Breaking News

આજથી જ ખાંડ ખાવાનું બંધ કરી ગળપણ માટે રેગ્યુલર શરૂ કરી દયો આ વસ્તુનું સેવન, એક વાર ફાયદા વાંચી લેશો તો ખ્યાલ આવશે કે કેટલું છે શરીર માટે ફાયદાકારક

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

જો ભોજનમાં ગળપણ માટે સાકર કે મિશ્રી રેગ્યુલર યુઝ કરતા હોવ તો તમને ખ્યાલ હશે કે તેના સ્વાસ્થ્યને કેટલા બધા ફાયદા થાય છે. તેમાં અનેક વિટામિન્સ, મિનરલ્સ અને એમિનો એસિડ રહેલા હોય છે. આયુર્વેદ મુજબ પથરીથી માંડીને શ્વાસની સમસ્યા, લોહીની ઉણપ, અસ્થમા સહિત અનેક બીમારીઓમાં ફાયદાકારક છે.

હિમોગ્લોબિન ઓછુ હોય તો એનિમિયા, સ્કિન ફિક્કી પડી જવી, ચક્કર ખાઈ પડી જવુ, અશક્તિ લાગવી જેવી અનેક સમસ્યાઓ થાય છે. સાકર ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે અને શરીરમાં બ્લડ સરક્યુલેશન પણ સુધરે છે. વરિયાળી સાથે સાકર ખાવાથી પાચન શક્તિ સુધરે છે. ખાસ કરીને ચોમાસામાં જ્યારે પાચન શક્તિ મંદ પડી જાય છે ત્યારે વરિયાળી સાથે સાકર ખાવાથી ખોરાક પચવામાં મુશ્કેલી પડતી નથી. જે લોકોની ઊંઘમાં વારંવાર ખલેલ પડતી હોય, ઊંઘ ન આવતી હોય અથવા ઉડી જતી હોય તેઓ સાકર સાથે દૂધ પીવે તો રાત્રે ગાઢ ઊંઘ આવે છે.

ઉધરસ અને શરદી એ સૌથી સામાન્ય બીમારી છે. લોકોને ઉધરસ અને શરદીની સમસ્યા રહેતી હોય છે. એવામાં સાકરના પાવડરમાં કાળા મરીનો પાઉડર અને ઘી નાખીને પેસ્ટ તૈયાર કરી લો, પછી રાત્રના સમયે તેનું સેવન કરો. આ સિવાય જો તમે સાકર અને કાળા મરીનો પાઉડર નવશેકું પાણી સાથે પીશો તો ઉધરસથી રાહત મળશે.

જો તમને થાક લાગતો હોય તો થોડી સાકર ખાવાની રાખો. તમને નવાઈ લાગશે પણ સાકર ખાવાથી તરત જ તમને એનર્જીનો બૂસ્ટર ડોઝ મળી જશે અને તમારામાં ફરી તરવરાટ આવી જશે. જો ઉનાળામાં તમને નસકોરી ફૂટવાની સમસ્યા હોય તો આ સૌથી સરળ ઉપચાર છે. સાકરને થોડા પાણીમાં પલાળીને પીગળી જવા દો. ત્યા પછી આ મિશ્રણના થોડા ટીપા નાકમાં નાંખવાથી લોહી નીકળતુ તરત બંધ થઈ જશે.

સેક્સ લાઈફ સુધારવા માંગતા હોવ તો એન્ટિબાયોટિક્સ છોડો અને સાકર ખાવાનું શરુ કરી દો. સૂતા પહેલા અખરોટ અને સાકરને દૂધ સાથે લેવાથી નપુંસકતા દૂર થાય છે. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર પથરીની ટ્રીટમેન્ટમાં પણ સાકર ખૂબ જ અસરકારક છે. સાકરમાં 2 ચમચી જેટલો ડુંગળીનો રસ ઉમેરી તેને બે અઠવાડિયા સુધી દિવસમાં એક વાર લો. આ મિશ્રણથી પથરીના નાના ટુકડા થઈ જાય છે અને તે મૂત્રવાટે શરીરમાંથી નીકળી જાય છે.

પેટના દુઃખાવામાં સાકર ખૂબ જ ફાયદાકારક છે. લીમડાના પાંદડા લઈ તેમાં 10 ગ્રામ જેટલી મિશ્રી મિક્સ કરો. થોડી જ મિનિટમાં આ મિશ્રણ જાદુઈ અસર કરશે. સાકર સાથે દૂધ પીવાથી આંખો સ્વસ્થ રહે છે. આંખોની દૃષ્ટિ અને તેજ વધે છે. દરરોજ સુતા પહેલા એક ગ્લાસ નવશેકા દૂધમાં થોડી સાકર ભેળવી પીવું જોઈએ. સાકર ભેળવી દૂધ પીવાથી મોંના ચાંદા દૂર થાય છે. આ માટે તમે ઠંડા દૂધમાં સાકર ભેળવી શકો છો અને કોઈપણ સમયે તેનું સેવન કરી શકો છો.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!