દરેક માણસ ના શરીર માંથી ઘણીવાર અમુક પ્રકારના અવાજો આવતા હોય છે જેમકે શ્વાસ લેતી વખતે આવતો અવાજ, પેટ માંથી આવતો અવાજ, નસકોરાનો અવાજ વગેરે. પરંતુ આપણે આ પ્રકારના અવાજ ને ઘણી વાર નજર અંદાજ કરી દેતા હોઈએ છીએ. આ પ્રકારના અવાજ સામાન્ય રીતે આપણા શરીરના વિવિધ અંગો ના કામ કરવાને કારણે આવતા હોય છે પરંતુ તેમાંના ઘણા અવાજો શરીરના અસ્વસ્થ હોવા નો સંકેત પણ આપતા હોય છે, તો જ્યારે પણ તમારા શરીરમાંથી કોઈપણ પ્રકારના અવાજ આવે ત્યારે ધ્યાનથી સાંભળીને સાવધાન થઈ જવું.
ઘણીવાર આપણે એવું માની લેતા હોઈએ છીએ કે થાકને કારણે નસકોરાનો અવાજ આવવો સામાન્ય છે પરંતુ આ વાત સાચી નથી, જાડાપણું અને ગળામાં મેમ્બ્રેન ના કારણે નસકોરાનો અવાજ આવી શકે છે. નસકોરા ના અવાજ ના કારણે એપ્રિયા ડાયાબિટીસ અને સ્ટ્રોક ની સમસ્યાનો સામનો કરવો પડે છે.
ઘણીવાર આપણા કાનમાં અચાનક ઘંટી અથવા સીટી નો અવાજ સંભળાય છે આ અવાજ એક મુશ્કેલીનો સંકેત આપે છે જેને ટીનીટ્સ કહેવામાં આવે છે. ઘણીવાર અચાનક વાતાવરણમાં ક્યાંકથી બહુ જોર મા અવાજ આવે છે અને તે અચાનક જ શાંત થઈ જાય છે ત્યારે કાનમાં સીટી કે ઘંટી નો અવાજ સંભળાય છે, જે જોર માં આવેલા અવાજનો પડઘો હોય છે.
પરંતુ જો આ પ્રકારના અવાજ વારંવાર સાંભળવા મળતા હોય તો આ અવાજ તમને એ વાતનો સંકેત આપે છે કે તમને કાનમાં ઇન્ફેક્શન લાગી ગયું છે. ટીનીટસ નો સંકેત સંભળાય તો તરત જ ડોક્ટરનું માર્ગદર્શન લેવું જોઈએ. મ્યુકસ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે કારણકે તે આપણા શરીરમાં હવામાં રહેલા બૅક્ટેરિયા અને કીટાણુઓ ને પ્રવેશવા દેતી નથી, પરંતુ મ્યુકસ ને કારણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા ધીમી પડી જાય છે અને શ્વાસ લેવામાં મુશ્કેલી નો સામનો કરવો પડે છે.
મનુષ્ય માટે શ્વાસ લેવો તે શરીરની એકદમ સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ ઘણી બધી વાર શ્વાસ લેતી વખતે ખર ખર અને સીટી જેવા વિવિધ પ્રકારના અવાજો નીકળે છે. આ તમામ પ્રકારના અવાજો એ વાતનો સંકેત આપે છે કે તમારી શ્વાસ નળીમાં વધારે મ્યુકસ જમા થઈ ગઈ છે જેના લીધે સમસ્યા ઊભી થાય છે.
મનુષ્યના પેટમાં થી અવાજ આવવો તે એક સંકેત માનવામાં આવે છે, પેટ માંથી આવતા અવાજનો અર્થ એ થાય છે કે શરીરમાં પાચનતંત્રમાં કોઈ ગડબડ છે. સામાન્ય રીતે પેટમાં સરખું પાચન ન થવાના કારણે આ પ્રકારનો અવાજ આવે છે. પરંતુ જો પેટમાંથી વારંવાર આ પ્રકારનો અવાજ આવે તો ડોક્ટરનો સંપર્ક કરવો ખૂબ જરૂરી છે.
ઘણીવાર આપણને એકધારી ઉધરસ આવતી હોય છે અને ઉધરસ ખાતી વખતે સીટી અને કૂતરાના ભસવાનો અવાજ આવે છે. આ અવાજ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બીમારીનો સંકેત છે, આ પ્રકારનો અવાજ આવવો તે અસ્થમાં, એલર્જી અને કંજેસ્ટિવ હાર્ટ ફેઇલ્યર નો સંકેત પણ આપે છે. જો કોઈને એકધારી ઉધરસ આવે અને તે દરમ્યાન શ્વાસ લેવામાં અડચણ લાગે તો જલ્દીથી ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ઘણી બધી વાર આપણે જોતા હોઈએ છીએ કે ચાલતી વખતે, બેસતી વખતે અથવા તો ઉભા થતી વખતે સાંધામાંથી કટ જેવો હાડકા નો અવાજ સાંભળવા મળે છે. જ્યારે સાંધા ની વચ્ચે હવા ભરાઈ જાય ત્યારે સામાન્ય રીતે આ અવાજ આપણને સાંભળવા મળે છે.
જો આ પ્રકારના અવાજ તમને વારંવાર સાંભળવા મળે અથવા તો ચાલતી વખતે, ઉઠતી વખતે અથવા તો બેસતી વખતે આ પ્રકારના અવાજ સાંભળવા મળે તો તે એ વાતનો સંકેત છે કે તમારા સાંધામાં લુબ્રીકેટ ઓછું થઈ ગયું છે, સામાન્ય રીતે આ અવાજ મોટી ઉંમરના લોકોમાં વધારે જોવા મળે છે. જો તમને આ પ્રકારની સમસ્યાનો સામનો વારંવાર કરવો પડતો હોય તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
સામાન્ય રીતે આપણને જ્યારે ઘણી ભૂખ લાગી હોય અથવા તો આપણે ભરપેટ જમી લીધું હોય ત્યારે આપણને ઓડકારની સમસ્યા થતી હોય છે. ઓડકારની સમસ્યા પેટમાં ભરાયેલા ગેસના બહાર નીકળવાના કારણે થાય છે. પરંતુ જો ઓડકાર આવવાની સાથે સાથે તમને એસીડીટી પણ થતી હોય તો તમને ગેસનો પણ પ્રોબ્લેમ હોઈ શકે છે.