સોરાયસીસ ચામડીનો દારુણ વ્યાધી છે. એમાં ભયંકર ખંજવાળ આવે છે. શીયાળામાં એ ઉથલો મારે છે.પીપળાની છાલ સુકવી તેનું ચુર્ણ કરવું. આ ચુર્ણ બજારમાં તૈયાર પણ મળે છે. જો સોરાયસીસમાં ચામડી સુકી રહેતી હોય તો પીપળાની છાલનું ચુર્ણ કોપરેલમાં મેળવીને લગાડવું અને જો ચામડી ભીની રહેતી હોય તો ચુર્ણ ઉપરથી જ ભભરાવતા રહેવું. દીવસમાં બે-ત્રણ વખત લગાડતાં રહેવાથી ફાયદો થવાની શક્યતા છે.
સમભાગે ટર્પેન્ટાઈન અને કપુર લેવાં. ટર્પેન્ટાઈન ગરમ કરી તેમાં કપુર મેળવી શીશીમાં બંધ કરી રાખી મુકવું. દરરોજ સવાર-સાંજ આ તેલ સોરાઈસીસવાળા ભાગ પર ઘસવું.
સરખા ભાગે આમલસાર ગંધક અને કૉસ્ટીક સૉડામાં વાટેલી ખાંડ ભેળવી કાચની શીશીમાં ભરી રાખવાથી તે પ્રવાહી બની જાય છે. આ પ્રવાહી સોરાયસીસવાળા ભાગો પર થોડું થોડું દીવસમાં બે-ચાર વાર ધીરજ પુર્વક લાંબા સમય સુધી ચોપડતા રહેવાથી સોરાઈસીસ મટે છે. સમાન ભાગે અરડુસીના પાનનું ચુર્ણ અને હળદરને ગૌમુત્રમાં મેળવી દીવસમાં બે વખત લગાડવાથી સોરાયસીસની તકલીફ મટે છે.
લીમડાનાં પાન જેટલી વાર અને જેટલાં ચાવીને ખવાય તેટલાં ખાતા રહેવાથી સોરાયસીસ મટે છે.મજીઠ, લીમડાનાં પાન, ચોપચીની, વાવડીંગ અને આમળાનું સરખે ભાગે ચુર્ણ એક એક ચમચી સવાર-સાંજ નીયમીત લેવાથી સોરાયસીસની બીમારી મટે છે.દરરોજ દીવસમાં જેટલી વખત મુત્રત્યાગ કરો ત્યારે એ તાજા મુત્રનું માલીશ કરતા રહેવાથી સોરાયસીસ મટે છે.
સોરાયસીસ એ એક ગંભીર પ્રકાર નુ સ્કીન ડિસીઝ છે જેમા અચાનક જ સ્કિન મા સેલ્સ ની સંખ્યા વધવા માંડે છે અને સ્કીન જાડી થવા માંડે છે. ત્યાર બાદ ધીમે-ધીમે સ્કીન પર ખંજવાળ આવવા માંડે છે અને પોપડીઓ થવા માંડે છે. આ પોપડીઓ સફેદ હોય છે. આ બિમારી નુ ગંભીર સ્વરૂપ આખા શરીર ને લાલ ચાંભાવાળી ચામડી થી ઢાંકી દે છે.આ બિમારી મુખ્યત્વે કોણી , ગોઠણ તથા માથા ના ભાગ પર ઉદ્દભવે છે.
આ રોગ ની સારી વાત એ છે કે તે ચેપી નથી એટલે કે કોઈ ને અડકવા થી નથી ફેલાતો. હાલ ના આધુનિક સમય મા હજુ સુધી એવા કોઈ આધુનિક સંશોધનો નથી શોધાયા કે જે આ રોગ ની પૂર્વ જાણકારી આપી શકે. બ્લડ ટેસ્ટ મા પણ આ બિમારી જાણી શકાતી નથી. આ બિમારી કોઈપણ વય ના વ્યક્તિ મા ફેલાઈ શકે પરંતુ , સામાન્ય રીતે આ બિમારી ૧૦ વર્ષ થી ઓછી વય ના લોકો મા નથી ફેલાતી. આ બિમારિ મુખ્યત્વે ૧૫ થી ૪૦ ની વચ્ચે ની વય ધરાવતા વ્યક્તિઓ મા વધુ જોવા મળે છે.
અંદાજિત દર વર્ષે આખી વસ્તિ ના ૩ ટકા લોકો આ સમસ્યા થી પીડાઈ છે. આ બિમારી આજીવન રહેતી બિમારી ગણાય છે. મેડીકલ ના તજજ્ઞો હજુ પણ હાલ સુધી આ બિમારી ફેલાવવા નુ યોગ્ય કારણ શોધી શક્યા નથી. આમ છતા પણ એક એવો અંદાજ લગાવવામા આવે છે કે શરીર ની ઈમ્યુનિટી સિસ્ટમ મા સમસ્યા ઉદ્દભવવા થી આ બિમારી ફેલાય છે. ઈમ્યુનિટી સિસ્ટમ એટલે પ્રતિરક્ષા પ્રણાલી જે આપાણા શરીર ને રોગો થી રક્ષણ આપે છે.
