પાઇલ્સની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક છે આ, થાઇરોઇડ અને પેશાબ સંબંધી રોગ પણ કરે છે જળમૂળથી દૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શિયાળામાં શિંગોડા ખૂબ જ લોકપ્રિય ખાદ્યપદાર્થ છે. કુરકુરા અને રસીલા શિંગોડા ભારતીય સુપરફૂડ કહેવાય છે. તેનાથી અનેક પ્રકારના આરોગ્ય વિષયક ફાયદા મળે છે. શિંગોડાને શેકીને, કાચા અથવા ઉકાળીને ખાઈ શકાય છે. જે  શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.

જો પોષક તત્ત્વોથી ભરેલા શિંગોડા ને  રેગ્યુલર ભોજનની અંદર ઉમેરશો તો તેના કારણે કાયમી માટે સ્વસ્થ રહી શકો છો. કેમ કે, તેમાં રહેલા તત્વો બોડીને ભરપુર માત્રામાં ન્યુટ્રિશન પૂરુ પાડે છે.શિંગોડાના સેવનથી વાળનું સફેદ થવું, વાળ ખરવા અને ગ્રોથ ઓછો થવો જેવી સમસ્યાનું સમાધાન આવે છે.

શિંગોડા માં એન્ટિઓક્સિડેન્ટ અને વિટામિન ઈ થી ભરપૂર હોય છે. જે ફ્રી રેડિકલ્સથી શરીરના કોષોની રક્ષા કરવામાં ખૂબ મદદ કરે છે. જેનાથી ત્વચા વધુ નરમ-મુલાયમ બનશે. શિંગોડામાં ચરબી અને સોડિયમ ખૂબ ઓછું હોય છે અને પોટેશિયમ, મેગ્નેશિયમ, બી કોમ્પ્લેક્સ અને ફાઇબર જેવા પોષકતત્વો વધુ હોય છે. જેના કારણે શરિરમાં હોર્મોન્સનું બેલેન્સ જાળવવામાં ખૂબ મદદરૂપ થાય છે.

પોટેશિયમમાં શિંગોડાની વધારે માત્રાથી હાઈ બ્લડ પ્રેશર ઓછું થાય છે. તેમજ હાર્ટબીટને પણ સામાન્ય રાખવામાં મદદ કરે છે. આ સાથે શિંગોડા હાર્ટ એરેથીમિઆ અને હાર્ટ એટેકની શક્યતાને ઓછી કરે છે. શિંગોડામાં રહેલું વિટામિન બી ન્યૂરોટ્રન્સમીટરનું ઉત્પાદન કરે છે અને મૂડ સારો બનાવે છે. જેના કારણે સારી ઉંઘ આવે છે.જો વધુ વજનથી પરેશાન હોવ તો શિંગોડા પરફેક્ટ ફૂડ છે. તેનાથી વેઇટ લોસ થાય છે.

શિંગોડાથી કોલેસ્ટ્રોલની માત્રા ખૂબ ઓછી થાય છે. તો અનેક આરોગ્ય વિષયક સમસ્યાનું મૂળ કારણ એવા શરીરના વિવિધ ભાગોમાં આવેલ સોજાને પણ ઓછો કરવામાં શિંગોડા મદદરૂપ થાય છે. આ સાથે જ શિંગોડા ગ્લૂટેનફ્રી હોવાથી ગ્લૂટેન સેન્સેટિવ અથવા સેલિએક રોગીઓ માટે ફાયદાકારક છે.

વ્રતમાં શિંગોડાના લોટની વાનગીઓ બનાવતાં હોય છે. ઠંડીમાં આ શાકમાંથી પુષ્કળ પ્રમાણમાં પૌષ્ટિક તત્વો મળી આવે છે.આ ખનીજ અને કાર્બોહાઇડ્રેટના ગુણોી ભરપૂર હોય છે. વ્રતમાં ઘણાં લોકોની તબિયત લથડવા લાગે છે તો કેટલાકની એનર્જી ઓછી થઈ જાય છે. આવામાં જો ફળાહારમાં શિંગોડાનો લોટ શામેલ કરી લેવામાં આવે તો તરત એનર્જી મળી જાય છે.

ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ શિંગોડા એક ઉત્તમ નાસ્તો છે.  શિંગોડા ના લોટમાં કાર્બોહાઈડ્રેટ અને ગ્લાઈસીમક ઇન્ડેક્ટસ બહુ ઓછા હોવાથી ડાયાબિટિસના પેશન્ટ માટે આ લોટ બહુ લાભદાયી છે.આનાથી બ્લડ શુગરનું લેવલ સામાન્ય રહે છે. શિંગોડા થી કબજિયાત દૂર થાય છે.કારણકે  શિંગોડા ના લોટમાં સ્ટાર્ચ હોવાથી તેને ખાનારને પેટની તકલીફ થતી નથી.

અસ્માના રોગી ઓ માટે શિંગોડા ઘણા ફાયદાકારક હોય છે. એક ચમચી શિંગોડાના લોટને ઠંડા પાણીમાં મિક્સ કરીને ખાવાી અસ્માના દર્દીઓને રાહત મળે છે. જે લોકોને બવાસીરની સમસ્યા છે. શિંગોડા એ લોકા માટે પણ ફાયદાકારક છે.

બવાસીર કે પાઇલ્સ ની સમસ્યા વા પર કાચા શિંગોડા નિયમિત ખાવાી પરેશાની દૂર થાય છે.  કાચા શિંગોડાની સિઝન ના હોય તો શિંગોડાના લોટની રોટલી પણ ખાઇ શકો છો. જે મહિલાઓ નું ગર્ભાશય નબળું હોય છે, તે નિયમિત કાચા શિંગોડા ખાવા થી ફાયદો થાય છે. શિંગોડાને પીસીને એની પેસ્ટ શરીરમાં બળી ગયેલા ભાગ પર લગાવો. એના થી દુખાવામાં આરામ મળે છે.

જો માંસપેશિઓ નબળી છે, શરીર માં વીકનેસ છે, તો શિંગોડા ખાવાથી રાહત મળે છે.  શિંગોડા પિત્ત અને કફ નો નાશ કરે છે. ગળામાં ઇન્ફેક્શન વા પર શિંગોડાનો લોટ દૂધમાં મિક્સ કરીને પી જાવ, તરત જ રાહત મળશે. ઘેઘા શિંગોડામાં આયોડીનનું પ્રમાણ પૂરતું હોવાના કારણે આ ઘોઘા રોગમાં પણ ફાયદાકારક છે. આંખોની રોશની માટે શિંગોડામાં વિટામીન એ પ્રચુર માત્રામાં મળી આવે છે.

એના સેવની આંખોની રોશની વધે છે. અને આંખો ને લગતી સમસ્યા દૂર થાય છે. નસકોરી ફૂટવા પર શિંગોડા ખાવામાં ફાયદો થાય છે. શિંગોડા ખાવાી હાડકાં અને દાંત મજબૂત થાય છે. જો કોઈ પણ વ્યક્તિને કમળો થયો હોય તો તેના માટે પણ શિંગોડા ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. શિંગોડાની અંદર ભરપૂર માત્રામાં આયોડીન અને મેગેનીઝ નામનું તત્વ હોય છે, જે થાઇરોઇડ ગ્રંથિ માટે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે.

આથી દરરોજ શિંગોડા નુ સેવન કરવામાં આવે તો તેના કારણે  થાઇરોઇડ ગ્રંથિ યોગ્ય રીતે કાર્ય કરે છે, અને ભવિષ્યમાં થાઇરોઇડ થવાની સંભાવના ઘટી જાય છે. શિંગોડાની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે. સાથે સાથે તેની અંદર એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણોને છે, જે  શરીર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

સાથે સાથે તે શરીરની અંદર કોઈપણ જગ્યાએ કેન્સર ની સમસ્યા હોય તો તેને પણ દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. શિંગોડાનો ઉપયોગ કરી પેશાબને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તેમાં ફાયદો થાય છે.  જો શિંગોડા ને કાચે કાચા ખાવામાં આવે અથવા તો તેના જ્યૂસ પીવા માં આવે તો તેના કારણે શરીરની અંદર જમા થયેલા બધા ઝેરી તત્વો બહાર ફેંકાઈ જાય છે.

જેથી કરીને પેશાબને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા હોય અથવા તો ઇન્ફેક્શન થયું હોય તો તેમાંથી છુટકારો મળે છે. શિંગોડા નું સેવન  શરીરની અંદર ઠંડક પ્રદાન કરે છે. સાથે તે તરસને દૂર કરવા માટે પણ ખુબ ઉપયોગી સાબિત થાય છે. ઉનાળાની સિઝનમાં જો શિંગોડા નુ સેવન કરવામાં આવે તો લુ ની સમસ્યામાંથી બચી શકો છો અને સાથે શરીર ઠંડું રહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top