શિયાળામાં થતાં અસહ્ય ઢીંચણ અને સાંધાના દુખાવાથી કાયમી છૂટકારો મેળવવવા જરૂર અપનાવો આ અસરકારક ઉપાય, અહી ક્લિક કરી જાણો અને દરેકને શેર કરી જરૂર જણાવો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સાંધાના દુખાવાથી લડી રહેલા લોકો માટે શિયાળાની ઋતુ મુશ્કેલી પેદા કરી શકે છે. શિયાળામાં આ સમસ્યા વધી જાય છે. શિયાળામાં શરીરમાં સોજો આવવાનું શરૂ થઇ જાય છે. તેના કેટલાય કારણ છે.

સાંધાનો દુખાવો થવાનું કારણ:

શિયાળો આવતા જ વૃદ્ધ લોકોને સાંધાના દુખાવાની સમસ્યા વધતી જોવા મળે છે. જેમ, જેમ શરદી વધતી જાય છે દુખાવામાં પણ વૃદ્ધિ થાય છે.  લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે ન થવાથી શિયાળામાં રુધિરવાહિનીઓ સંકોચાઈ જાય છે, જેના કારણે શરીરના ભાગોમાં લોહી યોગ્ય રીતે પહોંચતું નથી. લોહીના પરિભ્રમણને લીધે, શરીરનું તાપમાન ઓછું થવાનું શરૂ થાય છે, જેના કારણે સાંધા સંકોચાઈ અને જકડાય જાય છે. તેથી, શિયાળામાં સાંધાનો દુખાવાની સમસ્યા વધુ પીડાદાયક બને છે.

શિયાળા માં તળેલું, મસાલેદાર, જંક ફુડ્સનું વધુ પડતું સેવન ના કરવાથી પણ આ સમસ્યા થઈ શકે છે. અથવા તો કસરત અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ હોય. શરીર માં પેહલા થી નસમાં ખેંચાણ થતું હોય. અથવા સ્નાયુઓનું ખેંચાણ તો પણ સાંધા માં દુકાવો થાય છે.

શિયાળા ના ઠંડા વાતાવરણ ને કારણે શરીરના ભાગોમાં ઓક્સિજન યોગ્ય રીતે ન પહોંચવા થી પણ આ સમસ્યા થઈ શકે છે. જો સાંધામાં યુરિક એસિડનું એકત્રીકરણ થયું હોય તો પણ સાંધા માં દુખાવો થઈ શકે છે. આનુવંશિક કારણો, તીવ્ર ઇજા અથવા શારીરિક નબળાઇ, વાસી ખોરાક લેવો, અપચો, તણાવ તેનાથી પણ આ સમસ્યા ઉદભવી શકે છે.

ઑસ્ટિયોઆર્થરાઇટિસ, રૂમેટાઇડ સંધિવા, સાંધાનો દુખાવો, પહેલાની ઇજા અથવા ઉમર લાયક લોકોને આ સમસ્યા વધારે જોવા મળે છે.. ઘૂંટણો ઉપરાંત આ સમસ્યા કોણી, ખભા અને હાથમાં પણ થઇ શકે છે.

દુખાવા મટાડવાના ઉપાય:

ઘીનું સેવન કરો સંધિવા એક એવો રોગ છે. જેમાં વા ની સમસ્યા વધી જાય છે. જેનાથી આખા શરીરમાં નમી ઘટવા લાગે છે અને કારણે ચિકણાશ ઓછી થઇ જાય છે. ઘી, તલ અથવા ઓલિવ તેલના ઉપયોગથી સોજામાં રાહત મળે છે, સાંધામાં ચીકણાશ પેદા થાય છે. અને સાંધા જકડાઇ જવાની સમસ્યામાં રાહત મળે છે.

