ચામડીના સાત પડ હોય છે. ઉપરના પડને અવભાસિનિ કહે છે. આ ઉપરના પહેલા પડમાં કરોળીયાનું સ્થાન છે. કેટલાક ચામડીના રોગો એવા છે કે જે, શારીરીક પીડા આપતા નથી, પણ માનસિક ત્રાસ આપે છે. એમાંનો એક રોગ છે. કરોળીયા. આ વ્યાધિથી શરીરને કંઇ જ નુકશાન થતું નથી પણ ચામડીની સુંદરતાની જેને ચિંતા હોય તેનું મન વ્યથિત રહે છે. ઉંડે ઉંડે મુઝાયા કરે છે. જેની અસર શરીર પર અને પાચન પર થાય છે.
આ વ્યાધિમાં છાતી અને પીઠ પર ચાર કે પાંચ એમ.એમ.વ્યાસના ગોળ આછા સફેદ ડાઘ પડે છે આને આયુર્વેદમાં સિઘ્મ અને લોકો કરોળીયા કહે છ. આ કરોળીયા જેના ચકરડા છાતી, પીઠ કે હાથ પર દેખાય છે કે તુરત જ પથ્ય ખોરાક શરુ કરો. ઔષધો લેવાનું શરૂ કરવું જોઇએ. મોડું કરવાથી કરોળીયા આગળ વધી ડોક સુધી પહોંચે છે. કોઈને ચહેરા પર પણ દેખાય છે.
જોવામાં સામાન્ય લાગતો આ રોગ કફ વાતપ્રધાન ત્રિદોષજન્ય છે, પરંતુ પરેજી સાથે યોગ્ય ચિકિત્સા કાળજીથી કરવાથી મટે છે. ખાટા, ખારા, અતિતીખા, આથો આવેલા પદાર્થો નિયમિત વિશેષ ખાવાથી અને વિરૂધ્ધ ભોજનથી રક્ત અને ત્વચા વિકૃત થવાથી આ વ્યાધિ થાય છે.
એટલે આહારમાં આવા પદાર્થો ત્યજવા અને ચિકિત્સા શરૂ કરવી. શિયાળામાં હવા સૂકી રૂક્ષ હોવાથી કરોળીયા વિશેષ દેખાય છે. આયુર્વેદમાં બતાવવામાં આવ્યું છે કે, ચામડીના સાત પડ હોય છે. ઉપરના પડને અવભાસિનિ કહે છે. આ ઉપરના પહેલા પડમાં કરોળીયાનું સ્થાન છે.
મૂળ બહુ ઉંડે હોતું નથી એટલે વિદ્રોક્ષજ હોવા છતાં સાધ્ય છે. કોઈ વખત વિટામીનની ખામીથી જુના મરડાથી, કરમિયાથી, તીવ્ર એસિડીટીથી, અજીર્ણથી, કરોળીયા જેવા ડાઘ શરીર પર પડતાં હોય છે. આવા ડાઘ મૂળ રોગની ચિકિત્સા કરવાથી મટે છે.
ચામડીનાં રોગોમાં ખાવાની દવા જેટલું જ મહત્ત્વ લગાવવાની દવા અને લેપનું છે એ યાદ રાખવું. કરોળીયા માટે આયુર્વેદમાં ઘણાં સફળ ઔષધો છે. એમાંથી અનુભવેલા અહીં રજુ કરવામાં આવેલ છે.
શારુધર સહિતામાં બતાવેલ ગૌરાદિધૃતનું નિત્ય સેવન કરવું અને તલનું તેલ ૪ તોલા અને ગંધક અર્ધો તોલો સારી રીતે મેળવી, દરરોજ સગાવવું અથવા ખેરની છાલ, ત્રિફળા, લીમડાની છાલ, કડવા પરવળ, ગળો, અરડૂસી પાન દરેક વનસ્પતિ સરખે ભાગે લઇ યવકૂટ કરવું. આમાંથી તોલાનો ક્વાથ બનાવી નિત્ય પીવો.
લગાવવા માટે કઠ મૂળાના બીજ, કાંગ, હળદર, સરસવ, અસલી નાગકેસર સરખે ભાગે લઇ બારિકચૂર્ણ કરવું. આ ચૂર્ણ હળવે હાથે કરોળીયા પર ઘસવું અથવા સરસીયા તેલ સાથે મેળવી લગાવવું. કબજીયાત રહેતી હોય તો નિત્ય હરડે લેવી. પથ્ય આહાર સાથે ઔષધો લાંબો સમય લેવાથી, કરોળિયા મટશે એટલું જ નહીં પણ ચામડી સુંદર સૂકોમળ બનશે.
તલના તેલની માલિશ ડાઘવાળા ભાગ ઉપર કરવી. આખા શરીરે પણ માલિશ કરી શકાય છે. તાંદળિયાની ભાજી અથવા તેનાં મૂળની રાખ પાણીમાં ભેળવી ડાઘવાળી સ્કિન ઉપર ચોપડવી અને ૧૫ મિનિટ તડકે બેસવું. ત્યારબાદ સુખોષ્ણ જળથી સ્નાન કરી લેવું.– ચંદન અને ટંકણખાર પાણીમાં ઘસી ડાઘવાળી સ્કિન ઉપર લગાડવું.
