બીપી, શીળસ,માંસપેશીઓમાં દુખાવાથી રાહત મેળવવા રોજિંદા ખોરાક માં જરૂર કરો આનો ઉપયોગ, જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કોઇપણ વાનગી બનાવો જો તેમાં મીઠું ન હોય તો તે વાનગીનો સ્વાદ આવતો જ નથી. તે વાનગી ફીકી જ લાગે છે. ગમે તેટલા મરી મસાલા નાખ્યા હોય તેમ છતાં મીઠા વગરની વાનગી સાવ ફીકી લાગતી હોય છે. સ્વાદ માટે તે જરૂરી છે, પરંતુ સ્વાસ્થ્ય માટે તે જોખમી પણ છે. તો શું કરવું? આપણી પાસે તેના માટે શ્રેષ્ઠ ઓપ્શન સિંધાલૂણ છે.

સિંધાલૂણને ઘણાં લોકો સિંધવ મીઠું કે નમક તરીકે પણ ઓળખે છે. જે વ્યક્તિને બી.પીની તકલીફ છે તે લોકોને ખાસ મીઠાની જગ્યાએ સિંધવ મીઠું ખાવાની સલાહ આપવામાં આવે છે. સિંધવ મીઠું એ મીઠાનો કોઇ પ્રકાર નથી પણ તે એક નેચરલ મિનરલ છે, જે સલ્ફર અને મેગ્નેશિયમને મિક્સ કરીને બને છે. આ એક પ્રકારનું ખનીજ છે. તે પાણીમાં નાખતાં તરત ઓગળી જાય છે અને ઓગળતાની સાથે જ મેગ્નેશિયમ અને સલ્ફેટ ઉત્પન્ન કરે છે.

સીંધવ મળસ્તંભક અને હૃદયરોગમાં હીતકર છે. તે બધાં લવણોમાં સૌમ્ય છે. એ રુચીકર, વૃષ્ય, ચક્ષુષ્ય, અગ્નીદીપક, શુદ્ધ, સ્વાદુ, લઘુ તથા સુંવાળું, આહાર પચાવનાર, શીતળ, અવીદાહી(દાહ ન કરનાર), સુક્ષ્મ, હૃદ્ય, ત્રીદોષનો નાશ કરનાર તેમ જ વ્રણદોષ, મળસ્તંભક અને હૃદયરોગનો  નાશ કરે છે.

જે વ્યક્તિ તણાવથી પીડાતી હોય તે જો સિંધવ મીઠું પાણીમાં મિક્સ કરી નહાય તો તણાવ ઘણો ઓછો થઇ જાય છે. આનાથી માત્ર તણાવ જ ઓછો નથી થતો, પરંતુ માંસપેશીઓ જકડાઇ ગઇ હોય, તેમાં દુખાવો થતો હોય તો તે પણ દૂર થાય છે.

સીંધાલુણ ઘી અથવા તલના તેલમાં મીશ્ર કરીને ચોળવાથી શીળસ બેસી જાય છે.તલના તેલમાં સીંધવ અને લસણ વાટીને નાખવું. પછી ગરમ કરી, ઠંડું કરી તેના ટીપા કાનમાં પાડવાથી કાનનો દુખાવો તરત જ મટી જાય છે.

સિંધાલૂણ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં સહાયક છે, જેનાથી હાર્ટ અટેકની શકયતાને પણ ઓછું કરે છે. તે સિવાય હાઈ બ્લ્ડપ્રેશરને કંટ્રોલ કરવામાં પણ સિંધાલૂણ ફાયદાકારી હોય છે.

ડાયાબિટીસને કારણે ઘણી વાર શરીરમાં મેગ્નેશિયમની કમી વર્તાવા લાગે છે. તે યુરિન વાટે શરીરમાંથી બહાર નીકળી જાય છે. શરીરમાંથી મેગ્નેશિયમ બહાર નીકળી જવાથી હોર્મોન્સ અસંતુલિત થવા લાગે છે. આમ થવાથી ડાયાબિટીસનો ભય વધી જાય છે. સિંધવ મીઠું ખાવાથી મેગ્નેશિયમનું સ્તર જળવાઇ રહે છે.

માંસપેશીઓમાં દુખાવા અને એંઠન હોય, કે પછી હાડકાઓથી સંકળાયેલી કોઈ સમસ્યા, સિંધાલૂણનો સેવન કરવાથી તમારી આ સમસ્યા ધીમે-ધીમે પૂરી રીતે સમાપ્ત થઈ જશે. પથરી એટલે કે સ્ટોન થતાં, સિંધાલૂણ અને લીંબૂ પાણીમાં મિક્સ કરી પીવાથી કેટલાક જ દિવસોમાં પથરી ઓળગવા લાગે છે. તેમજ સાઈનસના દુખાવાને ઓછું કરવામાં જ સિંધાલૂણ ફાયદાકારી છે.

શરીર સ્વસ્થ રહે તે માટે આઠ કલાકની ઊંઘ જરૂરી છે. જેને આઠ કલાકની ઊંઘ નથી આવતી તેણે સિંધાલૂણ ખાવું જોઇએ. તેનાથી આખા દિવસનો થાક દૂર થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. તેની અંદર રહેલું મેલાટોનિન નામનું તત્ત્વ ઊંઘ લાવવાનું કામ કરે છે.

બ્લડપ્રેશરની સમસ્યા થાય એટલે મીઠું બંધ કરવાની કે ઓછું લેવાની સલાહ આપવામાં આવે છે. તે સમયે સિંધાલૂણ મદદરૂપ બને છે. સિંધાલૂણમાં રહેલું મેગ્નેશિયમ બ્લડપ્રેશર કંટ્રોલ કરવાનું કામ કરે છે. તેથી બ્લડપ્રેશરના દરદીઓને તે ખાવાની સલાહ આપવામાં આવે છે.

સિંધવ મીઠામાં લેક્સેટિવ ગુણ હોય છે. લેક્સેટિવના કારણે પેટમાં કબજિયાત નથી થતી. પેટ સાફ આવી જાય છે અને પાચનને લગતી કોઇપણ તકલીફ નથી થતી, કારણ કે સિંધાલૂણ ખાવાથી પેટમાં પાચન હોર્મોન્સ અને ન્યૂરો ટ્રાન્સમીટર બંને ઉત્પન્ન થાય છે. તેનાથી ખાધેલો ખોરાક આસાનીથી પચી જાય છે અને આમ કબજિયાતથી તમે દૂર રહી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top