બીપી, મોના ચાંદા તેમજ આંખ ની અનેક બીમારીઓ નો સફાયો કરનાર આ ફળ છે અનેક ગુણોનો ભંડાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જામફળ એ એક એવું ફળ છે જેમાં અનેક ગુણોનો ભંડાર ભરેલો છે.તેને અમૃતફળ કે અમરૂદ તરીકે તમે કદાચ ઓળખો પણ પ્યારા કે પેરુ કહું તો તો તમને ખબર જ ન પડે કે આ કયા ફળની વાત ચાલે છે. તમે બેડ ઉપર લગાવો છો તો જામ’ જેમાંથી બને છે તે જામફળ ની વાત આજે તમને કરવાની. છે. કેળા જેટલું જ સર્વપ્રિય આ જામફળ અનેક ગુણોનો ભંડાર છે. શિયાળાની ઋતુમાં આ ફળમાં લાલ અને સફેદ બંને રંગનો ગર્ભ અને અંદરના ભાગમાં બી હોય છે. તેમાં દર સો ગ્રામે ૩૦૦થી ૪૦૦ મિ. ગ્રામ વિટામિન ‘સી’ છે. નાક અને દાંત માં લોહી નીકળવાની તકલીફ વાળાને તરત જ જામફળ ખાવાથી ફાયદો થાય છે.

બધા જ ફળ અને શાકભાજીમાં આમળા ને બાદ કરતાં જામફળમાં વિટામિન “સી”નું પ્રમાણ વધારે છે. આમળામાં દર સો ગ્રામ ૬૦૦ મિ. ગ્રામ, નારંગી મોસંબીમાં ૬૦થી ૭૦ મિ. ગ્રા અને લીંબુમાં ૩૫થી ૪૦ મિ. ગ્રામ પ્રમાણમાં વિટામિન ‘સી’ રહેલું છે. લોહીના બધા જ વિકારો ઉપરાંત હાર્ટઍટેકના. દર્દીને પણ આ વિટામિન ‘સી’થી રક્ષણ મળે છે. જામફળમાં રહેલા કેલ્શિયમ અને ફોસ્ફરસ થી હાડકાં મજબૂત થાય છે. જામફળમાં રહેલા આયર્ન તમારા લોહીના હિમોગ્લોબીન વધારવામાં મદદ કરે છે. શાળામાં કુદરતી કાર્બોહાઇડ્રેટ છે જે તમારા શરીરને શક્તિ અને ર્તિ આપે છે.

બી. પી. ના દર્દીને જામફળમાં રહેલું ૩૦૦ મિ. ગ્રામ જેટલું પોટેશિયમ ખૂબ જ મદદ કરે છે. જામફળ ની છાલ અને બીમાં ફાઈબર નું પ્રમાણ સારું એવું છે જેનાથી તમારી કબજિયાતમાં ઘણો ફાયદો થાય છે. જામફળમાં ૭પ ટકા પાણી છે જે તમારા ખૂબ કામ કર્યા પછી થાક અને તરસને મટાડે છે. શરીરના સ્નાયુઓ અને ખાસ કરીને હૃદયના સ્નાયુઓને જામફળમાં રહેલ નિયાસિન નામના પદાર્થથી ખૂબ જ જોર મળે છે. પીળા રંગના બધા જ શાકભાજી અને ફળોમાં હોય તે પ્રમાણે જામફળ માં વિટામિન બી’ કોમ્પ્લેક્ષ ની પ્રમાણ વિશેષ હોય છે. તમારા શરીરની ત્વચા એટલે કે ચામડીની ચુસ્તી, ચમક અને સુંવાળપનો આ બી. કૉપ્લેક્ષ ખૂબ મદદ કરે છે.

