માત્ર 10 રૂપિયાના ખર્ચે ગમેતેવી શરદી-ખાંસી, પેટની તમામ સમસ્યામાંથી માત્ર 30 મિનિટમાં છુટકારો મેળવવા ઘરે જ બનાવો આ ગોળી, અહી ક્લિક કરી જાણી લ્યો બનાવવાની રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સૂંઠ એટલે સુકાયેલા આદુંનો પાઉડર. સૂંઠનો પાવડર એેક ચમત્કારિક ઔષધી જેવો છે. આયુર્વેદમાં સૂંઠને વૈશ્વિક ઔષધ ની ઉપમા આપવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે જે સ્ત્રી સૂવાવડ બાદ સૂંઠનું સેવન કરે તેનું દૂધ પીનારું બાળક બળવાન બને છે. સૂંઠ શરીરનાં પાચનતંત્રની ક્રિયાઓ સુધારે છે. તે મનુષ્યની જીવનશક્તિ અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

પેટમાં આફરો રહેતો હોય, ભૂખ ન લાગતી હોય, અરુચિ જેવું રહેતું હોય, મળપ્રવૃત્તિ નિયમિત ન થતી હોય, તો સૂંઠની ગોળી નો ઉપયોગ હિતાવહ છે. આંતરડાની અંદરની દીવાલને ચોંટેલા કફાદિ દોષોને અને મળને સૂંઠ ઉખાડી નાંખે છે. પરિણામે આંતરડાના અંદરના પાંચનછિદ્રો ખુલ્લાં થાય છે. પાચનદ્રવ્યોના સૂક્ષ્મકણોનું શોષણ થાય છે અને સમગ્ર પાચનતંત્ર તેના કાર્યમાં ઉત્તેજીત થાય છે.

સુંઠની ગોળી બનાવવા માટે સૌથી પહેલા એક નોન સ્ટિક કઢાઈમાં ચોખ્ખું ઘી ગરમ કરવાં મૂકી દો. જેવું ધી ગરમ થાય એટલે તેમાં સમારેલો ગોળ નાખી દો, અને ગેસને મીડીયમ રાખીને તેને હલાવતા રહો. ગોળ જયારે ધી સાથે સરસ રીતે મિક્ષ થઇ જાય ત્યારે તેમાં હળદળ મિક્ષ કરવાની છે. એને સારી રીતે મિક્ષ કર્યા બાદ ગેસ બંધ કરી દેવાનો છે. પછી તેમાં સુંઠ પાઉડર નાખી દેવો, અને બધું સરસ રીતે મિક્ષ કરી દેવાનું છે.

હવે તેને ગેસ પરથી નીચે ઉતારી લેવાનું છે. પછી જયારે તે થોડું ગરમ હોય ત્યારે હાથથી મિક્ષ કરી એની નાની ગોળી  બનાવી લેવાની છે. જો જરૂર લાગે તો તેમાં ધી નાખી શકો છો. તો તૈયાર છે તમારી સુંઠની ગોળી. અને આ ગોળીને એક ડબ્બા ભરીને 10 થી 15 દિવસ ઉપયોગમાં લઇ શકો છો.

સુંઠની ગોળી સવાર-સાંજ જમતાં પહેલાં એક કલાકે લેવામાં આવે તો કાનમાં અવાજ આવવો, મગજ ખાલી લાગવું, ચક્કર આવવા, શરીરનાં અંગો જકડાઈ જવાં, હાથ-પગમાં કંપારી-ધ્રુજારી થવી. મંદાગ્નિ અને અરુચિ વગેરે દૂર થાય છે.

સૂંઠ માથાનો દુખાવો દૂર કરવા માટે પણ જાણીતી  છે. જ્યારે માથાના કોષોમાં બળતરા થાય છે, અથવા વધારે તાણને લીધે, માથાનો દુખાવો શરૂ થાય છે. જો તમને માથાનો દુખાવો ઓછો હોય તો  દવા પહેલા ઘરેલું ઉપાય વાપરી શકો છો. ઘરેલું ઉપાયમાં સૂંઠ અથવા સુંઠની ગોળી  ખાવાથી થતા ફાયદા માથાનો દુખાવો મટાડવામાં મદદ કરી શકે છે.

સૂંઠ ઉષ્ણ અને વાયુનો નાશ કરનાર હોવાથી સર્વપ્રકારના વાયુના અને કફના રોગોમાં પ્રયોજાય છે. જીર્ણ સંધિવા માં ખાસ કરીને પ્રૌઢ અને વૃદ્ધ મનુષ્યોમાં થતાં આ રોગમાં સૂંઠ, મેથી અને દિવેલથી મોટું કોઈ જ ઔષધ નથી આધુનિક ચિકિત્સકો સંધિવામાં તો કોટીસોન અને પેઈનકીલર અનેક ઔષધો વાપરે છે.

સૂંઠ ના ફાયદા ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન પણ જાણીતા છે. સગર્ભા સ્ત્રીઓને સવારે ઉઠતા જ ઉલ્ટી અથવા ઉબકા આવે છે. આ સમયગાળા દરમિયાન, પ્રાચીન કાળથી સૂંઠનું સેવન કરવામાં આવે છે. પાણી સાથે સૂંઠ પી શકાય છે. આ કરવાથી, ઊબકા ઊલટી ઓછું થાય છે અને પેટ સ્વસ્થ રહે છે.

હળવા તાવના કિસ્સામાં, ઘરેલું ઉપચાર દવા પહેલાં સૂંઠ મદદ કરી શકે છે. હળવા તાવના કિસ્સામાં મધ સૂંઠ સાથે ખાઈ શકાય છે. આ કરવાથી શરીરનું તાપમાન વધે છે, જેનાથી પરસેવો આવે છે અને તાવ ઓછું કરવામાં પણ મદદ મળે છે

સૂંઠ અને બીલીના કુમળા ગર્ભનો ક્વાથ કરી પીવાથી કોલેરામાં થતી પેટની વાઢ અને ઝાડા-ઉલટી મટે છે. સૂંઠ અને જીરા સાથે બાફેલા ગાજર ખાવાથી સંગ્રહણી મટે છે. સૂંઠની ભૂકી ને પાણી સાથે ચટણી માફક પીસી, ઘીમાં તળી, તેને ઘી સાથે ખાવાથી વાયુ નાશ પામે છે અને સંગ્રહણી મટે છે.

સૂંઠને જો દૂધમાં ઉકાળીને, ઠંડું કરીને પીવામાં આવે તો એનાથી એડકી આવવાનું બંધ થઇ જાય છે. સાથે જ પાણીમાં ઉકાળીને ઠંડું કરીને પીવામાં આવે તો પાંસળીઓમાં દુખાવો રહેતો નથી. શરીરમાં કોઇપણ પ્રકારનો દુખાવો થતો હોય તો સૂંઠ અને હિંગનો પાવડર ગરમ પાણીની સાથે પીવાથી લાભ થાય છે.

સૂંઠ પાચનક્રિયાને દુરસ્ત કરી વજન ઓછું કરવામાં મદદ કરે છે તેમના સિવાય તે રક્તમાં રહેલ શર્કરા નિયંત્રણ કરી પાચન સક્રિય કરે છે. સૂંઠનું નિયમિત સેવન કરવાથી કોલેસ્ટરોલ અને બ્લડ સુગર લેવલ કંટ્રોલ થાય છે અને તે હૃદયને સ્વસ્થ પણ બનાવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top