શ્રીમદ ભગવતગીતા ના  ૯ રહસ્યો જે હાલમાં પણ બદલી શકે છે કોઈનું પણ જીવન..! એકવાર વાંચીને જીવનમાં ઉતારો…

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગીતામાં માત્ર ધર્મની વાત નથી, એ જીવન જીવવાની રીત બતાવે છે. ગીતા માત્ર પરલોકની વાત નથી કરતી, ગીતા આ લોકમાં સુખ, શાંતિ અને તંદુરસ્તી કેમ મળે એની વાત કહે છે. ગીતા માત્ર વૃદ્ધાવસ્થામાં સમજવાની કૃતિ નથી, એ બાળપણથી જ આત્મસાત્ કરવા જેવી અનેક શીખામણ આપે છે. શ્રીમદ ભાગવતગીતા આપણો અત્યંત પવિત્ર ગ્રંથ છે. મહાભારતનો એ ભાગ, જ્યારે ભગવાન કૃષ્ણે મહાભારતની લડાઇમાં અર્જુનને સલાહ આપી હતી.

તે સમયે, ભગવાન કૃષ્ણ જીવનના રહસ્યને એમના કથાનોને મારફતે અર્જુન સમજાવી રહ્યા હતા.એ કથાનો આજે કોઈ પણ વ્યક્તિ માટે એટલા જ મહત્વ પૂર્ણ અને સાચા છે જેટલા મહાભારતની લડાઈના સમયે અર્જુન માટે હતા!

શ્રીમદ ભગવતગીતા ના  ૯ રહસ્યો જે હાલમાં પણ બદલી શકે છે કોઈનું પણ જીવન:

૧. જે થયું, તે સારા માટે થયું. જે થઈ રહ્યું છે, તે પણ ફક્ત સારા માટે થઈ રહ્યું છે અને જે થશે એ પણ સારા માટે જ થશે

તમે જેનાથી નિરાશ છો તેને ભૂલી જાઓ. હાલમાં, જો તમને કંઈક ખૂબ જ દુઃખ આપતું હોય તો તેની પાછળ એક ચોક્કસ કારણ છુપાયેલું હશે. આ એક ચક્ર છે, જેને તમારે સ્વીકારવું જ પડશે. તેથી, ભવિષ્યના કે ભૂતકાળના સમયનો વિચાર કર્યા વિના તમારા વર્તમાનને આનંદથી જીવો અને ખુશ રહો.

૨. પરિવર્તન સંસારનો નિયમ છે.

માત્ર એક જ ક્ષણ તમને રાજા અથવા ફકીર બનાવી શકેછે. પૃથ્વી પણ સ્થિર નથી, તે ફરતી રહે છે – રાત દિવસ પછી આવે છે, અને ઉનાળા પછી જ આનંદદાયક ચોમાસુ આવે. આ જ ઘટનાઓ સાબિત કરે છે કે પરિવર્તન જ સંસારનો નિયમ છે.તેથી કોઈ પણવાતોઅથવા વસ્તુઓ વિશે ઉદાસ રહેવાની જરૂર નથી. પરિવર્તનનો સ્વીકાર કરવો એ તમને કોઈ પણ કઠોર પરિસ્થિતિમાં ખુશ રહેવાની તાકાત આપશે.

૩. ધ્યાનથી, મન દીવાની જ્યોતની જેમ અખંડ થઈ જાય છે.

આપણી સમસ્યા એ છે કે આપણે પોતાને જ નથી જાણતા. આપણામાંથી મોટા ભાગના લોકોએ પોતાની જાતને મળવા માટે ક્યારેય પ્રયાસ કર્યો જ નથી. ધ્યાન આપણને આપણી જાતને સાથે મલાવે છે અને જ્યારે આપણે આપણી જાતને જાણી લઈએ છીએ, ત્યારે આપણે ખબર પડે છે કે જીવન જાદુઈ છે. ધ્યાન કોઈ પણ વ્યક્તિનું જીવન બદલી શકે છે.

૪. તમે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જવાના છો.