જામફળમાં રહેલા આ બી કોમ્પ્લેક્ષ તમારા મોંમાં ચાંદાં પડ્યાં હોય, હોઠ ફાટી ગયા હોય તેમાં રાહત આપે છે. જ્યારે જ્યારે સામાન્ય માથાનો દુખાવો હોય કે આધાશીશી એટલે કે માઈગ્રેન થયેલ હોય ત્યારે જામફળ અથવા. જામફળનો રસ પીવાથી. આ દુખાવો મટી જાય છે. જામફળમાં. થોડા પ્રમાણમાં રહેલ વિટામિન એ તમારી આંખની જોવાની શક્તિમાં વધારો કરે છે અને રતાંધળાં. થતા અટકાવે છે. જામફળ નું શાક પણ થાય છે. પાકાં જામફળ તાજા મેવા તરીકે ખવાય છે. જામફળના કકડા કરી, જીરા-મીઠા ની ભૂકી નાખી ખવાય છે.

તેમાં મરીનું ચૂર્ણ નાખવાથી તેનો વાતલ ગુણ ઓછો થાય છે. જામફળનો જામ અને મુરબ્બો પણ બને છે. જામફળ ની ચટણી અને રાયતું પણ બને છે. જામફળનાં બી કાઢી નાખી, તેના ગર્ભના રસમાં ગુલાબનું પાણી અને સાકર મેળવવાથી તેના સ્વાદિષ્ટ શરબત બને છે. જામફળ સાત્વિક અને મધ્ય-બુદ્ધિવર્ધક હોવાથી વિદ્યાર્થીઓ અને મગજનું કામ કરનારા બુદ્ધિજીવીઓએ ખાવા જેવા છે. ટાઢિયો તાવ(વિષમજ્વર)થી પીડાનારાઓને જામફળ ખાવાથી ફાયદો થાય છે. તેનાથી વિષમજવર ના જંતુઓનો નાશ થાય છે અને તાવ આવતો ટળી જાય છે.

જામફળનું શાક બનાવી ખાવાથી કબજિયાત મટે છે. જામફળનું થોડા દિવસ સુધી નિયમિત સેવન કરવાથી ત્રણ-ચાર દિવસમાં જ મળની શુદ્ધ થવા માંડે છે, કોષ્ઠબદ્ધતા (કબજિયાત) મટે છે તેમ જ કબજિયાતને લીધે ઉત્પન્ન થયેલ નેત્રદાન અને શિર:શૂળ દૂર થાય છે. લીલા કાચાં જામફળને જરા પાણી સાથે પથ્થર પર ઘસીને સવારે કપાળ પર જ્યાં દર્દ થતું હોય ત્યાં લેપ કરવાથી બે-ત્રણ કલાકમાં જ આધાશીશી મટી જાય છે. કોઈને એક દિવસમાં પૂરેપૂરો ફાયદો ન થાય તો બીજે દિવસે સવારે ફરીથી લેપ કરવો. (અનેક રોગીઓ પર અજમાવી આ પ્રયોગ આધાશીશી માટે અતિ ઉત્તમ છે.)

ચોથિયા તાવમાં પણ તે ખાવાથી ફાયદો થાય છે. વળી કબજિયાતના દર્દથી કાયમ પીડા તારા માટે જામફળ આશીર્વાદ સમાન છે. જામફળ રેચક છે. જામફળના પાનના ઉકાળાના કોગળા કરવાથી પેઢા નો સોજો અને મુખપાક દૂર થાય છે. તેનાં પાન રુચિ ઉત્પન્ન કરનાર અને ગ્રાહી છે. તીવ્ર અતિસારમાં ગુદા ભ્રંશ થાય ત્યારે બાહ્ય રૂપમાં તેના પાનની પોટીસ બનાવીને બાંધવાથી ગુદા નો સોજો ઓછો થાય છે અને આંતરિક રૂપમાં જામફળના પાન અને નાગકેસરની અડદ જેવડી ગોળીઓ બનાવી ને ઔષધ તરીકે ખવડાવાય છે.

