Breaking News

એસિડિટી, કબજિયાત, અનિન્દ્રા, વજન ઘટાડવા જેવી અનેક સમસ્યાથી દૂર રહેવા જરૂર કરો આનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

વરિયાળી દરેક ઘરના રસોડામાં સહેલાઈથી મેળવી શકાય છે.વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, ફોસ્ફોરસ, આયરન મહત્વપુર્ણ તત્વ જોવા મળે છે. આ પેટના અનેક રોગોથી છુટકારો અપાવવામાં મદદ કરે છે.

વરિયાળીમાં વિવિધ વિટામિન એ, ઈ, સી ની સાથે જ વિટામિન બી સમુહના વિટામિન રહેલા હોય છે. ગોળ અને વરિયાળી વિટામિન ‘સી’ થી ભરપૂર વરિયાળીમાં રોગ પ્રતિરોધક ક્ષમતા હોય છે. તેમા વર્તમાન પોટાશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં મુકે છે.વરિયાળી ખાવાથી હાર્ટ ને લગતી બીમારી પણ દૂર થાય છે.

વરિયાળીને પાણીમાં ઉકાળીને, પછી મેશ કરીને આ લેપને માથા પર લગાવવથી માઈગ્રેનની સમસ્યાથી આરામ મળે છે. વરિયાળીનુ સેવન કરવાથી મોઢાની દુર્ગંધથી છુટકારો મળે છે. વરિયાળી ચાવવા થી મોઢામાંથી સારી સુગંધ આવવા માંડે છે.

 

આંખો નીચેની ત્વચા જો ફૂલી જાય તો વરિયાળી પાવડરને પાણીમાં મિક્સ કરીને લગાવો.તેના થી રાહત મળે છે. વરિયાળીનુ સેવન કરવાથી આંખોની રોશની વધે છે. વરિયાળી, સાકર અને બદામને બરાબર પ્રમાણમાં મિક્સ કરીને વાટી લો. રોજ રાત્રે આ મિશ્રણને જમ્યા પછી એક ચામ્ચી દૂધ સાથે સેવન કરો. તેનાથી આંખોની કોઈ પણ સમસ્યા દૂર થાય છે.

વરિયાળીમાં ભરપૂર એંટીઓક્સીડેંટ્સ અને ખાદ્ય રેશા મળે છે. તેમા વર્તમાન એંટીઓક્સીડૈટ્સ નુકશાનદેહ ફ્રી રૈડિકલ્સ દૂર કરે છે. આ કેન્સર અને તંત્રિકા તંત્રની બીમારીઓને રોકવામાં સહાયક છે. તેમા રહેલા ફ્લેવોનાઈડ અને એંટીઓક્સીડૈંટથી કોલોન કેન્સર સંકટ ઓછુ થાય છે.

વરિયાળીનુ સેવન કરવાથી કબજિયાત દૂર હોય છે. જો પેટમાં મરોડ થવાથી પરેશાન છો તો વરિયાળી કાચી-પાકી કરીને ચાવો. આરામ મળશે. 2 વરિયાળીનુ સેવન કરવાથી પેટમાં ગેસ અને ભારેપણું અનુભવાતુ નથી. તેનાથી કબજિયાત પણ છુટકારો મળે છે. કાચી અને સેકેલી વરિયાળી ખાવાથી ઝાડામાં તરત આરામ મળે છે. જે મહિલાઓ ગર્ભાવસ્થામાં નારિયળ અને વરિયાળીનુ સેવન કરે છે. તેમની સંતાન ગૌર વર્ણ બને છે.

વરિયાળી અનિદ્રા રોગથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. વરિયાળીવાળી ચા પીવાથી ઉંઘ સારી આવે છે.પેશાબ બળતરા સાથે આવે છે,  તો વરિયાળીનુ ચૂરણ ઠંડા પાણી સાથે દિવસમાં બે વાર લેવાથી ફાયદો થશે. ઉંઘ ન આવે તો દૂધમાં વરિયાળી ઉકાળીને તેમા મધ નાખીને પીવાથી સારી ઊંઘ આવે છે.

