાય છે. કેરીની ગોટલી અને નાની હરડેને પાણી સાથે ઉકાળી લેવી અને તેનો આ ઉકાળો બનાવી તેમાંથી આ ગોટલી અને હરડેને બહાર કાઢીને તેને વાટીને માથા પર લેપ કરવાથી માથાનો દુખાવો મટે છે.

કેરીની ગોટલીનું ચૂર્ણ કરીને તેને બ્રશ કે દાતણ સાથે ઘસીને મંજન કરવાથી દાંતના રોગો ઠીક થાય છે. આ ઈલાજથી મોઢામાંથી આવતી દુર્ગંધ અને પેઢામાંથી નીકળતું પરું બંધ થાય છે. જેના લીધે પાયોરિયા રોગ મટે છે. કાચી કેરીની ગોટલીનું ચૂર્ણ 250થી 500 મીલીગ્રામ સુધી દહીં કે પાણી સાથે સવારે અને સાંજે સેવન કરવાથી પેટના કૃમિ મરી જાય છે અને તે મળ વાટે શરીરની બહાર નીકળી જાય છે. આ ઈલાજથી પાચનતંત્ર વ્યવસ્થિત કાર્ય કરે છે.

રક્તપ્રદર રોગમાં કેરીની ગોટલી ઉપયોગી છે, કેરીની ગોટલીની અંદરના માજાનું લીલી કેરીમાંથી કાઢીને તેને રક્ત પ્રદરમાં સવારે અને સાંજે 1 થી 2 ગ્રામની માત્રામાં સેવન કરવાથી લોહી નીકળતું બંધ થાય છે. આ ઈલાજ કરવાથી ખૂની પ્રદર મટે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top