શું એ વાત સાચી છે કે ટેન્શનથી ટાલ પડે છે ? જાણો તેના કારણ અને બચવાના ઉપાય..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઘણા લોકો – સ્ત્રીઓ અને પુરુષ – જ્યારે વાળ ખરવા માંડે ત્યારે બજારમાં વેચાતા અનેક પ્રકારના રંગ, સુગંધવાળા, રંગરંગીન બોક્સમાં પહેલા અને પછી ના ફોટા  સાથે ના વાળ, વધારવાના અકસીર, ગેરંટીવાળા, તેલ, લોશન અને ક્રિમ વાપરવાનું શરૂ કરી દે છે અને થોડા સમયમાં ઇચ્છિત પરિણામ ના આવે ત્યારે માથું ખંજવાળે છે કે વાળ ખેંચવા માંડે છે. આવા લોકોને યાદ કરાવું કે ઉપરના ઉતાવળાં ઉપરછલ્લા મૂળ કારણ જાણ્યા વગર ના ઉપયોગથી વાળ વધવાના તો દૂર રહ્યા પણ ઓછા થશે અને સાથે સાથે તમારા પૈસા પણ ઓછા થશે.

તમારા શરીરમાં લોહ એટલે કે આયર્નની કમી હોય જેનાથી તમને એનીમિયા હોય ત્યારે ભલે ને થોડી કમી હોય તો પણ તમારા વાળ ખરવા માંડશે. તંદુરસ્ત વ્યક્તિને પણ રોજ ૮થી ૧૦૦ વાળ તો ઓછા થાય. લોહની કમીમાં ૨૦૦થી ૫૦ સુધી ઓછા થાય. જ્યારે તમે કોઈ પણ પ્રકારનું વધારે પડતું કડક ડાયેટિંગ કરતા હો જ્યારે તમે રોજનું ૫૦ ગ્રામ પ્રોટીનને બદલે ૨૫થી ૩૦ ગ્રામ લો ત્યારે પણ વાળ ઓછા થયા કારણે વાળના બંધારણમાં મુખ્ય જરૂર પ્રોટીનની પડે છે.

જ્યારે તમને પાચનતંત્રની કોઈ તકલીફ હોય ત્યારે પણ વાળ ઓછા થાય. કારણ તમે પ્રોટીન પૂરતા લીધું હોય પણ તેનું બરાબર પાચન થયું ન હોય. આ રીતે પણ વાળના બંધારણમાં ખામી આવે. ૫. ભારે દવાઓ પણ વાળ ઓછા કરવામાં કારણ રૂપ છે. હાર્ટએટેકની દવાઓ,પ્રોજેસ્ટ્રોન, એસ્ટ્રોન, સંતતિ નિયમન ની દવા, સાંધાના વા-ની અને ગાઉટની દવાઓ અને કેન્સરની સારવાર માટે અપાતી દવાઓમાંથી વાળ ઉત્પન્ન થવાની ક્રિયામાં ગરબડ થાય છે. સૌથી વધારે ખરાબ અસર લાંબા વખતની એન્ટિબાયોટિક દવાઓ છે.

બેઠાડુ જિંદગી હોય અને વજન વધારે હોય અને શારીરિક પ્રવૃત્તિ ખાસ કશી જ ન હોય ત્યારે હૃદય, ફેફસાં અને રક્તાભિસરણ ક્રિયાઓ ત્રણે ખૂબ ધીમાં કામ કરતા હોય ત્યારે શરીરને વાળ ઉગાડવા માટે ના જરૂરી તત્વો પૂરતી માત્રામાં મળે નહીં ત્યાં પણ વાળ ઓછા થાય. તમારા ખોરાકમાં તાજાં શાકભાજી અને ફળનો ઉપયોગ જો તમે નહીંવત કરતા હો તો શરીરને જરૂરી વિટામિન ખાસ કરીને વિટામિન બી કોમ્લેક્ષ, બી-૬ અને બી-૧૨ અને આયર્ન, કોબાલ્ટ, ઝિંક, કોપર, મેંગેનિઝ સેલેનિયમ વગેરે મળતા નથી જેનાથી પણ વાળની વૃદ્ધિ થતી નથી.