વરિયાળીનુ સેવન કરવાથી ગળામાં થઈ રહેલી ખરાશમાં પણ રાહત મળે છે. ગળુ ખરાબ થતા વરિયાળીને પાણીમાં ઉકાળી કોગળા કરો. વરિયાળીને સારી રીતે ચાવીને ખાવાથી ખાંસી આવતી બંધ થઈ જાય છે.અને તેના કારણે જે ગળા માં બળે છે એ પણ દૂર થાય જાય છે.

જો કોઈને તાવમાં વારેઘડીએ ઉલટી થઈ રહી હોય તો વરિયાળીને વાટીને તેનો રસ પીવાથી ઉલ્ટી આવવી બંધ થઈ જશે. ગરમીમાં રાહત વરિયાળીની ઠંડાઈ પીવાથી શરીરને આરામ મળે છે, અને ગરમીથી રાહત મળે છે.

વરિયાળી ખાવાથી લોહી સાફ થાય છે. જેનાથી ત્વચામાં પણ નિખાર આવે છે.આફરો થઈ જાય તો વરિયાળીને પાણીમાં ઉકાળીને આ પાણીની એક એક ચમચી થોડી થોડી વારે લેતા રહો. તાવ આવતા વરિયાળીને પાણીમાં ઉકાળી 2-2 ચમચી લેવાથી તાવ વધતો નથી.અને તાવ માં રાહત મળે છે. અને ખાટા ઓડકાર આવતા વરિયાળીના ચૂરણને કુણા પાણી સાથે લો તેનાથી લાભ થાય છે.

શરીરમાં ફાલતૂ ચરબીને ઓછી કરવા માટે વરિયાળી ખૂબ જ કારગર છે.  આ બોડીમાં મેટાબૉલિજમને વધારેને વજન ઘટાડવામાં મદદ કરે છે. વરિયાળી સાથે કાળા મરીનુ સેવન કરવાથી વજન ઓછુ થાય છે. વરિયાળી વજન ઓછુ કરવામાં અને ભોજન પચાવવામાં સહાયક છે. વરિયાળી જાડાપણાથી બચાવી શકે છે.

બદામ, વરિયાળી અને સાકરને  એકસરખા પ્રમાણમાં પીસીને રોજ ખાશો તો તેનાથી યાદશક્તિમાં ગજબ વધારો થશે. જો સવાર સાંજ વરિયાળી ચાવીને ખાતા હોવ તો તેની સીધી અસર તમારી ત્વચા પર પડે છે. આ રીતે વરિયાળી ખાવાથી ત્વચાની ચમક વધી જાય છે.  અને રંગ નિખરે છે.

કેટલીક વખત ઘણી મહિલાઓને પીરિયડ્સને લગતી સમસ્યા હોય છે. તો ગોળની સાથે વરિયાળી ખાવાથી પીરિયડ્સ નિયમિત રીતે આવે છે. વરિયાળી વિટામિન ‘સી’ થી ભરપૂર વરિયાળીમાં રોગ પ્રતિરોધક ક્ષમતા હોય છે. ગોળ અને વરિયાળી ખાવાથી માસિક ધર્મ નિયમિત થાય છે.

વરિયાળીના પાવડરને ખાંડ સાથે બરાબર પ્રમાણમાં મિક્સ કરીને સેવન કરવાથી પગ અને હાથમાં થતી બળતરા દૂર કરી શકે છે. વરિયાળી કોલેસ્ટ્રોલ ઓછુ કરવામાં પણ સહાયક છે. વરિયાળીના 100 ગ્રામ દાણામાંથી 39.8 ગ્રામ રેશા પ્રાપ્ત થાય છે. આ એલ.ડી.એલ કોલેસ્ટ્રોલ મતલબ નુકશાનકારક કોલેસ્ટ્રોલનુ સ્તર ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!