આ બિમારી વારસાગત પણ હોઈ શકે છે. જે પેઢી દર પેઢી ચાલી આવતી હોય. આ બિમારી થી વિશ્વ ના ઘણા લોકો પીડાઈ છે. શિયાળા ની મૌસમ મા આ બિમારી વધુ પડતી ફેલાય છે. ઘણા દર્દીઓ એવુ જણાવે છે કે ઉનાળા ની મૌસમ થી તથા તાપ થી તેમને આ સમસ્યા મા રાહત મળે છે. એલોપેથી દ્વારા તો આ બિમારી ને દૂર કરવી અશકય છે. પરંતુ , પ્રકૃતિ મા અમુક એવી ચીજવસ્તુઓ છે જે આ બિમારી ને કાબુ મા લાવી શકે છે. તો ચાલો જાણીએ કઈ છે આ વસ્તુઓ.
દસ નંગ બદામ લઈ તેનો ભુક્કો કરી લો અને આ ભુક્કા ને પાણી મા ઉકાળી લો. ત્યારબાદ આ મિશ્રણ ને સોરાયસીસ થયેલા ભાગ પર લગાવવુ. આ મિશ્રણ રાત્રિએ સૂતા સમયે લગાવવુ અને સવારે ઊઠી ને પાણી થી ધોઈ નાખવુ. જેથી આ સમસ્યા દૂર કરી શકાય.
૧ ચમચી ચંદન નો પાવડર લઈ તેને અડધા લીટર પાણી મા ઉકાળી પાણી ત્રીજા ભાગ નુ રહે ત્યારે ઉતારી લેવુ. ત્યારબાદ તેમા થોડુ ગુલાબજળ અને સાકર ઉમેરી તેનુ આખા દિવસ મા ત્રણ વખત સેવન કરવુ. જે અસરકારક છે.
સોરાયસીસ ના નિદાન માટે કોબી ખૂબ જ અસરકારક છે. કોબી ના ઉપર ના પર્ણો લઈ તેને હથેળી થી દબાવી ને સીધા કરી લો. ત્યારબાદ તેને ગરમ કરી અસરગ્રસ્ત ભાગ પર મૂકી સુતરાઉ કાપડ લપેટી લેવુ. આ ઉપચાર દિવસ મા બે વખત અજમાવવો જેથી રાહત મળે છે. આ સાથે કોબી નુ સુપ બનાવી ને સવારે તથા સાંજે તેનુ સેવન કરવા મા આવે તો સોરાયસીસ મા રાહત મળે છે.
જો લીંબુ ના રસ મા થોડુ પાણી ઉમેરી ને સોરાયસીસ વાળા ભાગ પર લગાવવા મા આવે તો રાહત મળે છે. આ ઉપરાંત લીંબુ નો રસ ૩ કલાક ના અંતરે આખા દિવસ મા ૫ વાર સેવન કરવા મા આવે તો પણ રાહત મળે છે.
શિકાકાઈ પાણી મા ઉકાળી ને સોરાયસીસ વાળા ભાગ પર લગાવવા મા આવે તો રાહત મળે છે.કેળા ના પર્ણો સોરાયસીસ થી અસરગ્રસ્ત ભાગ પર લપેટવા મા આવે તો રાહત મળે છે.
આ બિમારી મા થી મુક્તિ મેળવવા માટે જીવનશૈલી મા પરિવર્તન લાવવુ આવશ્યક છે. શિયાળા ના દિવસો મા ૩ લિટર તથા ઉનાળા ની ઋતુ મા ૫-૬ પાણી પિવુ. જેથી , વિજાતીય પદાર્થો શરીર ની બહાર નીકળી જાય.
સોરાયસીસ ની બિમારી મા એક રૂલ ફોલો કરવો પડે છે કે દર્દી ને ૧૦ થી ૧૫ દિવસ માટે ફક્ત ફળો નુ જ સેવન કરાવવુ અને ત્યારબાદ અન્ય વસ્તુઓ નુ સેવન કરાવડાવવુ.
આ સમસ્યા થી પીડાતા વ્યક્તિઓ ને હુંફાળા જળ મા એનીમા આપવા જેથી આ બિમારી ની તીવ્રતા ઘટી જાય છે.આ ભાગ ને નમકવાળા પાણી થી સાફ કરી ને તેના પર જેતુન નુ ઓઈલ લગાવવુ જેથી રાહત મળે તથા આહાર મા વધુ પડતા નમક નુ સેવન ટાળવુ.આ સમસ્યા થી પીડાતા લોકોએ ધુમ્રપાન , મદિરાપાન વગેરે જેવી નશીલી વસ્તુઓ નુ સેવન ટાળવુ.