આ દેશી શાક ખાવાનું ભૂલતા નહિ કેમ કે તે જાનલેવા બીમારીઓનો કરે છે ખાત્મો જાણીને રહી જશો હેરાન !

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પાપડી વાલોર કે વાલોળનું શાક બધાંય ના ઘરે બનતુ જ હશે, ક્યારેક રિંગણ સાથે કે ઉંઘિયામાં  વાલોળનો સ્વાદ લીધો જ હશે. અને વલોર ને લીલોતરી ની રાણી પણ કહેવામાં આવે છે. દરેકના ઘરમાં આ શાક અલગ-અલગ રીતે બનતુ હોય છે.

પ્રોટીન, ફાઇબર, વિટામિન અને ખનીજ તત્વોથી ભરપૂર વાલળ વજન ઘટાડવાથી માંડીને પાર્કિંસન્સની જેવા રોગોથી છૂટકારો અપાવવામાં અસરકારક સાબિત થાય છે. લીલા શાકભાજીમાં વિટામીન એ, વિટામિન સી, કેલ્શિયમ અને આયર્નનો સમાવેશ થાય છે.જે  માથાની વાળ માટે ખૂબ ફાયદાકારક છે. શાકભાજીમાં પોટેશિયમ જોવા મળે છે, જે આપણા શરીરમાં હાયપરટેન્શન ઘટાડે છે.

હદયરોગી માટે બેસ્ટ :

હૃદયની બીમારીમાં આ શાક રામબાણ છે. કેમ કે આ શાકનું સેવન બ્લડ પ્રેસર કંટ્રોલમાં રાખે અને હૃદયને સ્વસ્થ રાખે છે. કેમ કે આ શાકમાં મેગ્નેસિયમ અને પોટેશિયમ રહેલું હોય છે.  જે રક્ત વાહિનીઓને આરામ આપવાનું કામ કરે છે.  જેથી હાઈ બ્લડ પ્રેસર નિયંત્રિત રહે છે. મેગ્નેશિય અને પોટેશિયમથી ભરપૂર ખાદ્યપદાર્થો હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક છે. જેથી વલોર નું શાક બી .પી ના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.વાલોર નું  શાક ખાવાથી લોહી શુદ્ધ બને છે.

રોગપ્રતિકારક શક્તિ માં વધારો કરે છે :

વાલોળના નિયમિત સેવનથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. વાલોળમાં એવા પોષકતત્વો રહેલા છે જે એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ વધારે છે. એન્ટીઓક્સિડન્ટ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અગત્યના છે.

હાડકાં મજબૂત બનાવે છે :

વાલોર માં મેંગેનીઝ અને તાંબાથી સમૃદ્ધ છે.મિત્રો તે હાડકાંને થતાં નુકસાને અટકાવે છે. અને તે હાડકા ને સ્ટ્રોંગ બનાવે છે, એક રિસર્ચ મુજબ, મેંગેનીઝ અને તાંબાની ખામી હોય તો હાડકાં પર વિપરીત અસર થાય છે અને કેલ્શિયમનું ઉત્સર્જન વધે છે.

વાલોર ના શાકમાં ફાઈબર હોવાથી આના સેવનથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. વલોર થી અપચો જેવી મુશ્કેલી પણ દૂર થાય છે. ખાસ જે લોકો કોલેસ્ટ્રોલના શિકાર બન્યા હોય તેવા લોકો માટે વાલોર નું શાક ખુબ જ લાભદાયી છે.

ઉપરાંત વાલોર માં વિટામિન B, ફોલેટ અને કેલ્શિયમ અને સેલેનિયમનું પણ પ્રમાણ રહેલુ છે. આર્યનથી ભરપૂર હોવાને લીધે એનિમિનયામાં પણ મદદરૂપ સાબિત થાય છે. વાલોર ખાવાથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે.

આપડે આજે ઘણા લોકો ને ખુબ વજન ની સમસ્યા થાય છે, આ વધતું વજન આજે ઘણા લોકો માટે ચિંતાનું કારણ બની ગયું છે.અને તે ખુબ શરીર ને ખરાબ બનાવે છે, એવામાં લોકો કસરતની સાથે નિયમિત વાલોર નું સેવન કરવામાં આવે તો વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.

એક કપ વાલોર  માં 187 કેલરીની સાથે 13 ગ્રામ પ્રોટીન અને 9 ગ્રામ ફાઈબર હોય છે. તેથી તે વજન ને ઘટાડવા માં ખુબ મદદ કરે છે. સ્વસ્થ આહાર મગજ માટે વધુ ફાયદાકારક છે. નિયમિત શાકભાજી ખાવાથી આરોગ્ય વધુ સારું રહેશે અને  હંમેશાં યુવાન દેખાશો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top