ગરમીની શરૂઆત થાય એટલે શેરડીના રસનું પણ આગમન થઈ જાય છે. ગરમીના કારણે પરસેવારૂપે શરીરમાંથી પાણી નીકળી જવાને કારણે વાંરવાર મન એવું કહે કે કુછ ઠંડા હો જાયે, એવી ઈચ્છા માટે મન તરસતું હોય છે અને આવી ઈચ્છા થાય એટલે મનમાં તરત શેરડીનો તાજો રસ યાદ આવે અને પીવાની ઈચ્છા થઈ જાય છે. એમાંય હવે તો ઠેર-ઠેર શેરડીના રસવાળા ઉભા જ હોય છે.
ઉનાળામાં શેરડીનો રસ માત્ર તરસ છુપાવવા પૂરતો જ ફાયદાકારક નથી પરંતુ શેરડી અને તેનો રસ અનેક રીતે ગુણકારી છે. ગરમીમાં બહુ જ થાકી ગયા હો અને તરત જ એનર્જી જોઈએ તો શેરડીનો રસ પી શકાય. તેમાં ચપટી મીઠું નાખીને પણ પી શકો છો. શેરડીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, મેગનીઝ અને આયર્ન જેવાં ન્યૂટ્રીશન્સ પણ સારી એવી માત્રામાં હોય છે.
શરીરમાં બળતરાની તકલીફ હોય, મેનોપોઝ વખતે કે પિત્ત વધી જવાને કારણે અંગોમાં બળતરા થતી હોય, ઓડકાર કે ચક્કર આવતાં હોય, ગરમીની સિઝનમાં આંખોમાં બળતરા કે ઝાંખપ લાગતી હોય તો બપોરના સમયે ઠંડા પીણા તરીકે એક ગ્લાસ શેરડીનો રસ પી શકાય.
કમળામાં શરીરે નબળાઈ આવી ગઈ હોય ત્યારે શેરડીનો રસ થોડોક-થોડોક આપવામાં આવે તો શરીર બળ જળવાઈ રહે છે. આ બાબતમાં એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે અસ્વચ્છ શેરડીનો રસ પીવામાં આવે તો કમળો થઈ પણ શકે છે.
યૂરિનમાં બળતરા થતી હોય, અટકી-અટકીને આવતો હોય અથવા તો વધુપડતું પીળાશ પડતું યૂરિન થતું હોય તો શેરડી ખાવાથી ફાયદો થાય છે. પિત્ત વધી જવાથી માથાનો દુખાવો થતો હોય, કપાળ હંમેશાં ગરમ જ રહેતું હોય, વાળ ખૂબ ખરતાં હોય કે અકાળે પાકા થઈ ગયા હોય તો રોજ શેરડીના ટુકડા ચૂસવા.
વારંવાર નસકોરી ફૂટતી હોય, ગરમીથી આંખો લાલ થઈ જતી હોય, બળતરા, ગરમીને કારણે શરીરમાં થાક અને નબળાઈ આવી ગઈ હોય ત્યારે રોજ શેરડી ચૂસીને ખાવી. વધુપડતું માસિક આવતું હોય, ગર્ભાશયની ગરમીને કારણે વારંવાર કસુવાવડ થઈ જતી હોય તો શેરડી ખાવાથી લાભ થશે.
ઔષધ તરીકે સૌથી શ્રેષ્ઠ ફાયદા માટે શેરડીના ટુકડા ચૂસવા જોઈએ. શેરડીમાં ભરપૂર માત્રામાં ગ્લુકોઝ ઉપરાંત ફાયબર અને પાણી હોય છે. શેરડીમાંથી કાર્બોહાઈડ્રેટ મળે છે તેમજ વિટામિન સી પણ મળી રહે છે. બહુ થાક લાગ્યો હોય તો શેરડી ચુસવી અથવા શેરડીનો રસ પીવો ઉત્તમ રહે છે.
શેરડીનો રસ પીવાથી ત્વચાને અલ્ફા હાઈડ્રોક્સી એસિડ મળે છે જે ખીલ દૂર કરવા ફાયદાકારી છે. શેરડીના રસમાં પ્રોટીન સારી માત્રામાં છે. આમાં લીંબુ અને નારિયેળ પાણી મિકસ કરી પીવાથી કિડનીમાં સંક્રમણ, યૂરિન ઇંફેકશન અને પથરી જેવી સમસ્યાઓથી આરામ મળે છે.
શેરડી લીવરને તેના કાર્યમાં સક્રિય કરતી હોવાથી કમળા જેવા લીવરના રોગોમાં ખુબ હીતાવહ છે. આ ઉપરાંત શેરડી રક્તપિત્તનાશક, મૈથુનશક્તિ વધારનાર, વીર્યદોષો દુર કરનાર, વજન વધારનાર, મૂત્ર વધારનાર, શીતળ છે.
કોઈ પણ પ્રકારના રક્તસ્રાવમાં (જો ડાયાબિટીસ ન હોય તો) શેરડી ખૂબ હીતાવહ છે. પેશાબ વધારનાર દ્રવ્યોમાં શેરડી ઉત્તમ છે. શેરડીનો રસ પીવાથી ઘણી બીમારીઓ જેવી કે એનિમિયા, કમળો, હેડકી વગેરે ઠીક થઇ જાય છે, આમ્લપિતની સમસ્યામાં શેરડીનો તાજો રસ ઘણો જ ફાયદાકારક છે. કમળો સારો કરવા રોજ બે ગલાસ શેરડીના રસમાં લીંબુ અને મીઠું મેળવી પીવું જોઈએ, એમાં પણ શેરડીને ચૂસીને ખાવાથી પણ કમળામાં રાહત મળે છે.
એસિડીટીને કારણે થતી છાતીમાં બળતરામાં પણ શેરડીનો રસ લાભદાયક છે, અશક્તિ દુર થાય છે. મૂત્રાશયમાં સંક્રમણ (ઇન્ફેક્સન), યૌન રોગો અને પેટમાં સોજો વગેરેમાં શેરડીનો રસ પીવાથી ફાયદો થાય છે. પથરીની સમસ્યા હોય તો રોજ 1 ગ્લાસ શેરડીનો રસ પીવાથી પથરીમાં ફાયદો થશે…