સામાન્ય માન્યતા એવી છે વાળને વધારે તેલ લગાડો તો વાળ સારા થાય પણ આ બરાબર નથી. વાતાવરણના ધૂળ, રજ, બૅક્ટરિયા આપણે માથામાં પણ આખા દિવસમાં ખૂબ પ્રમાણમાં એકઠા થાય છે. તેના વાળ ઓછા હોય તેમણે રોજ અને વધારે લાંબા હોય તેને ઓછામાં ઓછું એક અઠવાડિયે સારા શેમ્પૂથી કે સાબુ થી વાળ ધોવા જોઈએ જેથી વાળમાં ઉંદરી, ખોડો, લીખ, જુ વગેરે થાય નહીં કારણ બધાને કારણે, જો વાળની પૂરતી સંભાળ ના લીધી હોય તોપણ, વાળ ઓછા થાય છે.

માનસિક તનાવ એટલે કે ટેન્શનથી વાળ ઓછા થાય ને ટાલ પડે તે વાત સાચી નથી. ટેન્શનથી વાળ કાળા માંથી સફેદ થઈ શકે પણ ટાલ કદાપિ ન પડે. માનસિક તણાવને લીધે વાળ ઊગવાની ક્રિયા સાથે બિલકુલ સંબંધ નથી. હા, કદાચ માનસિક ટેન્શન માં ઉશ્કેરાટમાં કઈ ક્રોધમાં આવીને તમે તમારા વાળ ખેંચો તો તમારા અને તેના પર ક્રોધ આવ્યો હોય તેના વાળ ખેંચવા માંડો તો તેના ઓછા થાય ખરા.માટે વાળ ઓછા થવા માટે નું મૂળ કારણ શું છે એ જાણ્યા પછી જ યોગ્ય ડોક્ટર ની સલાહ લઈ ને વાળ ખરતા અટકાવવા ની કે વધારવાની દવા લેવી જોઈએ.

ડુંગળીના રસમાં મધ મિક્ષ કરીને લગાવવું. તે માટે પા કપ ડુંગળીના રસમાં એક ચમચી મધ મિક્ષ કરવું અને આ મિશ્રણને વાળના મૂળમાં લગાવવું. વાળ ખરવાની સમસ્યા દૂર થઈ જશે. સાથે જ ટાલ પર પણ વાળ ઉગશે. માથામા જે જગ્યાએ વાળ ઓછા થવા માંડે ત્યાં દિવેલ નું ઓઈલ ,જેતૂન નું ઓઈલ ,કોકોનેટ નું ઓઈલ , બદામ નું ઓઈલ લઈ તેમાં જૂટના બીજ ઉમેરી બધી જ સામગ્રી ને વ્યવસ્થિત રીતે મિક્સ કરી તેનો ઉપયોગ કરવો જેના થી આ સમસ્યા માંથી રાહત મળે છે. લીલી કોથમીરનો લેપ કરવાથી પણ વાળ આવવા લાગે છે.

આમળાના ચૂર્ણને દહીં સાથે મિક્ષ કરી માથા પર હળવા હાથે માલિશ કરવી. 5 મિનિટ બાદ નવશેકા પાણીથી વાળ ધોઈ નાખવા. અમુક દિવસો સુધી આ ઉપાય કરવાથી ટાલ પર વાળ ઉગવા લાગશે અને વાળને લગતી સમસ્યોથી પણ છુટકારો મળશે. મધને ગુણોની ખાણ કહેવાય છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સીડેન્ટ હોવાની સાથે અને તત્વો હોય છે. જે વાળ માટે ફાયદાકારક રહે છે. 1 ચમચી મધ, 1 ચમચી દીવેલ, 1 ચમચી ઈંડાનો પીળો ભાગ, વિટામિન એ અને વિટામિન ઈની કેપ્સ્યૂલને બરાબર મિક્ષકરવું. પછી આ મિશ્રણને માથામાં લગાવવું. 1 કલાક બાદ માથું ધોઈ લેવું. આનાથી વાળ ખરવાની સમસ્યામાંથી છુટકારો મળશે અને ટાલ પડવાનો ખતરો દૂર થશે.

દાડમનાં પાનને પાણીમાં વાટીને તેનો માથા પર લેપ કરવાથી ટાલિયાપણું દુર થાય છે.સફેદ ખારો 20 ગ્રામ લઈ છ ગ્રામ લીંબુના રસમાં પીસી લેવું. આ મિશ્રણને ટાલના ભાગે લગાવું. બે કલાક પછી સાબુથી ધોઈ નારિયળનું તેલ લગાવવું. આનાથી ખરતા વાળ બંધ થઈ ટાલ ની સમસ્યા માંથી છુટકારો મળશે.વાળ ખરવાની કે ટાલની સમસ્યાથી પીડાતા હોય તો લસણનો વધારે પ્રયોગ કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top