શું તમે જાણો છો આંખો ની રોશની વધારનાર અમૃત સમાન આ ફળ વિશે? જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સીતાફળએ ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે. સામાન્ય રીતે શિયાળાની શરૂઆતમાં જ સીતાફળ આવતા હોય છે. અને મોટાભાગના લોકો શિયાળાની ઋતુમાં સીતાફળનો સ્વાદ માણતા હોય છે. સીતાફળ એ ખૂબ જ પૌષ્ટિક વસ્તુ છે. અને નિયમિત રૂપે સીતાફળનું સેવન કરવામાં આવે તો શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે. સીતાફળ પિત્તશામક, તૃષાશામક અને ઉલટીને બંધ કરનાર, સૌન્દર્યવર્ધક, વીર્યવર્ધક, ઉર્જા વર્ધક, વાતદોષ શામક વગેરે જેવા ગુણ ધરાવે છે.

શિયાળાની ઋતુમાં જો સીતાફળનું સેવન કરવામાં આવે તો આપણા શરીરને અનેક રીતે ફાયદા થાય છે. સીતાફળની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. અને સાથે સાથે તેની અંદર વિટામિન સી હોય છે. જે  શરીરની રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે છે.. સીતાફળમાં વિટામીન ઈ ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદગાર નીવડે છે, સીતાફળ ત્વચા ઉપર એજિંગની અસર જલદીથી નથી થવા દેતું, આ સિવાય સીતાફળ વાળ માટે પણ ફાયદાકારક છે.

સીતાફળનું સેવન અસ્થમાથી બચાવી રાખે છે. સીતાફળમાં વિટામીન B ભરપૂર હોય છે જે તમને અસ્થમાના એટેકથી બચાવી રાખે છે, આમાં બ્રોન્કાઈલ ઇન્ફ્લેમેશનથી બચાવવાના પણ ગુણો હોય છે, વળી સીતાફળમાં રહેલા મેગ્નેશિયમ હાર્ટને કાર્ડિયાક એટેકથી પણ બચાવી રાખ છે. જે લોકોનું વજન ઓછું હોય અને તેઓ વજન વધારવાની મથામણમાં હોય તે લોકો માટે સીતાફળ ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

રોજે એક સીતાફળ અને તેની અંદર એક ચમચી મધ નાખીને ખાવાથી વજન વધારવામાં મદદરૂપ થાય છે. સીતાફળમાં કોપર અને ફાઈબરની માત્ર હોવાથી તે પાચન શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે, અને સાથે સાથે કબજિયાતની તકલિફ પણ દુર થાય છે. જો ડાયરિયાની તકલિફ હોય તો સીતાફળને તડકામાં સુકવીને રાખવું અને આ સુકવેલા સીતાફળનો પાઉડર બનાવીને પાણી સાથે એક ચમચી પાઉડર લેવાથી ડાયરિયા મટી જાય છે અને પાચન શક્તિ માં પણ વધારો થાય છે.

પ્રેગ્નન્સી દરમિયાન સીતાફળ ખાવાથી ગર્ભમાં રહેલા શિશુનું મગજ, નર્વસ સીસ્ટમ અને ઈમ્યુન સીસ્ટમ મજબૂત બને છે, વળી સીતાફળના સેવનથી મીસ્કેરેજની આશંકા પણ ઘટી જાય છે. સીતાફળમાં પોટેશિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ વધારે માત્રામાં હોવાથી માનવીના શરીરમાં તે ઘણું ફાયદાકારક રહે છે. અને તેના કારણે બ્લડપ્રેસર પણ કંટ્રોલમાં રહે છે.

જો દિવસ દરમિયાન કાર્ય કરતી વખતે સુસ્તી નો અહેસાસ થતો હોય અને શરીરની અંદર નવી ઊર્જાની જરૂર હોય તો, સીતાફળનું સેવન ખૂબ જ ઉપયોગી સાબિત થાય. સીતાફળ ની અંદર ભરપૂર માત્રામાં એનર્જી હોય છે. અને આથી જ તેનું સેવન કરવાના કારણે શરીરને કાર્ય કરવાની યોગ્ય ઉર્જા મળી રહે છે અને સાથે સાથે થાક અને માસપેશીઓની કમજોરીની સમસ્યા પણ થઈ જાય છે દૂર.

આજના સમયમાં ઘણા લોકોને મગજને લગતી અને પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. પરંતુ મગજની કોઈ પણ પ્રકારની સમસ્યાને દૂર કરવા માટે સીતાફળનું સેવન ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સીતાફળ ની અંદર અમુક એવા તત્વ હોય છે. જે મગજને શાંત કરી શીતળતા પ્રદાન કરે છે.  અને  મગજની દરેક સમસ્યાઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.

દાંત અને એનીમિયાની સમસ્યા સ્વસ્થ દાંત માટે સીતાફળ પણ ખૂબ જ લાભકારી સાબિત થાય છે. જો નિયમિત રૂપે સીતાફળનું સેવન કરવામાં આવે તો તેના કારણે  પેઢા ની અંદર થતા દુખાવામાં પણ રાહત મળે છે. આ ઉપરાંત સીતાફળનું સેવન  એનિમિયાની સમસ્યામાંથી પણ બચવામાં મદદરૂપ સાબિત થાય છે. આંખો તથા સાંધાના દુઃખાવામાં સીતાફળનું સેવન કરવાથી રાહત મળે છે.

આંખોની જોવાની ક્ષમતાને વધારી દે છે. સાથે-સાથે આંખને લગતી દરેક સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. સીતાફળ ની અંદર ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે . જે સાંધાના દુખાવાની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે, બ્લડ સુગર સીતાફળનું સેવન શરીરના બ્લડશુગરને કંટ્રોલમાં રાખે છે. સીતાફળ ની અંદર સોડિયમ અને પોટેશિયમ સંતુલિત માત્રામાં હોય છે.

જે  શરીરના બ્લડ પ્રેસરની સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે, સીતાફળ માં મેગ્નેશિયમ સારી માત્રા માં મળે છે.  જે શરીર માં પાણી ને સંતુલિત રાખે છે. સાંધાઓ માં એસીડ ના કારણે દર્દ થાય છે અને એસીડ જ ગઠીયા નું મુખ્ય કારણ છે.  એવામાં તેનો ઉપયોગ ગઠીયા માં પણ આરામ અપાવે છે. સીતાફળ માં સોડીયમ અને પોટેશિયમ પણ મળે છે.  જે દિલ ને મજબુત રાખે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top