હિસ્ટેરીયા કે વાઈ ની આંચકી વખતે તરત જ અપનાવો આ ઈલાજ, જરૂર જાણો અને શેર કરી અન્ય ને જણાવો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે હીસ્ટીરીયા અને વાઈ (એપીલેપ્સી) વિશે લોકોમાં ઘણી ગેરસમજ પ્રવર્તે છે. પરંતુ હીસ્ટીરીયા અને વાઈ (જેને ફેફરું પણ કહે છે.) બંને તદ્દન જુદા જ રોગો છે. અગાઉ જોયા પ્રમાણે હિસ્ટીરીયા તો કોઈપણ રોગનું રૂપ ધારણ કરી શકે છે, જેમાંનો વાઈ પણ એક રોગ છે અને પરિણામે ગેરસમજ ઉભી થાય છે.

આપણું મગજ લાખો કોષો (સેલ્ફ કે ન્યુરોન્સ)નું બન્યુ છે. આ કોષોમાંથી વિજળીના કળવા કરંટ જેવી ઉર્જા સતત નિકળતી હોય છે. અને આ કરંટ મારફત જ મગજ શરીરના અન્ય અંગોને સંદેશા મોકલાવે છે.

ટુંક જ શરીરની બધી જ કામગીરીનું નિયંત્રણ આપણું મગજ ન્યુરોનના ઈલેકટ્રીક ડિસ્ચાર્જ દ્વારા કરે છે. પરંતુ કોઈ અગમ્ય કારણસર મગજનાં કોષોમાં થતી ગરબડ અને તેને પગલે કોષોમાંથી નિકળતા કરંટનું પ્રમાણ અચાનક વધી જાય છે. અને વાઈ(ખેંચ-આંચકી) આવી જાય છે.

 

ચકકર આવવા, બેભાન થઈ જવુ, હાથપગ અકકડ થઈ જવા, મોઢામાં ફીણ આવવા, આંખો ઉપર ચડી જવી, જીભ કચડાઈ જવી, કપડામાં પેશાબ થઈ જવો શરીર ભુખરૃ પડી જવુ સહિતના લક્ષણો વાઈના છે.

વાઈ બે ધ્યાન થઈ જવુ, તાકી તાકીને જોઈ રહેવુ, હાથમાંથી વસ્તુ પડી જવી, અસમંજસ વર્તન કરવા સહિતના લક્ષણો વાઈમાં જોવા મળે છે. જન્મ સમયે મગજને ઈજા કે ઓક્સિજનની ઉણપ મગજની ગાંઠ, સોજો કે હેમરેજ, એકિસડન્ટ અને માથાની અન્ય ઈજા, મગજનો તાવ, લોહિમાં ખોડ કે, કેલ્શિયમની વધઘટ સહિતના કારણે વાઈ આવે છે.

એપિલેપ્સીનો હુમલો દર્દીને ચાર-પાંચ સેકન્ડથી માંડી દસ મિનિટ સુધી પણ આવી શકે છે. જ્યારે જ્યારે ખેંચ આવે ત્યારે ડોક્ટરનો સંપર્ક સાંધવો જરૂરી છે. અમુક વખત અકસ્માતને કારણે દર્દીને ખેંચ આવતી હોય છે.

પરિવારમાં ફક્ત માતા કે પિતા બંનેમાંથી એક વ્યક્તિને ખેંચ આવતી હોય તો બાળકને ભવિષ્યમાં ખેંચ આવી શકે છે પરંતુ ખેંચ આવશે જ એવું ચોક્કસપણે ક્યારેય કહી શકાય નહીં. વળગાડને કારણે ખેંચ આવતી હોય એવું આજ સુધી જોવા મળ્યું નથી. આ ફક્ત અંધશ્રદ્ધા છે. ભગવાન ઉપર શ્રદ્ધા રાખવી એ અલગ વાત છે અને અંધશ્રદ્ધા રાખવી એ આખી જુદી વાત છે. તેથી ક્યારેય અંધશ્રદ્ધા ન રાખવી જોઇએ.

