ખજૂર એવા પૌષ્ટિક ગુણોનો ખજાનો છે જેને કોઇ પણ સીઝનમાં ખાવી ફાયદાકારક જ છે. સામાન્ય રીતે લોકો એમ માનતા હોય છે કે ખજૂર શિયાળામાં જ ખવાય, પરંતુ એવુ બિલકુલ નથી. ખજૂર કોઇ પણ સીઝનમાં ખાઇ શકો છો.
ખાસ કરીને મહિલાઓએ તો રોજ ખજૂર ખાવી જ જોઇએ. ખજૂરને રોજિંદા ડાયેટમાં શા માટે સામેલ કરવી જોઇએ? શા માટે આપણા વડીલો એમ કહેતા કે ખજૂર સ્વસ્થ રાખે છે અને મજબુત બનાવે છે.
ઘણા પ્રકારના એમિનો એસિડથી ભરપુર ખજૂર સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ(દ્રાવ્ય અને અદ્રાવ્ય) ફાઇબર્સનો ખજાનો છે. તે આરોગ્ય માટે ફાયદાકારક છે અને પાચનતંત્રને પણ મજબુત કરે છે.
ખજૂરમાં મળી આવતુ પોટેશિયમ ભોજનને સારી રીતે પચાવવામાં મદદ કરે છે અને ડાયેરિયા જેવી સમસ્યા થતા ખજૂરનો ઉપયોગ એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે જોવાય છે. ગર્ભવતી મહિલાઓમાં એનિમિયા થાય ત્યારે તે અસરકારક ઉપાય છે. તેમાં કેલ્શિયમની સાથે આયરનની પણ ભરપુર માત્રા હોય છે, જે શરીરમાં હિમોગ્લોબીનનું સ્તર વધારવામાં મદદ કરે છે અને શરીરને આવશ્યક ઉર્જા પણ પ્રદાન કરે છે.
મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ, વિટામીન બી-5, વિટામીન બી-3 અને સેલેનિયમથી ભરપુર હોવાના કારણે તે હાડકા અને દાંતને મજબુત બનાવવામાં મદદ કરે છે અને સાથે સાથે આંતરડામાં થતા સંક્રમણથી પણ બચાવે છે.
નાના બાળકો માટે સવારે ૧ કપ પાણીમાં ની અંદર ૪ ખજૂરની પેશી પલાળી ચોળી તેમાં ૧ લીંબુ નીચોવી તેમાં સહેજ નમક, મરી, ધાણાજીરું નાખી રોજ બાળકોને સવારે નિયમિત આખો શિયાળો આપવામાં આવે તો તેનો વિકાસ ઝડપથી થવા માંડે છે.
સાંધામા દુખાવાની સમસ્યા હોય તો રોજ થોડી માત્રામાં ખજૂરનુ સેવન કરવાથી લાભ થાય છે. તેનાથી કેલ્શિયમની કમી પણ પુરી થાય છે. કબજિયાતની સમસ્યા હોય તો ખજૂર ખુબ ફાયદો કરે છે. આ માટે ખજૂરને આખી રાત પાણીમાં પલાળીને રાખો અને સવારે ઉઠીને તે ખાવ. તમા પ્રચુર માત્રામાં પોષકતત્વો હોય છે, જે કબજિયાતમાં રાહત આપે છે.
એક વાસણ માં દૂધ લઈને તેમાં થોડો ખજૂર અને ૧ ચમચી ચોખ્ખું મધ ની સાથે ૧ ચમચી ગુલકંદ નાખી સવાર-સાંજ બે વખત લેવાથી તમારી નબળી આંખનું તેજ વધે છે. અલબત તેનાથી ચશ્માના નંબર પણ ઊતરી જાઈ છે.
