કિડની શરીરમાંથી વધારાના પાણીની સાથે શરીરમાં રહેલા હાનિકારક પદાર્થોને બહાર કાઢીને લોહીને શુદ્ધ કરે છે. હાલના સમયમાં વ્યસ્ત જીવનશૈલી અને ખોટી આદતોને કારણે લોકોને નાની ઉંમરથી જ કિડની સંબંધિત સમસ્યા થવા લાગે છે. બાદમાં આ જ પરેશાનીઓ કિડની ફેલ થવાનું કારણ બને છે. જો કે, ડૉક્ટરોનું માનીએ તો કિડની ફેલ થતાં પહેલા શરીરમાં તેના લક્ષણો જોવા મળે છે. એટલે જો સમયસર આ લક્ષણો ઓળખીને સારવાર કરવામાં આવે તો કિડની ફેલ થતી બચાવી શકાય છે.
શરીરનું વજન અચાનક વધી જવું અને અન્ય અંગોમાં સોજો આવવો કિડની ખરાબ થવાનો એક સંકેત છે. એટલે ધ્યાન રાખો કે તમારા હાથ-પગ કે કોઈ અન્ય અંગમાં સોજો તો નથી આવ્યો ને. જો કોઈ કારણોસર સોજો હોય તો તુરંત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
પેશાબ કરતી વખતે લોહી પડતું હોય તો આ બાબત ચિંતાજનક છે. પેશાબ કરતી વખતે લોહી ટપકવું કિડની ખરાબ થયાના સંકેત છે. જો વારંવાર પેશાબ જવું પડે અથવા તો પેશાબ ઓછો આવતો હોય તો આ બાબતને અવગણો નહીં. વારંવાર પેશાબ લાગવો કિડની ખરાબ થઈ હોવાનો સંકેત છે.
થવાથી શરીરમાં વધારે પાણી જમા થાય છે. જેના કારણે ફેફસામાં પાણી ભરાઈ જાય છે. જેથી તેની કાર્યક્ષમતા પર અસર પડે છે અને વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કિડની ખરાબ થવાના કારણે મગજમાં ઓક્સિજનની કમી ઊભી થાય છે. જેના કારણે વ્યક્તિના સ્વભાવમાં ચીડિયાપણું આવે છે અને એકાગ્રતા ઘટી જાય છે.
કિડનીનું એક મુખ્ય કામ શરીરમાં લાલ રક્ત કોશિકાઓનાં નિર્માણને વ્યવસ્થિત જાળવી રાખવાનું છે. દુર્ભાગ્યે જ્યારે કિડની ફેલ થવાની શરુઆત થાય છે, તો લાલ રક્ત કોશિકાઓનાં નિર્માણમાં ઉણપ સર્જાયછે કે જેથી એનીમિયા થાય છે.
જ્યારે કિડની ફેલ થવાની શરુઆત થાય છે, તો આપનાં મૂત્રમાં રક્તનાં લાલ થક્કા દેખાય છે. કિડનીની સમસ્યા થતા વિવિધ લોકોને વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે; જેમ કે મૂડ સ્વિંગ્સ (મૂડમાં ફેરફાર), ભ્રમ તથા મતિભ્રમ.
પીઠમાં ખૂબ દુઃખાવો : આ દુઃખાવો બહુ બધુ તીવ્ર હોય છે તથા શરીરનાં એક તરફનાં પાછલા ભાગે થાય છે. આ દુઃખાવો પેટમાં નીચેની તરફ થઈ કંમર અને અંડકોષ સુધી પણ પહોંચી શકે છે.
મૂત્ર ત્યાગ વખતે મૂત્રનું ઓછા પ્રમાણમાં બહાર આવવું દર વખતે કિડનીની સમસ્યા તરફ સંકેત નથી કરતો, પરંતુ જો આપને એવું લાગે કે શરીરમાંથી નિકળતા આ તરળ પદાર્થનાં પ્રમાણમાં ઘટાડો થયો છે, તો આપે તબીબી પરામર્શ અવશ્ય લેવો જોઇએ.