હરિદ્રા અને કાળા તલ બંને ૬-૬ ગ્રામ લઈ તેનું સમભાગ ચૂર્ણ કરી ભેંસના દૂધમાં મેળવી કરોળિયા જે ભાગ ઉપર થયા હોય તે ભાગ ઉપર ઉપરોક્ત મિશ્રણ મિક્સ કરી તેની માલિશ કરવી.
કુંવાડિયાનાં બી અધકચરાં વાટી ૩ દિવસ દહીંમાં પલાળી રાખવાં. ૩ દિવસ પછી આ દહીં શરીરે સારી રીતે ઘસવું – મસળવું. થોડીવાર બાદ સ્નાન કરી લેવું. આ પ્રયોગથી શરીરના કોઈ પણ ભાગમાં થયેલા કરોળિયા થોડા જ દિવસોમાં સંપૂર્ણ રીતે મટી જાય છે.તેલિયા દેવદારને લીંબુના રસમાં ઘસી કરોળિયા ઉપર લગાવવાથી કરોળિયા બિલકુલ નિર્મૂળ થઈ જાય છે.
જો મોઢા ઉપર અને સમગ્ર શરીર પર વધારે પડતો આ વ્યાધિ થઈ ગયેલ હોય તો મન-શીલ, ટંકણખાર અને હળદર સમભાગ લઈ ચૂર્ણ કરી તે ચૂર્ણ જે – તે ભાગ ઉપર લગાવવાથી કરોળિયા સંપૂર્ણપણે મટે છે, પરંતુ આ પ્રયોગ નિષ્ણાતની સલાહમાં રહીને કરવો.આ ઉપરાંત હળદર અને ફટકડી પાણીમાં ઘસી કરોળિયા ઉપર માલિશ કરવાથી પણ કરોળિયા મટે છે.
મૂળાનો રસ કાઢી કરોળિયા ઉપર લગાડવાથી પણ તે મટે છે. આ સિવાય મૂળાનાં બીજના બીજા પ્રયોગો પણ કરોળિયા ઉપર ખૂબ જ સારું પરિણામ આપે છે, જેમાં;મૂળાનાં બી ૧૦૦ ગ્રામ લઈ તેનું ચૂર્ણ કરવું, તે ૨૦૦ ગ્રામ દિવેલમાં મેળવવું અને તેની શરીર પર માલિશ કરવાથી કરોળિયા અવશ્ય મટી જાય છે.
આ ઉપરાંત આયુર્વેદ ઔષધ પ્રયોગમાં નીચેનાં ઔષધોનો પ્રયોગ કરી શકાય જેમાં ગંધક રસાયન વટી ૧ ગોળી – ૨ વાર દૂધ સાથે લેવી અને બૃહતમંજીષ્ઠાદિ ક્વાથ ૧-૧ ચમચી સવાર-સાંજ જમ્યા પછી પીવો. આગળ જે બાહ્ય માલિશ કરવાના પ્રયોગો બતાવ્યા છે, તેમાંથી કોઈ પણ એક પ્રયોગ કરવો. આટલી સારવારથી કરોળિયા અવશ્ય મટી જાય છે.
મોટી હરડેનો ઘસારો સવારે નરણે કોઠે નિયમિત પિવડાવવાથી બાળકને કબજિયાત અને તેનાથી થતા રોગોથી બચાવી શકાય છે. અરડૂસીના તાજા પાનનો રસ, આદુંનો રસ, મધ મેળવી બાળકને આપવાથી શરદી-ઉધરસમાં રાહત મળે છે.
ઓરી-અછબડાની ગરમી, આંખ આવવી વગેરે રોગોમાં કાળી દ્રાક્ષ અને વરિયાળી રાત્રે ઠંડા પાણીમાં પલાળી સવારે ચોળીને ગાળી લઈ અડધી – અડધી ચમચી બાળકને પિવડાવવાથી તુરત જ ફાયદો જોવા મળે છે.બહેડાનું તેલ બાળકને માથામાં નાનપણથી જ લગાવવામાં આવે તો માથામાં મોટી ઉંમરે પડતી ટાલને રોકી શકાય છે.
અડધીથી બે રતિ જેઠીમધનું ચૂર્ણ મધમાં આપવાથી બાળકોને ખાંસીમાં તેમજ ગળાના રોગોમાં રાહત થાય છે.ખેરછાલને પાણીમાં ઉકાળી ગાળી તે પાણી વડે બાળકને સ્નાન કરાવવાથી બાળકની ત્વચામાં કાંતિઆવે છે.
કાચાં આમળાં, તેનું ચૂર્ણ તેમજ તેમાંથી બનાવેલું ચ્યવનપ્રાશ નાનપણથી જ બાળકને આપવાથી બાળપણમાં થતા ઘણા રોગોથી બાળકને બચાવી શકાય છે.) જે બાળકોને ચામડીના રોગ વધારે થતા હોય કે પરસેવો વધારે આવતો હોય તેમને શંખજીરું પાઉડર લગાવવાથી રાહત થાય છે.