મગજ અને હ્રદય માટે પણ ખજૂર લાભદાયી છે. તેમાં રહેલા વિટામીન્સ, મિનરલ્સ અને અન્ય પોષકતત્વો નર્વસ સિસ્ટમને સ્વસ્થ રાખે છે સાથે મગજને પણ સક્રિય રાખે છે અને દિલની બીમીરીના ખતરાને ઘટાડે છે.
ખજૂરમાં પ્રાકૃતિક શર્કરા હોય છે, જે ગ્લુકોઝ, ફ્રકટોઝ અને સુક્રોઝના રુપમાં હોય છે. તે શરીરમાં ઉર્જાના સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે. દિવસભર તેના પ્રયોગથી વ્યક્તિ એનર્જેટિક રહી શકે છે.
જેમ જેમ ઉમર થાઈ છે તેમ દાંતના પેઢાં માંથી લોહી નીકળે છે અને પેઢા નબળા પડતાં જાઈ છે. તો આ માટે જો દરરોજ સવારે દાંત માં બે પેશી ખજૂર ચાવીને રાખવામા આવે તો ઘણો ફાયદો થશે.
ગર્ભવતી સ્ત્રી માં જોવા મળતી એક સરખી ખામી એટ્લે માસિક વિકૃતિઓ, જે ખજૂર ના સેવન થી દૂર થાઈ છે. એવું નથી કે ફક્ત ખજૂર જ ઉપયોગી છે પણ તેના કરતાં તેના ઠળીયા ને જો બાળીને તેની રાખ દાંત પર ઘસવામાં આવે તો મોઢાની દુર્ગંધ દૂર થાય છે અને દાંત પર જામેલું હઠીલું મેલ દૂર કરે છે.
ખજૂર માં રહેલ મેગ્નેશિયમ અને કોપર પણ હાડકાને મજબૂત બનાવે છે. જો તમે લાંબા સમય સુધી હાડકાઓ મજબૂત બનાવીને ઓસ્ટીયોપોરોસિસ થી પોતાને દૂર રાખવા ઇચ્છો છો તો ખજૂર જરૂરથી ખાવો જોઈએ.
જે લોકો હાઇ બ્લડપ્રેશરની સમસ્યાથી પીડિત છે તેમના માટે ખજૂર કોઇ વરદાનથી ઓછું નથી. ખજૂરમાં પર્યાપ્ત માત્રામાં મેગ્નેશિયમ મળી રહે છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે.
ખજૂરમાં કેલ્શિયમ હોય છે .અને તે ઝાડા ને રોકવા માટે શ્રેષ્ઠ છે .આ ગત ફ્લોરના પુનર્જીવન ને ઝડપી બનાવવા માટે તેની ક્ષમતાને આભારી છે .ખજૂર નિયમિત પણે લેવાથી આતરડાની સારી બેક્ટેરિયા બનાવવામાં મદદ મળે છે. ખજૂરમાં ફોસ્ફરસ સમૃદ્ધ છે .અને તેથી મગજ માટે ઉત્તમ ગણવામાં આવે છે તેથી તેઓ તમારા મગજને જરૂરી પોષણ આપવા માટે વાપરી શકાય છે. માત્ર ત્રણ પેશી ખજૂર ખાવાથી આપણને આખા દિવસમાં જેટલા વિટામિનની જરૂર હોય છે તે પૂરતા પ્રમાણમાં મળી રહે છે.
આંખો માટે પણ ખજૂર ખુબ સારી છે. તેમાં વિટામીન એ અને એન્ટીઓક્સિડન્ટ તત્વ ભરપુર માત્રામાં હોય છે, તે રતાંધળાપણુ અને આંખોની અન્ય સમસ્યાઓ માટે પણ ફાયદાકારક છે. શરદી, કફ કે પછી મગજની કમજોરી દૂર કરવામાં પણ ઘણો ફાયદા કારક છે. ઘણા લોકો ને લોહીની ઉણપ હોય છે તેવોએ ખજૂરનું સેવન નિયમિત રીતે કરવું જોઈએ.