જ્યારે કિડની ફેલ થવાની શરુઆત થાય, ત્યારે શરીરનાં કેટલાક ભાગોમાં ઉદ્વેગ, કંપન કે અનૈચ્છિક હિલચાલ થવા લાગે છે.મળમાં લોહી આવવું પણ ક્યારેક-ક્યારેક કિડની ફેલ થવા તરફ ઇશારો કરે છે.
શરીર તંદુરસ્ત રાખવું.નિયમિત કસરત કરવાથી અને કાર્યરત જીવનશૈલી અપનાવવાથી લોહીનું દબાણ અને લોહીમાં શુગરનું પ્રમાણ સામાન્ય રહે છે. નિયમિત કસરત થી ડાયાબિટીસ અને બ્લડપ્રેશર થવાનું જોખમ ઘટાડી શકાય છે.
ખોરાક મા નમક (મીઠું), ખાંડ અને ચરબીયુક્ત ખોરાક ઓછો લેવો અને શાકભાજી ,ફળો અને રેસા વાળા ખોરાક નું પ્રમાણ વધારે રાખવું. મીઠું(નમક) રોજ ૫-૬ ગ્રામથી ઓછું લેવું જોઈએ. ૪૦ વર્ષની ઉમર બાદ ખોરાકમા નમક(મીઠું)ના પ્રમાણ ઘટાડવાથી લોહીનું દબાણ અને પથરી થવાનું જોખમ ઘટાડી શકાય છે. ધુમ્રપાન ને કારણે લોહીની નળીઓ સંકોચાય જાય અને તેથી કિડનીને લોહી ઓછું પહોચે છે. જે કિડનીની કાર્યક્ષમતા પર વિપરીત અસર કરે છે.
બાળકને વારંવાર તાવ આવતો હોય અને વજન વધતું ન હોય તો તે માટે મૂત્રમાર્ગનો ચેપ જવાબદાર હોઈ શકે છે. બાળકોમાં મૂત્રમાર્ગના ચેપનું વહેલું નિદાન અને યોગ્ય સારવાર મહત્વના હોવાનું કારણ અલગ તથા ચિંતાજનક છે. જો મૂત્રમાર્ગના ચેપનું નિદાન અને સારવાર મોડા થાય તો બાળકની વિકાસ પામી રહેલી કિડનીને સુધરી ન શકે તેવું નુકસાન થઇ શકે છે.
જો તમે લાંબા સમયથી પેનકિલર્સ લઈ રહ્યા છો, તો તેનાથી કિડનીઝના કામ પર અસર પડે છે. શરીરમાં લોહીની ઉણપ પણ થઈ શકે છે. તો વધુ પ્રોટીન ખાવાથી પણ કિડની પર ખરાબ અસર પડી શકે છે. કિડની એક નાજૂક અંગ છે, એટલે વધુ પ્રોટીનથી તે ડેમેજ થઈ શકે છે.
સપ્તાહમાં ઓછામાં ઓછા પાંચ વખત જોગિંગ, સાઈકલિંગ કે તરવા જેવી સામાન્ય તીવ્રતાવાળી કરરત કરો. પાન ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, ભારતમાં કિડની રોગોના 50 ટકા મામલામાં તેનું કારણ જાડિયાપણું હોવાનું જણાયું છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર કિડની ફેલ થવાનું સૌથી મોટું કારણ છે. ઘણા લોકો શરીરથી જાડા નથી હોતા, પરંતુ તેમનું પેટ બહાર નીકળેલું હોય છે. ક્રોનિક કિડની ડિસીઝનું સૌથી મોટું કારણ આ ફુલેલું પેટ છે.
તંદુરસ્ત વ્યક્તિએ રોજ ૨ લિટર (૧૦-૧૨ ગ્લાસ)થી વધુ પાણી પીવું. પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની ટેવ શરીરમાંથી બિનજરૂરી કચરો અને ક્ષારને દૂર કરવા જરૂરી છે. પથરીની તકલીફ થઈ હોય તેવી વ્યક્તિએ રોજ ૩ લિટરથી વધારે પ્રવાહી લેવું જોઈએ.