શિયાળામાં વિવિધ લીલીછમ ભાજીઓ બજારમાં વધુ પ્રમાણમાં મળે છે. આ બાજીઓના સેવન સ્વાસ્થ્ય માટે હિતકારી છે.તાંજળિયા ની ભાજીમાં અનેક ઓષધીય ગુણ હોવાથી તેને આર્યુવેદમાં વિવિધ રોગના ઉપચાર માટે ઉપયોગી કહી છે.
તાંજળિયા ની ભાજીમાં પ્રોટીન અને વિટામિન સી હોય છે. જે આપણા શરીરની ઈમ્યૂનિટી વધારે છે અને સંક્રમણનો ખતરો પણ ઓછો કરે છે. કોરોના કાળમાં ડોક્ટરો પણ પ્રોટીન અને વિટામિન સી લેવાની સલાહ આપે છે. એવામાં કોવિડ-19ના સમયમાં તાંદળજાની ભાજીનું સેવન બેસ્ટ છે.
તાંજળિયા ની ભાજીમાં લાયસિન નામનું એમિનો એસિડ હોય છે. જે વધતી ઉંમરના લક્ષણોને રોકવામાં મદદ કરે છે. જેથી ઉનાળામાં આ ભાજી ખાઈ લેવાથી લાંબા સમય સુધી કરચલીઓની સમસ્યાથી બચી શકાય છે. સાથે જ તેમાં ફાયટોન્યૂટ્રિઅન્ટ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ, મિનરલ્સ અને અન્ય ઘણાં વિટામિન હોય છે. સાથે જ આ ભાજી ખાવાથી કફ અને પિત્તની સમસ્યા પણ દૂર થાય છે.
તાંજળિયા ની ભાજી ગુણધર્મમાં ઠંડી છે અને શરીરને ઠંડક આપે છે. તેથી જ આ ઋતુમાં તાંદળજાની ભાજી જરૂર ખાવી જોઈએ. તાંજળિયા ભરપૂર વિટામિન, મિનરલ્સ, ફાયબર, એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફાયટોન્યૂટ્રિઅન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. જે આપણાં સ્વાસ્થ્ય માટે પણ બહુ જ ફાયદાકારી હોય છે. તેમાં કેલરી પણ ઓછી માત્રામાં હોય છે. જેથી તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
ભાજીમાં ફાયબર સારી માત્રામાં હોય છે. તેનાથી મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે, વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. સાથે જ તે બ્લડ સર્ક્યુલેશન વધારે છે. આ સાંધાઓના દર્દમાં આરામ આપે છે. તેના નિયમિત સેવનથી વાયુ્ને ત્વચાના વિકાર દૂર થાય છે.લાલ તાંજળિયા ની ભાજી એનિમિયમાં બહુ લાભદાયક છે. તેનો સોથી વધુ મોટો ગુણ દરેક ઝેરીલા તત્વોનું નિવારણ કરવાનો છે. ઊંદર, વીંછીનું ઝેર ચડી ગયુ હોય તો, તાંદળિયાના રસમાં અથવા તો તેની જડનો કાથો બનાવીતેમાં કાળામરીનો ભુક્કો ભેળવી પાવાની સલાહ આર્યુવેદમાં આપી છે.
નાના બાળકોને કબજિયાતની તકલીફ થા તેને બે-ત્રણ ચમચા તાંજળિયા ની ભાજીનો રસ પીવડાવવો. પ્રસુતાને માટે પણ આ રસ ઉપયોગી મનાય છે.તાંદળજાની ભાજીમાં સમાયેલા પેપ્ટાઇડસમાં કેન્સરના સેલ્સના વિકાસને રોકવાની ક્ષમતા છે. તેના એન્ટીઓક્સીડન્ટસ સેલસને ડેમેજ થતા બચાવે છે.
તાંજળિયા ની સમાયેલ લાઇસિન નામનો એક દુર્લભ એસિડ હોય છે જે શરીર દ્વારા ઉત્પાદિત થઇ સકતો નથી. આ એમિનો એસિડ કેલશિયમની ક્ષમતામાં સુધાર કરે છે અને વાળની જડને મજબૂત કરે છે, તેમજ તેનો કુદરતી રંગ જાળવી રાખે છે. ડાયાબિટિસના દરદીઓ માટે પણ તાંજળિયા ની ભાજી ગુણકારી છે. બ્લડ સુગરને કન્ટ્રોલમાં રાખે છે. તેમાં પ્રોટીન પણ સારી માત્રામાં સમાયેલુ હોવાથી તે સ્નાયુઓને મજબૂત કરે છે.
તાંજળિયા ની ભાજી કફ, પિત્તનો નાશ કરે છે. તેના સેવનથી રક્ત શુદ્ધ થાય છે. તે પેટની બીમારીઓ માટે પણ ગુણકારી છે. તેના રેશામાં ક્ષાર, દ્રવ્ય હોય છે, જેઆંતરડા સાથે ચોંટેલા મળને સાફ કરી તેને બહાર કાઢવામાં મદદ કરે છે. તેનાથી કબજિયાતની સમસમ્યા ઓછી થાય છે, પાચનંતંત્ર સુધરે છે.
એનિમિકથી પીડાતી વ્યક્તિઓએ તાંજળિયા ની ભાજીનું સેવન નિયમિત કરવું. આ સાથ પાલક નો સમાવશે પણ રોજિંદા આહારમાં કરવો. તાંજળિયા ની ભાજીના સેવનથી દ્રષ્ટિ સુધરે છે. તેમાં વિટામિન એ પ્રચુરમાત્રામાં સમાયેલું હોય છે. તાંજળિયા ની ભાજી લાઇસીન એમિનો એસિડથી સર્જરી અથવા રમતથી થયેલી ઇજામાં જલદી સુધાર લાવે છે.