જામફળીના મૂળ અને હાલમાં ટેનીન એસિડ વધારે પ્રમાણમાં હોય છે. તેનાં મૂળની છાલ અતિ સંકોચક, વરહર અને તાણ(આંચકી)ને દૂર કરનાર છે. જૂના અતિસારમાં જામફળના છોડની છાલનો ક્વાથ વધારે ગુણકારી છે. સૌરાષ્ટ્રમાં-બાબરિયાવાડ અને નાઘેરમાં–જામફળ ની ‘સદા ફળ’ કહે છે. તેની મીઠાશને લીધે તેને “વધુ ફળ’ કે ‘અમૃતફળ’ પણ કહે છે. હિન્દીમાં જામફળને ‘અમરૂદ’ કહે છે. તેના ફળ, મૂળ અને પાન ઔષધ તરીકે વપરાય છે. જામફળ તૂરું, મીઠું, ક્યારેક ખારું, વીર્યને વધારનાર, કફ કરનાર તેમજ વાત અને પિત્ત નો નાશ કરનાર છે.

તે અત્યંત ઠંડા છે. જામફળ વધુ ખાવાથી વાયુ કરનાર, ઝાડા કરનાર અને તાવ લાવનાર છે. એ સ્વાદિષ્ટ, મધુર, ગ્રાહી, જરીક ખારું-તૂરું, અતિ ઠંડું, તીણ, ભારે, કફનાશક, ઉન્માદ નાશક, પિત્ત શામક, વીર્યવર્ધક, રુચિકારક, ત્રિદોષ નાશક તથા દાહ, ભ્રમ અને મૂચ્છ મટાડનાર છે. વિષમ જવર માં તે હિતકારક છે. એ કૃમિ, વાત, તુષા-તરસ અને શોષને મટાડે છે. જામફળનાં બી કબજિયાત કરનાર છે. તેના પાનની પોટીસ બનાવી ગૂમડાં પર બાંધવામાં આવે છે. સારી જાતનું મોટું લીલા જામફળ લઈ ચપ્પુ વડે તેની છાલ છોલી તેનાં પતીકાં પાડવાં અને તેને ધીમા તાપ થી પાણીમાં બાફવા.

અર્ધા બફાઈ ગરમ થાય એટલે ઉતારી કપડામાં નાખી પાણી નિતારી કાઢવું. પછી તેનાથી ત્રણ ગણી સાકર લઈ તેની ચાસણી બનાવી, તેમાં જામફળનો પતીકાં નાખવાં. એલચીના દાણા નું ચૂર્ણ તથા કેસર ઇચ્છા મુજબ નાખી મુરબ્બો બનાવવાનો. મુરબ્બો ઠરે ત્યારે ચિનાઈ માટીની બરણીમાં ભરી તેનું મોં બંધ કરી થોડાક દિવસ સુધી રાખી મૂકો. આ મુરબ્બો બેથી અઢી તોલા જેટલું લઈ ખાવાથી કબજિયાત દૂર થાય છે. જામફળનાં બી પીસીને પાણી સાથે મેળવી તેમાં ખાંડ નાખીને પીવાથી પિત્તનો વિકાર શાંત થાય છે.

 

જામફળીના પાનની પોટીસ કરીને રાત્રે સૂતી વખતે આંખ પર બાંધવાથી દુખતી આંખો મટે છે. આંખોની લાલાશ, આંખનો સોજો અને વેદના તરત મટી જાય છે. બે-ચાર જામફળ ખાવાથી અથવા તેના પાનનો અઢી તોલા રસ પીવાથી ભાંગ પીવાથી ચઢ્યો નશો ઉતરી જાય છે. જામફળ ખાવા માટે નો સારામાં સારો સમય તો બપોરનું ભોજન પછીનો છે. બપોરનું ભોજન લીધા બાદ એકાદ-બે કલાક પછી એક-બે મોટાં સારાં જામફળ ખાવાં. તેનાથી શરીરને જરૂરી તત્વો મળી રહે છે. જામફળ સવારે નરણા કોઠે ખાવાથી અથવા વધુ પ્રમાણમાં ખાવાથી વાયુ કરે છે, ઝાડા કરે છે અને તાવ લાવે છે.