યોગથી દૂર ભગાડો રોગ યોગ 100 રોગની એક દવા છે, જેનાથી તમે માત્ર સાંધાનો દુખાવો જ નહીં પરંતુ કેટલીય બીમારીઓને દૂર રાખી શકે છે. જો  અઘરાં આસન કરવા નથી માંગતા તો સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, મેડિટેશનને પોતાની લાઇફસ્ટાઇલનો ભાગ બનાવો. આ ઉપરાંત સવાર-સાંજ 25-30 મિનિટનું વૉકિંગ પણ તમારા સાંધાને સ્વસ્થ રાખશે.

ખાણી-પીણીનું ધ્યાન રાખો સાંધાના દુખાવામાં રાહત માટે યોગ્ય અને સંતુલિત આહાર ખૂબ જ જરૂરી છે. કારેલા, રીંગણ, લીમડો અને ડ્રમસ્ટિકનું સેવન આ રોગમાં વધારેમાં વધારે કરો અને આ સાથે જ એવોકાડો પણ ખાઓ.

શિયાળાનો કુમળા તડકા થી પણ ફાયદો થાય છે.  સવારે 10-15 મિનિટ હુંફાળા તડકામાં ફરો. તેનાથી શરીરને વિટામિન ડી મળશે અને બ્લડ સર્ક્યુલેશન પણ ઠીક રહેશે.  નવશેકા ગરમ એરંડા તેલને સોજો હોય તે ભાગ પર મસાજ કરો. તે દુખાવાની સાથે સોજો પણ દૂર કરશે.

લોહીનું પરિભ્રમણ વધારવા માટે ઘરે બનાવેલા ઉકાળા, તુલસી અથવા તજની ચા, હર્બલ ચા પીવો. રસોઈ દરમ્યાન લસણ, હળદર, તજ, આદુ, ગરમ મસાલા, કાળા મરી વગેરે વધારે ગરમ મસાલાનો ઉપયોગ કરો. અખરોટ, પિસ્તા, કાજુ, કિસમિસ, મગફળી અને બદામ જેવા સુકા ફળનું સેવન શિયાળા દરમિયાન કરવું જોઈએ. રોજ એક ગ્લાસ દૂધમાં હળદર નાખવાથી સાંધાનો દુખાવો થતો નથી. તેનાથી ઉંઘ ન આવવાની સમસ્યાથી પણ રાહત મળશે.

રોજ ગોળ ખાઓ. આને કારણે, લોહીનું પરિભ્રમણ પણ યોગ્ય છે, અને શરીરમાં લોહીની ઉણપ, અપચો જેવી સમસ્યાઓ થતી નથી. ઉપરાંત, શક્ય તેટલું નવશેકુ પાણી પીવો કારણ કે ડિહાઇડ્રેશન પણ આ સમસ્યાનું કારણ બની શકે છે.

ઠંડીથી બને એટલું પ્રોટેક્શન મેળવવું. કોઈ પહેરે કે ન પહેરે, શરીરની ચિંતા હોય તો શરમાયા વગર ઊનનું ગરમ સ્વેટર, હાથ-પગનાં મોજાં, મફલર વગેરે પહેરવાં. ઘરનાં બારી-બારણાં બંધ રાખવાં તેથીશરીર માં પણ તાપમાન સારું રહશે અને સાંધા નું દુખાવો પણ ઓછો થાય છે. આઉટડોર ગેમ વધુ રમવી. ક્રિકેટ, બૅડમિન્ટન, ફૂટબૉલ જેવી મસલ્સની મૂવમેન્ટ વધારતી રમતો આ સીઝનમાં ખાસ રમવી. તેલથી બૉડીમસાજ કરવું.

બને ત્યાં સુધી ઘરમાં પણ સ્લીપર પહેરો. બહાર નીકળો ત્યારે સાદાં ચંપલને બદલે શૂઝ કે મોજડી પહેરવાનું રાખો. શિયાળુપાક જેવી પચવામાં ભારે વસ્તુ શિયાળામાં ખાવાનું કહેવામાં આવ્યું છે કારણ કે પાચન પ્રક્રિયા દરમ્યાન શરીરમાં ઉતપન્ન થતી ગરમી શિયાળામાં મદદરૂપ નિવડે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top