વજન ઘટાડવું છે? તો ટેન્શન ના લ્યો… ફક્ત અપનાવો આ 100% અસરકારક ટ્રિક

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વજન ઘટાડવા માટે ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ

લોકો વજન ઘટાડવા માટે જાતજાતની ટીકડીઓ અને ડાયેટ અપનાવતા હોય છે પરંતુ અમુક સામાન્ય બાબતોનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. તો આજે પાને એવી કેટલીક સામાન્ય બાબતો વિષે જાણીશું કે જેના લીધે વજન ઘટાડવામાં મદદ મળે. વજન ઘટાડવા માટે સૌ પ્રથમ તમારો દૃઢ નિશ્ચય – મજબૂત ઇરાદો હોય એ જરૂરી છે. જો મનોબળ નહીં હોય તો થોડા દિવસ ઉત્સાહવશ જાતને કાબૂમાં રાખી શકશો. પછી પહેલાંની માફક જ પ્રવૃત્તિ, સ્વભાવ અને ખાવાનું શરૂ થઈ જશે.

જમતાં પહેલાં એક ગ્લાસ જ્યૂસ, સૂપ કે કંઈ પણ પી લો. જેથી પેટ ભરેલું લાગશે અને તમને ખાવાની ઇચ્છા ઓછી થશે. જમતાં પહેલાં એક પ્લેટ ભરીને સલાડ ખાઈ જાઓ, જેથી ખોરાક ઓછો લેવાશે. નાના-નાના કોળિયા બનાવી આરામથી ખૂબ જ ચાવીને જમો. ભોજન કર્યા પછી તુરત પાણી ન પીવું. ઓછામાં ઓછું અડધોથી એક કલાક બાદ પાણી પીવું. તમારો ખોરાક ધીમે ધીમે ચાવીને લો. તે લગભગ પ્રવાહી થઈ જાય ત્યાં સુધી ચાવો.

બે વખતના ભોજન વચ્ચે ભૂખ લાગે તો ઓછી કૅલરીવાળો ખોરાક લો. ગાજ૨, કાકડી, ટમેટાં, કોબીજ જેવી ખાવાની ચીજોનો ઉપયોગ કરો. એકાદ ગ્લાસ, લીંબુ શરબત પીને ભૂખને દૂર કરો. સલાડ તેમજ કાચાં શાકભાજી વધુ ખાઓ. ટમેટાં, વટાણા, ફ્લાવર, કોબીજ, ગાજર, મૂળા, પાલક વગેરે કાચાં ખાઈ શકાય તેવાં શાકભાજી ખાઓ.

દિવસમાં બે-ત્રણ વખત પાતળી-ખાટી છાશ પીઓ. ઉનાળામાં એક ગ્લાસ છાશ પીવાથી ભૂખ ઓછી લાગશે અને ખોરાક આસાનાથી પચી જશે. ભોજનમાં મરી-મસાલાનું પ્રમાણ ઓછું કરો. મસાલેદાર ભોજન ક૨વાથી વજન વધવાની શક્યતા છે. સાંજનું ભોજન બને તેટલું વહેલું કરો, જમીને થોડું ચાલવા જાઓ. જે કંઈ પણ કસરત ન કરતાં હોય તેમણે સવા૨-સાંજ ચાલવાનું રાખવું જોઈએ.

તમે તમારો ભોજન લેવા માટેનો ચોક્કસ સમય નક્કી કરો અને જેટલી ભૂખ હોય તેના કરતાં અડધું ભોજન કરો. કબજિયાત ન થાય તેનું ધ્યાન રાખો. આ માટે મેંદો તેમજ ફાસ્ટફૂડ ખાવાનું સદંતર બંધ કરો. સ્થૂળતા ઘટાડવા માટે રોજિંદી કસરત કરવી જરૂરી છે. ભલે હળવી કસરત કરો પણ તેમાં નિયમિતતા જરૂરી છે. જમ્યા પછી 40 મિનિટ બાદ 25 થી 40 મિનિટ જેટલું ચાલવાનું રાખો.

અઠવાડિયામાં એકાદ ઉપવાસ કરો અથવા અઠવાડિયામાં બે ત્રણ વખત એકાદ ટંક ખાવાનું છોડી દો. દ૨૨ોજ સવારે લીંબુ નીચોવેલું નવશેકું પાણી પીઓ અને શક્ય હોય તો તેમા મધ પણ નાખી શકો (મધ નાખી ને પાણી ગરમ કરવું નહીં). તેમજ દિવસમાં એક-બે વાર મીઠાવાળું લીંબુનું શરબત પીઓ. શારીરિક શ્રમ કરવાનું ભુલશો નહીં. ખોરાકને એવી રીતે એવા વાસણમાં ઢાંકીને રાખવો જેથી રસોડામાં જતી વખતે હરતાફરતાં તે નજર સામે ન આવે. મોબાઈલ અને ટીવી જોતાં જોતાં ક્યારેય જમવા બેસવું નહીં.

જ્યારે જે સિજન ચાલતી હોય ત્યારે એ લાયક ફળ ખાવાનું રાખો. આમળા ની સિજન માં આમળા નું જ્યુસ પિય શકો. આમળા આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ચરકમુની એ આમળા ના પ્રયોગ થી ચ્યવનપ્રાશ બનાવ્યું હતું અને તેની મદદથી યુવાની પ્રાપ્ત કરી હતી. આ બધી બાબતો ઘણી નાની નાની છે પરંતુ તમે ફક્ત આટલું ધ્યાન રાખશો તો પણ તમને 1 મહિના પછી તમારા વજન માં ઘણો ફેર દેખાશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top