આજે આપણામાંના મોટાભાગના લોકો ટેમ્પલ રન ગેમ જેવા બની ગયા છે જેમાં એક છોકરો ચાલ્યો જાય છે અને નાણાં એકત્ર કરવાનું ચાલુ રાખે છે. પરંતુ એ છોકરો જાણતો નથીહોતો કે એ ક્યાં જતો હતો, શા માટે જતો હતો અને કેમ જતો હતો. તેને ફક્ત સિક્કા ભેગા કરવાની જ ખબર પડે છે.

૫. માણસો વિશ્વાસથી બને છે, તમારો વિશ્વાસ નક્કી કરશે કે આગળ શું થશે.

તમે જે વિચારો કરો છો અને જે માનો છો – તે જ તમારી જોડે થાય છે અને તમે એવા જ બનો છો. જો તમે માનતા હો કે તમે સુખી વ્યક્તિ છો, તો તમે ખુશ થશો અને જો તમે નકારાત્મક વિચારો લાવશો તો તમે નાખુશ થશો! જો તમે માનો છો કે આજનો દિવસ સારો છે, તો તમારો દિવસ સારો જ રહેશે.

૬. ફળ વિશે ચિંતા કરશો નહીં.

ભગવદ્ ગીતાનુ આ વાક્ય આપણા બધા માટે ખૂબ મહત્વનું છે. આપણે હંમેશાં પૈસા, સારા ઘર, સારી કાર અને સુરક્ષિત ભવિષ્ય માટે કામ કરીએ છીએ. પરંતુ મોટાભાગના લોકો રેસ તરીકે જીવનને ધ્યાનમાં રાખીને જીવન જીવી રહ્યા છે જેથી તેઓ ટૂંક સમયમાં મજિલ મળી શકે. અને જ્યારે મંજિલ મળે છે, ત્યારે તેઓ સુખ નથી પામી શકતા અને તેઓ આગામી મજિલ માટે દોડવાનું શરૂ કરે છે. પણ તેઓ સમજી શકતા નથી
“જીવન એક સફર છે, કોઈ મંજિલ નથી.તમને સારી મંજિલના બદલે ખુશી નઈ મળે, કારણ કે એ ખુશી તો જીવનના સફરમાં જ છુપાયેલી છે.”

૭. શંકાથી ક્યારેય સુખ નહીં મળી શકે.

શંકા એ આપણા મનના અસ્પષ્ટ વિચારોનો પડદો છે. શંકા બધાને કાયર અને અસ્થિર બનાવી શકે છે. શંકાના લીધે, વ્યક્તિ હિંમતવાન નિર્ણયો નથીલઇ શકતા અને સખત મહેનત કરવા છતાં પણ એ હારેલા માણસની જેમ જીવન જીવે છે.

૮. મનુષ્યો પોતાના વિચારોથી ઊંચાઈઓ પણ સ્પર્શ કરી શકે છે અને પોતાને પાડી પણ શકે છે – કારણ કે દરેક વ્યક્તિ પોતાનો મિત્ર પણ છે અને દુશ્મન પણ.

તમે જ તમારા શ્રેષ્ઠ મિત્ર છો, તમારી પાસે તમારા બધા મુશ્કેલીઓનો ઉકેલ છે, તમારી સાથે બીજું કોઇ નથી જો તમે તમારી સમસ્યાઓ માટે બીજા કોઈનો સંપર્ક કરો છો,તો તમને મદદ નહીં પણ અલગ અલગ સૂચનો મળશે. તમારી જાત પર વિશ્વાસ રાખીને તમારે જાતે જ જવાબ શોધવો પડશે.

૯. આત્માનો ન તો જન્મ થાય, ન તો મૃત્યુ.

ભય સાથે આપણે કંઈપણ કરી શકતા નથી. ભય અને ચિંતા એ બે દુશ્મન છે જે આપણા સુખ અને શાંતિને અવરોધે છે, તેથી આપણે તેમને મનમાંથી સંપૂર્ણપણે દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top