લોકોને સવારે વહેલા ઉઠવામાં તકલીફ થાય છે. ભલે કેટલા પણ વહેલા સુઈ જાય પણ સવારે વહેલા ઉઠી શકતા નથી. આપણે સૌ જાણીએ છીએ કે સવારે વહેલા ઉઠવાથી ઘણા બધા શારીરિક લાભ થાય છે. અને દિવસભર જાગીને ઢગલાબંધ કામ કરી શકીએ છીએ. પણ કોઈ રીતે પણ સવારે ઉઠી નથી શકતા. જેથી આખો દિવસ ખરાબ જાય છે.
સવારે વહેલા ઉઠવા માટે ખુબ જરૂરી બાબત છે કે તમે સમજો ઊંઘ ની 1.5 એટલે કે દોઢ કલાક ની સાયકલ હોય છે, તમે સુવો પછી જાગવા નો સમય દોઢ કલાક પછી કે ત્રણ કલાક પછી કે સાડા ચાર કલાક પછી કે 6 કલાક પછી કે 7.5 કલાક પછી રાખો તો તરત ઉઠી શકશો. તમે ઊંઘ ની આ સાયકલ પ્રમાણે ઉઠાસો તો તમને જરા પણ થાક જેવું નહિ જણાય.
મોબાઈલ ફોન, ટેબલેટ કે લેપટોપ અને ટીવી વગેરે સાધનો તમને સવારે ઉઠવામાં અડચણ રૂપ બને છે. તે તમારા સુવાના સમયમાં મોડા થવાનું કારણ બને છે. જેના લીધે તમે સવારે મોડા સુધી સુઈ રહો છો, તો બની શકે કે સવારે વહેલા ન ઉઠી શકો. માટે જ સુતા પહેલા આ સાધનોનો ઉપયોગ ઓછામાં ઓછો કરો અને વહેલા સુવાનો પ્રયત્ન કરો.
રાત્રે બને તેટલા વહેલા સુઈ જાવ. હંમેશા આપણે જે ઈચ્છીએ છીએ તે મેળવવામાં અસમર્થ રહીએ છીએ અને આ નિષ્ફળતાનું કારણ , આપણી અંદર વિશ્વાસના અભાવને કારણે છે. હવે સમજવું જોઈએ કે કંઈપણ અસંભવ નથી અને સવારે વહેલા ઉઠવું કોઈ અઘરું કામ નથી. શરૂઆતમાં થોડું અઘરું લાગે છે, પણ એક વખત આદત પડી ગઈ તો કઈપણ અસંભવ નહી લાગે.
રાતના સમયે ભારે ખાવાથી બચવું. ગળ્યું અને વધુ તેલવાળું ભોજન કરવાથી તમે ભારે અને આળસુ જેવો અનુભવ કરશો. એક હળવું ભોજન તમારા પેટને ઠીક રાખે છે અને તમને સવારે જલ્દી ઉઠવામાં મદદ કરે છે. પોતાના આલાર્મને પથારીની બાજુમાં ન રાખશો, સવારે ઉઠવાની સૌથી સારી રીત છે. જો આપણે આલાર્મને પથારી ની બાજુમાં રાખીએ છીએ તો આલાર્મનું બટન બંધ કરીને ફરી પાછા સુઈ જઈએ છીએ. માટે તમે આલાર્મને તમારી પથારીથી દુર રાખો. કેમ કે સવારે આલાર્મ વાગશે તો તમે પથારીમાંથી ઉઠીને તેને બંધ કરવા જવું પડશે અને તેનાથી તમારી ઊંઘ ઉડી જશે.
જાગ્યા પછી પણ પથારીમાં પડ્યા રહેવું, તમને ફરી સુવા માટે મજબુર કરી શકે છે. માટે જ પથારીમાં પડ્યા રહેવાના બહાના બનાવવાથી દુર રહો અને પ્રયત્ન કરો. ઠંડા પાણી થી ન્હાવાથી તમારી ચેતનાઓને જગાડે, તમને વધુ સતર્ક બનાવવામાં અને તમારી એકાગ્રતા વધારવામાં મદદ કરશે.
આમ તો સુતા પહેલા અને ઉઘતા સમયે વધુ પાણી પીવાની સલાહ નથી આપવામાં આવતી. પણ પાણીનો એક ગ્લાસ પીવાથી નુકશાન પણ નહી થાય. પણ તે તમારા મૂત્રાશયના કાર્યમાં મદદ કરશે અને તમને પેશાબ કરવા માટે જલ્દી ઉઠવામાં પણ મદદ કરશે. પણ જો તમે મધુમેહના દર્દી છો તો તે વારંવાર પેશાબ જવાની તકલીફવાળા છો તો આ પ્રયોગનો ઉપયોગ ન કરશો.