મોટાભાગે બધાને ખાધા પછી કંઈક ગળ્યું ખાવું પસંદ હોય છે. અને જો ઘરમાં બીજું કંઈ ગળ્યું ન મળે તો એવામાં લોકો ગોળ પણ ખાઈ લે છે. લોકો એવું એટલા માટે કરે છે, કારણ કે કહેવામાં આવે છે કે ખાધા પછી કંઈક ગળ્યું ખાવું આપણા શરીરની પાચનક્રિયા માટે ઘણુ સારું હોય છે. અને એવામાં જો તમે ખાધા પછી ગોળ ખાવ છો તો સોના પર સુહાગા જેવું થઈ જાય છે. હા, કારણ કે ગોળ ખાવાથી આપણા શરીરની પાચનક્રિયા મજબૂત થાય છે.
શિયાળામાં ગોળ પાવર બૂસ્ટર તરીકે કામ કરે છે. ગોળમાં શરીરને ગરમ કરવાની શક્તિ હોય છે, જેના કારણે શિયાળામાં તેને ખાવાનું સૂચવવામાં આવે છે. તે માત્ર માનવ શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે, પણ તેને ડિટોક્સિફાઇઝ પણ કરે છે. 10 ગ્રામ ગોળમાં 38 કેલરી છે.
ગોળ ઘણાં સ્રોતોથી બનેલો છે જેમ કે ખજૂરનો પલ્પ, નાળિયેરનો રસ, વગેરે. પરંતુ શેરડીનો રસ તેને બનાવવામાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે અને મોટાભાગના લોકો તેનો ઉપયોગ કરે છે, શેરડીનો રસ ઉકાળો અને તેને ઠોસ બનાવવામાં આવે છે. ગોળ વિટામિન અને ખનિજોથી ભરપુર છે. ગોળની વિશેષતા એ છે કે ડાયાબિટીઝના દર્દીઓ પણ તેને ખાઈ શકે છે.
જો આપણે વૈદ્ય ચિકિત્ષ્કોનું માનીએ તો રોજ 7 દિવસ રાત્રે ખાધા પછી ગોળનું સેવન કરવાથી નબળી યાદશક્તિની સમસ્યામાં પણ ફાયદો થાય છે. યાદશક્તિ ઓછી હોવાની સમસ્યા દૂર કરવા માટે તમે રોજ રાત્રે ગોળનું સેવન કરી શકો છો.
ગોળમાં ભરપૂર માત્રામાં આયરન મળી આવે છે. જો તમારા શરીરમાં આયરનની કમી છે, તો તમે ગોળનું સેવન કરો. ગોળ તમારા શરીરમાં રહેલી આયરનની અછત પુરી કરશે. જો તમે એનિમિયાના રોગથી પીડિત થાવ છો, તો ડોક્ટર પણ તમને ગોળ ખાવાની સલાહ જરૂર આપે છે.
જો તમે સાંધાનો દુખાવો અનુભવી રહ્યા છો તો ગોળ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગોળમાં હાજર કેલ્શિયમની સાથે ફોસ્ફરસ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ સિવાય નિયમિત ગોળના ટુકડા સાથે આદુ લેવાથી શિયાળામાં સાંધાનો દુખાવો થતો નથી. વૃદ્ધોને પણ ગોળની રોટલી ખાવાથી ઘણો ફાયદો થશે, તેથી દરેક ભોજનમાં ખાંડને બદલે ગોળનું સેવન કરવું વધુ સારું છે.
ગાયના ઘી સાથે ગોળ ખાવાથી માઈગ્રેન અને સાદો માથાનો દુ:ખાવો દૂર થઈ જાય છે. સુતા પહેલા અને સવારે ખાલી પેટ 5 મિલીલીટર ગાયના ઘી સાથે 10 ગ્રામ ગોળ એક દિવસમાં બે વાર ખાઓ. માઈગ્રેન અને માથાના દુ:ખાવામાં આરામ મળે છે.
પીરિયડ્સ દરમિયાન સ્ત્રીઓ અથવા છોકરીઓને પેટમાં દુઃખવાની સમસ્યા માટે ગોળ ખૂબ ફાયદાકારક છે કારણ કે તેમાં ઘણાં વિટામિન અને મિનરલ્સ હોય છે. ગોળ તમારું પાચન બરાબર રાખે છે, તેથી પીરિયડ્સ દરમિયાન ગોળ ખાવાથી દુખાવો ઓછો થાય છે અને શરીર ગરમ રહે છે.
ઘણા બધા લોકોને ચમકદાર ત્વચા મેળવવી હોય છે. અને જો તમે પણ એમાંથી જ એક છો, તો સતત 7 દિવસ રાત્રે સુતા પહેલા ગોળનું સેવન કરો, પછી જુઓ તમારી ત્વચા સંબંધી બધા રોગ દૂર થઈ જશે. ગોળ આપણા શરીર માંથી ટોક્સિનને બહાર કાઢે છે. જેનાથી ત્વચા ચમકદાર બને છે. અને ત્વચા સંબંધિત સમસ્યા પણ દૂર થઈ જાય છે.
અસ્થમાના દર્દીઓને પણ ગોળ ખાવાની સલાહ આપવામાં આવે છે. ગોળ શરીરનું તાપમાન નિયંત્રિત કરે છે અને તેની એન્ટિ-એલર્જિક ગુણધર્મોને કારણે, તેનું સેવન અસ્થમાના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે.
સ્વાદિષ્ટ હોવાની સાથે,ગોળમાં લોહી શુદ્ધિકરણના ગુણધર્મો છે. આનાથી શરીરના તમામ ઝેરી સબસ્ટ્રેટ્સ સરળતાથી બહાર આવી શકે છે. તેથી, ગોળ ખાવાથી ફાયદો થાય છે. એક ગ્લાસ પાણી અથવા દૂધ સાથે નિયમિત ગોળ ખાવાથી પેટ ફીટ રહે છે. આ સિવાય પેટની ગેસની તકલીફવાળા લોકોએ પણ સમસ્યાઓથી બચવા માટે ખાધા પછી થોડો ગોળ ખાવો જોઈએ, આ ગેસ દૂર કરશે.
આખો દિવસ મહેનત વાળું કામ કરવાને લીધે થાક અનુભવાય છે. એવામાં જો તમે રોજ રાત્રે ખાધા પછી દૂધ સાથે ગોળ ખાઓ છો, તો તમને રાહતનો અનુભવ થશે અને તમારું એનર્જી લેવલ પણ વધશે. એટલે કે થાક કે નબળાઈ દૂર કરવા માટે રાત્રે ગોળનું સેવન કરવું એક સારો ઉપાય છે.
ગોળની ઉષ્ણતાને કારણે તેનો ઉપયોગ શરદી અને ખાંસીમાં રાહત આપે છે. ઠંડી દરમિયાન કાચો ગોળ ખાવાનું ટાળો, તેનો ઉપયોગ ચામાં અથવા લાડુ બનાવીને કરવો જોઈએ. આ સિવાય ગળામાં દુખાવો થવાને કારણે કર્કશ થવાની સમસ્યા હોય તો બે કાળા મરી, 50 ગ્રામ ગોળ તેની સાથે ખાવાથી આ સમસ્યા દૂર થાય છે અને ગળાને રાહત મળે છે.