Pregnant woman feeling sick.

યુનાની હકીમ ઉન્માદ-ગાંડપણ વાળાઓને જામફળ ખાસ ખાવા આપે છે. ઉત્પાદનો રોગી તેની ઇચ્છા પ્રમાણે જામફળ ના જેટલા ફળ ખાઈ શકે તેટલાં તેને ખાવા માટે આપવામાં આવે છે.વૈજ્ઞાનિક મત પ્રમાણે જામફળ માં વિટામિન ‘સી’, કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ, લૂકોઝ, ટેનીન એસિડ અને ઑકઝેલેટના કોણ છે. જામફળમાં ટમેટાં, મોસંબી, નારંગી અને લીંબુ જેવા ફળો કરતાં વિટામિન ‘સી’ વધુ પ્રમાણમાં હોય છે. વિટામિન ‘સી’ દાંતના રોગો, પાચનતંત્ર ની કમજોરી, લોહીનું દબાણ, સગર્ભાવસ્થામાં થતી ઉલટી, લોહીના વિકારો વગેરે ઉપદ્રવ ને દૂર કરે છે. વળી જામફળ માંથી પ્રાપ્ત થતા બીજા દ્રવ્યો પણ તે રોગોને દૂર કરવામાં મદદ કરે છે.

જામફળના ગુણ તો અનેક છે છતાં તેનો ઉપયોગ કરતી વખતે આટલું ધ્યાન ચોક્કસ રાખશો. ખૂબ પાકી ગયેલાં અને પોચાં પડી ગયેલાં જામફળ ખાશો નહીં કારણ તેમાં રહેલી મીઠાશ ના કારણે તેમાં જંતુ, ફૂગ વગેરે જલદી ઉત્પન્ન થાય છે અને વિટામિન સી” જેમ જામફળ વધારે પાકેલું હોય તો તેનું પ્રમાણ નાશ પામે છે. જામફળમાંથી બનાવેલ જામ’ ભલે સરસ રંગ અને સ્વાદિષ્ટ હોય તો પણ તેમાં રંગ અને પ્રિઝર્વેટિવ તેમજ ગળપણ માટે ખાંડ નાખેલી હોય છે. જેનાથી એલર્જી રિએક્શન અને ડાયાબિટીસ થવાનો ભય રહે છે. કાચાં જામફળ અને સખત બીનું જલદી પાચન થતું નથી તેથી મારી હાજરી વધારે મહેનત કરવી પડે છે, માટે જ પેટમાં દુખાવો થાય છે.

બાફીને અથવા શાક બનાવીને તમે જામફળ ખાશો તો કદાચ સ્વાદમાં સારો લાગશે, પણ તેનાં બધાં જ તત્ત્વો નાશ પામ્યાં હશે. જેથી તમને ફાયદો નહીં થાય.  તાજા જામફળનું શરબત કે રસ કાઢીને તેમાં કાંઈ પણ નાખ્યા વગર તમે ઉપયોગ કરશો તો ખૂબ જ સરસ લાગશે પણ જે ફ્રિજમાં રાખેલા હોય પણ જૂનો થઈ ગયેલો રસ તમે ઉપયોગમાં લેશો. તો એ તમને ગેસ, અપચો અને ઝાડાની તકલીફ કરશે.આંખો ને સાચવે, ચામડીને ચુસ્ત રાખે, હૃદયને મજબૂત રાખે, લોહીને શુદ્ધ રાખે, બી. પી. થતા રોકે, આંતરડાનાં જંતુઓનો નાશ કરે, સ્નાયુઓને શક્તિ આપે. અને પેટને સાફ રાખે તેવા આ જામફળનો કોઈ પણ જાતના ભય કે પૂર્વગ્રહ વગર શિયાળાની મજાની ઋતુમાં મરી, મીઠું અને મસાલા નાંખીને લહેરથી ઉપયોગ કરો અને તંદુરસ્ત બની.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top