મગજમાં ટ્યુમર હોવાને લીધે પણ એપિલેપ્સી થઇ શકે છે. દવાઓ લેવા છતાં એપિલેપ્સી પર કન્ટ્રોલ ન લાવી શકાય એમ હોય ત્યારે સર્જરી દ્વારા સારવાર શક્ય છે. સર્જરીમાં પણ અનેક પ્રકાર હોય છે. જે ખેંચના ઉદભવસ્થાન પર આધાર રાખે છે.

દરેક કેસમાં સર્જરી પછી એપિલેપ્સીમાંથી હંમેશાં માટે છુટકારો મળી જ જાય છે એવું નથી. પરંતુ પહેલાં એપિલેપ્સીના જે હુમલા આવતા હોય એના પ્રમાણમાં રાહત ચોક્કસપણે મેળવી શકાય છે. જે કેસમાં દવા દ્વારા પણ એપિલેપ્સી પર કન્ટ્રોલ રાખી શકાતો નથી એવા કેસમાં ઓપરેશન બાદ કન્ટ્રોલ રાખી શકાય છે.

દર્દીને ડુંગળી અથવા જૂતા સૂંઘાડવાથી ખેંચ બંધ થઇ જાય છે, આ ખોટી માન્યતાઓ છે. વાઈના હુમલા વખતે એને એક પડખા પર સુવાડી દેવો જોઈએ અને એના મોમાં કઈ પણ નાખવું ના જોઈએ. વાઈને મટાડવાની કોઈ દવા નથી પણ ૮૦ ટકા દર્દીઓમાં ખેંચની દવાઓ ખૂબજ અસરકારક હોય છે અને તેને કાબૂમાં રાખે છે.

જો દર્દી સમજીને ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત દવા લેવાનું રાખે તો વાઈની બીમારી સાથે પણ સુખી અને સફળ જીવન જીવી શકે છે. ઘણા જાણીતા કવિઓ, લેખકો અને રમતવીરો છે કે જેમણે વાઈ હોવા છતાં તેમના સંબંધિત ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી છે.

વાઈના કેટલાક મહત્વના કારણોમાં મગજની ઇજા છે તો હેલ્મેટ પહેરવાથી આવી રીતે થતી વાઇની બીમારી અટકાવી શકાય છે. સાથે સાથે મગજના ચેપી રોગો જમકે ટીબી વગેરેને કાબુમાં લાવવા જોઈએ અને બાળકોને રસી અપાવવી જોઈએ.

જેમને ખેંચ આવતી હોય તેવી વ્યક્તિનાં લગ્ન થઇ શકે નહીં અને તે નોકરી ધંધો કરી શકે નહીં.આ ખોટી માન્યતા છે. જેમને ખેંચ આવતી હોય તેમાથી મોટાભાગની વ્યક્તિ સાધારણ જિંદગી જીવી શકે છે. તે લગ્ન પણ કરી શકે છે અને નોકરી પણ કરી શકે છે.

જે વ્યક્તિને ખેંચ આવતી હોય તેને ખેંચ આવે એ દરમિયાન વ્યક્તિને પકડી કે જકડી રાખવી જોઇએ નહી ,આવું ન કરવું જોઇએ. આમ કરવાથી ખેંચ બંધ થઇ જતી નથી. આ ઉપરાંત આમ કરવાથી વ્યક્તિને કાયમી ઇજા થઇ શકે છે. ખેંચ દરમિયાન બાળક કે કોઇ વ્યક્તિના મોંમાં કોઇ વસ્તુ કે આંગળી ન મૂકવી જોઇએ. આમ કરવાથી બાળકને અથવા તો દર્દીને ઇજા થઇ શકે છે.

નવી દવાઓના આગમનને લીધે, રોગ વિશેની વધતી જતી જાગૃતિ સાથે અને યોગ્ય સમયે તબીબી સારવારની પ્રાપ્તિને લીધે વાઈથી પીડિત દર્દી ઘણું સારું જીવન જીવી શકે છે. જીવનની સમસ્યાઓ તરફ હકારાત્મક અભિગમ રાખવો એ સફળતા અને સંતોષ માટે ચાવીરૂપ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top