માટલાના પાણીને શીતળ , હળવા ,સ્વચ્છ અને અમૃત સમાન ગણાય છે . આ પ્રાકૃતિક જળના સ્ત્રોત છે. જે ઉષ્માથી ભરપૂર હોય છે. અને શરીરેની ગતિશીલતાને જાણવી રાખે છે. ગરીબોનું ફ્રિજ એટલે કે માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે અમૃત છે, પરંતુ તેને એમજ અમૃત નથી કહેવામા આવતું, હકીકતમાં માટલાનું પાણી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. માટીના વાસણોનો ઉપયોગ ભારતીય ઘરોમાં પોઢીઓથી પાણી સંગ્રહ કરવા માટે કરવામાં આવે છે.
ખરેખર, માટીમાં ઘણા પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતા છે. જો માટી ના વાસણમાં પાણી રાખવામાં આવે તો તે માટીનો ગુણધર્મ મેળવે છે. તેથી ઘડામાં રાખેલું પાણી આપણા સ્વાસ્થ્યને જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
માટલાનું પાણી ચયાપચયની ક્રિયામાં વધારો કરે છે, માટેનું પાણી નિયમિત રીતે પીવાથી રોગપ્રતિકારક શક્તિને વેગ મળે છે.પ્લાસ્ટિકની બોટલોમાં પાણીનો સંગ્રહ કરીને તેમાં પ્લાસ્ટિકની અશુદ્ધિઓ એકત્રિત થાય છે. અને તે પાણીને અશુદ્ધ કરે છે. માટીના વાસણમાં પાણી રાખવાથી ટેસ્ટોસ્ટેરોન સ્તરમાં વધારો થાય છે.
માટી ના માટલાનું પાણી પીવાનો બીજો મોટો ફાયદો એ છે કે તેમાં જમીનમાં ક્ષારયુક્ત ગુણધર્મો છે. આલ્કલાઇન પાણીની અમાલતા ની સાથે તે યોગ્ય પીએચ સંતુલન પ્રદાન કરે છે. આ પાણી પીવાથી એસિડિટીને રોકવામાં અને પેટના દુખાવાથી રાહત મળે છે.
સામાન્ય રીતે ઉનાળામાં ઠંડુ પાણી પીવાની ઈચ્છા રાખીએ છીએ. ઠંડુ પાણી પીએ છીએ પરંતુ તે ખૂબજ ઠંડુ હોવાને કારણે તે ગળા અને શરીરના ભાગોને સંપૂર્ણપણે ઠંડુ કરે છે. અને તેનાથી શરીર પર ખરાબ અસર પડે છે. આના કારણે ગળાના કોષોનું તાપમાન અચાનક નીચે આવી જાય છે, જેના કારણે રોગ થાય છે. જેના કારણે ગળું પાકાવા લાગે છે અને ગ્રંથીઓ ફૂલી જવા માંડે છે. પરિણામે તે શરીરના કાર્યોમાં અવરોધ શરૂ કરે છે. જ્યારે માટલાનું પાણી ગળા પર શાંત પ્રભાવ આપે છે.
ગર્ભધારણ કરનારી સ્ત્રીઓને ઠંડુ પાણી પીવાની સલાહ આપવામાં આવતી નથી. તેઓને માત્ર માટી માંથી બનેલા માટલા નું પાણી પીવાનું કહેવામાં આવે છે. આમાં રાખેલું પાણી તેમના સ્વાસ્થ્ય માટે તો સારું છે. આ સિવાય માટીના ઘડામાં માટીની ભીની સુગંધ ભળવાથી તેમને સારું પણ લાગે છે.અને ગર્ભ માં રહેલા બાળક પર પણ સારી અસર થાય છે.
