કોઇપણ ઋતુ હોય પણ કેટલાક લોકોને શરદી અને ઉધરસની સમસ્યા હંમેશા સતાવતી રહે છે. પરંતુ શરદી-ખાંસી માટે દવાઓ કરતાં જો ઘરગથ્થું ઉપચાર કરવામાં આવે તો તે એલોપેથી દવાઓ કરતા સારા પરિણામ આપી શકે છે.
તુલસી અને આમળા નું ચૂર્ણ :
10-15 તુલસીના પાન, 8-10 કાળી મરીની ચા બનાવીને પીવાથી સૂકી ઉધરસમાં ફેર પડે છે. આંમળાને સુકાવીને ચૂરણ બનાવીને એમાં સમાન માત્રામાં સાકર મિક્સ કરી લો. દરરોજ સવારે એનું 6 ગ્રામ તાજા પાણી સાથે સેવન કરો. જૂનાથી જૂની સૂકી ખાંસી પણ થોડા દિવસોમાં ઠીક થઈ જશે.
મધ ના સેવન થી રાહત :
પાકેલા સફરજનનો રસ કાઢી અને એમાં સાકર મિકસ કરી દરરોજ એને પીવાથી ખાંસીથી રાહત મળે છે.મધ અને ત્રિફળાને સમાન માત્રામાં મિક્સ કરી પીવાથી સૂકી ખાંસીથી છુટકારો મળી શકે છે. તુલસીના પાન ,મીઠું અને લવિંગને પાણીમાં ઉકાળીને આ પાણી ચાળીને પીવાથી ખાંસીથી છુટકારો મળે છે. બે ગ્રામ ઈલાયચીના દાણાને ચૂરણ અને સૂંઠના પાવડર સાથે લઈને બન્નેને મધમાં મિક્સ કરી એનું સેવન કરવાથી સૂકી ખાંસી દૂર થાય છે.
દર ત્રણ કલાકે એક ચમચી તાજા માખણમાં વાટેલી સાકર નાખી ધીમે ધીમે ચાટી જવાથી સૂકી ખાંસી મટે છે. નાનાં બાળકોમાં તો આ પ્રયોગ ખરેખર આશીર્વાદરુપ છે, કેમ કે બાળક હોંશે હોંશે સાકર-માખણ ખાશે અને સૂકીખાંસી મટી જશે. લીંબુના રસમાં તેનાથી ચારગણું મધ મેળવીને ચાટવાથી ઉધરસ મટે છે. કાંદાના રસમાં મધ મેળવીને પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે.
ઉમરા નું દૂધ :
ઉમરાનું દૂધ મોંમાં ઉપલા તાળવે ચોપડી જે લાળ-થુંક આવે તે ગળી જવાથી કોઈ પણ દવાથી મટતી ન હોય તેવી ખાંસી પણ બહુ ઝડપથી મટી જાય છે. આદુનો રસ મધમાં લેવો અને એક નાગરવેલના પાનમાં થોડી હળદર અને ૩-૪ મરી મુકી બીડું વાળી ઉપર લવીંગ ખોસવું. એને ચાર ગ્લાસ પાણીમાં અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી દિવસમાં ત્રણ-ચાર વખત થોડું થોડું પીવું. એનાથી સૂકી ખાંસી તરત જ ઓછી થવા લાગે છે.
કાંદાનો ઉકાળો કરી પીવાથી કફ દૂર થઈ ઉધરસ મટે છે.લવિંગને મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે. મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળી પીવાથી ઉધરસ મટે છે.મરીનું ચૂર્ણ સાકર, ઘી સાથે મેળવી ચાટવાથી સૂકીઉધરસ મટે છે.એક ચમચી મધ અને બે ચમચી આદુનો રસ મેળવી પીવાથી સૂકી ઉધરસ મટે છે.
થોડી હિંગ શેકી, તેને ગરમ પાણીમાં મેળવી, પીવાથી ઉધરસ મટે છે. દ્રાક્ષ અને સાકર મોંમાં રાખી ચૂસવાથી સૂકી ઉધરસ મટે છે. લસણની કળીઓને કચરી, પોટલી બનાવી, તેની વાસ લેવાથી મોટી ઉધરસ, કફ મટે છે. લસણનો ૨૦ થી ૨૫ ટીપાં રસ શરબતમાં મેળવી દિવસમાં ચાર ચાર કલાકને અંતરે પીવાથી મોટીસૂકી ઉધરસ મટે છે.
દાડમ ની છાલ નો ઉપયોગ :
દાડમના ફળની છાલનો ટુકડો મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે. આમલીના કિચૂકાને શેકી, તેનાં છોતરાં કાઢી નાખી, કિચૂકાનું બારીક ચૂર્ણ બનાવી મધ અને ઘીમાં મેળવીને પીવાથી ઉધરસ કે કફમાં લોહી પડતું હોય તો મટે છે. થોડી ખજૂર ખાઈ ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈ નીકળી જશે અને ઉધરસ તથા દમ મટશે. ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી મેળવી પીવાથી ઉધરસ અને કફ મટે છે. રાત્રે મીઠાની કાંકરી મોંમાં રાખી મૂકવાથી ઉધરસ ઓછી આવશે.
ફુદીનાનો રસ પીવાથી સૂકી ઉધરસ મટે છે. અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ છુટો પડી જાય છે. અને ઉધરસ મટે છે.
હળદર અને મીઠાવાળા તાજા શેકેલા ચણા-એક મુઠ્ઠી જેટલા-સવારે તથા રાત્રે સૂતી વખતે ખાવાથી કાયમી શરદી અને સૂકી ઉધરસ રહેતી હોય તે મટે છે. ચણા ખાધા પછી ઉપરથી પાણી ન પીવું.
અજમા નું સેવન :
મીઠું અને હળદરવાળો શેકેલો અજમો જમ્યા પછી મુખવાસ તરીકે ખાવાથી ઉધરસ અને શરદી મટે છે. હળદર અને સૂંઠ સવારસાંજ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે. હળદરને તાવડીમાં શેકી તેની ગાંગડી મોંમા રાખી ચૂસવાથી કફની સૂકી ખાંસી મટે છે. નવશેકા પાણી સાથે અજમો ખાવાથી કફની ખાંસી મટે છે. તુલસીનો રસ સાકર સાથે પીવાથી ઉધરસ અને છાતીનો દુઃખાવો મટે છે.
અરડૂસીનાં પાનના રસ સાથે મધ લેવાથી ઉધરસ મટે છે. ખાંડ સાથે બે ટીપાં કેરોસીન દિવસમાં ત્રણ-ચાર વાર ચાટવાથી સૂકી ઉધરસ મટે છે. કેળના પાનને બાળી, ભસ્મ બનાવી, તે ભસ્મ દશ ગ્રામની માત્રામાં દિવસમાં ત્રણવાર મધ સાથે ચાટવાથી ઉટાંટિયામાં રાહત થાય છે.અને સૂકી ઉધરાશ પણ માટે છે.