આ શક્તિશાળી ફળના સેવનથી પેટની સમસ્યા, અપચો, લીવરમાં તકલીફ, માસિકસ્રાવની અગવડતા જેવી અનેક સમસ્યા માથી મળે છે છૂટકારો, અહી ક્લિક કરી જરૂર જાણો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

લોકો તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગંભીર હોય છે.આજના સમયમાં કોણ સ્વસ્થ રહેવા માંગતું નથી,તમારા શરીરને અને પોતાને સ્વસ્થ રાખવા માટે,ઘણા લોકો ફળોનો આશરો લે છે,પરંતુ કોઈ પણ ફળમાંથી પોષક તત્વ શું પ્રાપ્ત થાય છે.પરંતુ કેટલાક એવાફળ છે જે ઋતુ અનુસાર ઉત્પન્ન થાય છે અને ફળમાં હાજર ગુણધર્મો શરીર માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.

જ્યારે જાણકારો ઓળખી કાઢે, અરે આ તો ‘તાડ’ છે. જેના રસ થકી નશાકારક તાડી બનાવી શકાય. એક જમાનામાં ગુજરાત સરકાર આ ઝાડનો રસ કાઢી, નીરો બનાવી અઢળક કમાણી કરતી હતી. આજે નીરાનો સમગ્ર પ્રોજેક્ટ રદ કરી દેવામાં આવ્યો છે. હવે આ ઝાડ થકી તાડફળીનો વ્યવસાય થાય છે.

તાડફલી એક એવું ફળ છે જે ઉનાળાના સમયમાં જ મળે છે,તે તાડફળીના ફળને તોડીને અંદરથી કાઢવામાં આવે છે.તે સફેદ રંગના બરફ જેવું લાગે છે.

તાડફાલી નો સ્વાદ નાળિયેર જેવો લાગે છે.તાડફળીના ફળનો લાભ ફક્ત પુરુષો માટે જ નહીં પરંતુ મહિલાઓ માટે પણ સૌથી ફાયદાકારક છે આ ફળનો ઉપયોગ કર્યા પછી પેટની સમસ્યા,અપચો,લીવરમાં તકલીફ,માસિકસ્રાવની અગવડતા અને નબળાઇ જેવી સમસ્યાઓના ઉપચાર ઉપાય છે.આ ફળમાં પોટેશિયમ સૌથી વધુ જોવા મળે છે.

અંગ્રેજીમાં તાડફળીને આઇસ એપલ કહે છે. એ ખૂબ જ ઠંડક આપનારું ગુણકારી ફળ છે એટલે જ કદાચ એને આ નામ આપ્યું હશે. એનું બીજું નામ પામ ફ્રૂટ છે. પહેલાંના સમયમાં જે વ્યક્તિને ચિકનપોક્સ એટલે કે અછબડા કે ઓરીનો પ્રોબ્લેમ હોય એ લોકો તાડફળી ખાતા અને તેમને આ રોગમાં ઘણો ફાયદો થતો. તાડફળી શરીરને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે. વળી આ ઠંડક નેચરલ ઠંડક છે જે શરીરને ફાયદો કરે છે.

આ ફળથી,પેટના ખરાબ તત્વોને દૂર થાય છે અને તમારું પેટ એકદમ સ્વસ્થ રહે છે.વિટામિનની માત્રા વધારે હોવાને કારણે આ ફળ લીવરને સાફ રાખવામાં મદદ કરે છે.શરીરમાં પાણીની કમી દૂર કરવા માટે દરરોજ એક ગ્લાસ તાડફળીનું પાણી પીવું જોઈએ.

શરીરનીત્વચામાં પણ ઘણું ફાયદાકારક છે.તે ત્વચાને લગતી સમસ્યાથી પણ રાહત આપે છે સગર્ભા સ્ત્રીઓ માટે આ ફળ ખૂબ જ ફાયદાકારક છે .

જો કોઈ સગર્ભા સ્ત્રી હોય,તો તેને તેના ખોરાકમાં આ ફળનો સમાવેશ કરવો જ જોઈએ.સગર્ભા સ્ત્રીઓને થતી,તકલીફો જેમ કે કમરમાં દુખાવો,પેટનો દુખાવો કે અન્ય કોઈ તકલીફ થતી હોય,તો આ ફળના સેવનથી તે બધી તકલીફો દૂર થાય છે.

જે લોકોને વધુ પ્રમાણમાં ગરમી થતી હોય અને વારંવાર મોમાં અથવા ચેહરા પર ફોલ્લીઓ થતી હોય,તેઓએ તેમનું શરીર ઠંડુ રાખવામાટે આ ફળ જરૂર ખાવું જોઈએ. જે સ્ત્રીને માસિકની તકલીફ હોય,જેમ કે માસિક ના આવતા હોય અથવા તો ઘણા દિવસો ચડીને આવતા હોય તેઓએ આ ફળનું સેવન કરવું જોઈએ.

તાડફળીના કાચા બીને દૂધ સાથે પીવાથી,એડકી આવતી બંધ થાય છે.તાડફળીનું પાણી પીવાથી સોજા અને દુખાવામાં રાહત મળે છે.તાડફળીના સેવનથી લીવરની તકલીફ દૂર થાય છે અને આ ફળ ટાઈફોડ જેવા તાવને પણ દૂર કરે છે.

લગભગ 14 થી 25 મિલી તાડફળીનો રસ પીવાથી ચક્કરની સમસ્યા દૂર થાય છે અથવા જે વ્યક્તિ વારંવાર બેભાન થઈ જતું હોય,તેમના માટે આ ફળ એકદમ અસરકારક છે.

તાડફળીના રસ સાથે ગોળ મિક્સ કરીને પીવાથી પેટના બધા રોગો દૂર થાય છે.તાડફળીનો રસ પીવાથી ઉબકા અથવા ઉલ્ટી જેવી તકલીફ દૂર થાય છે. દિવસમાં 2 થી 3 આ ફળ ખાવાથી અન્નનળીમાં થતી બળતરા દૂર થાય છે.જો તમને વારંવાર હળવો તાવ આવતો હોય,તો આ ફળ દિવસમાં 2 વાર ખાવાથી તાવની સમસ્યા દૂર થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top