માટીને રંગવામાં ગેરુ રંગનો ઉપયોગ કરવામાં આવે છે. જે ઉનાળામાં ઠંડક પ્રદાન કરે છે. માટલાનું પાણી પીવાથી કબજિયાત પણ રાહત મળે છે. માટીમાં શુદ્ધિકરણ ગુણધર્મો છે. પાણીમાં બધા જરૂરી સુક્ષ્મ પોષકતત્ત્વો જોવા મળે છે. તે બધા ઝેરી પદાર્થોને શોષી લે છે. પાણી યોગ્ય તાપમાન પર રહે છે, ન તો ખૂબ ઠંડુ અથવા ખૂબ ગરમ. માટીના ઘડામાં માઇક્રોસ્કોપિક છિદ્રો હોય છે. આ છિદ્રો એટલા સૂક્ષ્મ છે કે તે નગ્ન આંખોથી જોઇ શકાતા નથી. પાણીની ઠંડક બાષ્પીભવનની ક્રિયા પર આધારિત છે. વધુ બાષ્પીભવન વધારે ઠંડુ પાણી આપે છે.
ફ્રિઝનુ પાણી પીવાથી ગળાની કોશિકાઓનુ ખરાબ થઈ જાય છે. જેના કારણે ગળામાં સોજો આવી જાય છે પરંતુ માટાલાનું પાણી પીવાથી ક્યારે પણ ગળાની સમસ્યા નથી થતી. તેમજ ઘણી વાર ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી ગળાની સાથે સાથે શરીરના અન્ય અંગો પર પણ આડઅસર થાય છે. ફ્રિજનું પાણી કાયમ પીવાથી અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. ગળું ખરાબ થાય છે. માટલાનું પાણી પીવાથી શરદી અને કફ ની તકલીફ માંથી છુટકારો મળે છે અને ગળાની તકલીફ પણ દૂર થઇ છે.
માટીના વાસણનું પાણી આ નાના નાના છિદ્રોમાંથી બહાર આવતું રહે છે. ગરમીને લીધે પાણી વરાળ થઈ જાય છે. આ સમગ્ર પ્રક્રિયામાં, માટીના ઘડાના તાપમાનમાં ઘટાડો થાય છે અને પાણી ઠંડું રહે છે. તેથી માટલાનું પાણી પીવાથી શરીરમાં મેલ સેક્સ હોર્મોનનું સ્તર વધે છે.
માટલાનું પાણી પ્રકૃતિમાં સરસ છે. તેથી, તેને લેવાથી હૃદયના રોગો ની સમસ્યા માં પણ રાહત મળે છે. માટલા નું પાણી પીવાથી ઉધરસ અને શરદી જેવા રોગો પણ નહિ થાય. માટલા નું પાણી પીવાથી કમળા અને ડાયેરિયા ની બીમારી ને જન્મ આપતા બેક્ટેરિયા પણ નાશ પામે છે. માટલા માં ભરેલું પાણી બિલકુલ શુદ્ધ હોય છે. માટલા માં પાણી ભરવા થી તે પાણી માં રહેલા બધા જ બેક્ટેરિયા નાશ પામે છે.
તે બ્લડ પ્રેશર ને કંટ્રોલ માં રાખવાનું કામ કરે છે. લકવા ના મરીજો ને માટલા નું પાણી નિયમિત પિવડાવા થી તેનમે ઘણો ફાયદો થાય છે. માટલા નું પાણી ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછુ કરે છે. જેનાથી હાર્ટ એટેક જેવી બીમારી ની સંભાવના ઓછી થઇ જાય છે. માટલા ના પાણીને પીવાથી થાક દૂર થઈ જાય છે . એને પેવાથી પેટમાં ભારે નથી લાગતું.
લોહીવહેતાની સ્થિતિમાં માટલાના પાણી જો ઘા પર નાખે તો લોહી વહેવુ બંદ થઈ જાય છે.અને દુખાવા માં પણ રાહત મળે છે. સવારના સમયે માટલા ના પાણીના પ્રયોગથી દિલ અને આંખોની સેહત દુરૂસ્ત રહે છે.