શું તમે પણ આનું વધુ સેવન કરી રહ્યા છો તો આજ થી જ થઈ જાવ સાવધાન, થઈ શકે છે કિડની અને હદયરોગ જેવી ભયંકર બીમારી, અહી ક્લિક કરી વાંચો વધુ માં

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણા દરેકના ખોરાકમાં મીઠાને અગત્યનું સ્થાન હશે. કંઈ પણ જમતી વખતે આપણે સાથે મીઠું નાખીને અથવા વધારે મીઠાવાળો ખોરાક ખાઈએ છીએ. પરંતુ આ આપણા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

મીઠું એટલે સોડિયમ ક્લોરાઇડથી બનેલું મીનરલ છે. આપણે જાણીએ જ છીએ મીઠું આરોગ્ય અને સ્વાદ બંને બાબતે ખૂબ મહત્વપૂર્ણ છે. આ એક એવું ઇન્ગ્રીડિયન્ટ છે જે એકદમ પરફેક્ટ એમાઉન્ટ પર લેવું જોઈએ. તેની જરા વધુ અને ઓછી માત્રા શરીરને નુકસાન કરે છે.

મીઠું વધુ પડતું લેવાથી બ્લડ પ્રેશર, સ્ટમક કેન્સર, ઓબેસિટી, વજન વધવું અને દમ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. તમને જાણીને શોક લાગશે કે કાચા મીઠાનો ઉપયોગ તમને હૃદયની બીમારીથી લઈને કીડની સુધીની સમસ્યા લાવી શકે છે. આરોગ્ય નિષ્ણાંતો મુજબ કાચુ મીઠું સર્કુલેટરી સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ બંનેને નુકસાન પહોંચાડે છે.

ઉપરથી મીઠું નાખવાથી તેમાં રહેલું આયરન પચતું નથી અને આરોગ્યની અનેક તકલીફ થાય છે. જ્યારે મીઠાને પહેલાથી ખાવામાં નાખીને પકાવવામાં આવે છે ત્યારે તેમાં રહેલા આયરનનું સ્ટ્રક્ચર સરળ થઈ જાય છે અને પચવામાં સહેલું રહે છે. જ્યારે કાચા મીઠામાં આયરન સ્ટ્રક્ચર જેમનું તેમ રહેતા શરીર પર દબાણ કરી બ્લડ પ્રેશર અને હાયપર ટેન્શન વધારે છે.

વધુપડતું મીઠું ખાવાને કારણે શરીરમાં વૉટર-રિટેન્શન જેને સાદી ભાષામાં પાણીનો ભરાવો કહી શકાય એ થાય છે. એને કારણે વ્યક્તિનું શરીર ફૂલી જાય છે જેને લીધે વજનકાંટા પર તેનું વજન વધારે દેખાય છે, પરંતુ હકીકતમાં એ વધેલા વજન પાછળ ફૅટ્સ નહીં વૉટર હોય છે. આમ આવી વ્યક્તિઓ ઓબીસ ન કહેવાય છતાં જાડી દેખાય છે. જે લોકો ઓબીસ કે ઓવરવેઇટ હોય તેમના યુરિનમાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે.

ઓછું મીઠું ખાવાથી ભલે તમારો સ્વાદ ઓછો આવે છે પરંતુ શરીરના અગત્યના અંગો જેમકે હૃદય, ફેફસા, કિડની વગેરે માટે સારું છે. વધારે મીઠું ખાવાથી પણ તાત્કાલિક નુકસાન થતું નથી પરંતુ લાંબા સમયે શરીરમાં ઘણું નુકસાન પહોંચી શકે છે.

વધારે પડતું મીઠું હાડકામાં રહેલું કેલ્શિયમ છીનવી શકે છે. જે યુરિન વાટે આપણા શરીરમાંથી બહાર નીકળી જાય છે. જેનાથી આપણા હાડકા કમજોર પડી જાય છે. અને હાડકાંને લગતી બીમારીઓ પણ થઈ શકે છે.

શરીરમાં જેટલું વધારે મીઠું હશે તેટલું વધારે તેને ઓગળવા માટે પ્રવાહી જોઈએ છે, આવા વખતે કોશિકાઓ પાણી શોષી લે છે અને લોહી નું ક્ષેત્રફળ વધી જાય છે. આનાથી ધમનીઓ તેમ જ રદય ને વધારે લોહી પંપ કરવું પડે છે. જેના કારણે થોડા સમય બાદ ધમનીઓ અકળાવા લાગે છે જે બ્લડ પ્રેશર વધારવામાં જવાબદાર છે.

મીઠું જો વધારે માત્રામાં ખવાય તો સફેદ ઝેર સાબિત થઈ શકે છે. કારણ કે તેનાથી તમારી કિડની ને પણ નુકશાન થઇ શકે છે. અને જ્યારે તમને ડાયાબિટીસ અથવા વધારે બીપીની સમસ્યા હોય ત્યારે કિડની ડૅમેજ થઈ શકવાના ચાન્સ વધી જાય છે. આથી મીઠું કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.

ડાયાબિટીસ અને હાઈપરટેન્શન એકબીજાથી જોડાયેલા રોગ છે. વધારે પડતું મીઠું લેવાને કારણે હાઇપર ટેન્શન થાય છે અને જે તમારા શુગર લેવલને પણ પ્રભાવિત કરવામાં જવાબદાર બની શકે છે. આથી મીઠું કાયમ માપસર જ ખાવું જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top