હાઈ બીપી અને અનિંદ્રાથી છુટકારો મેળવવા જરૂર કરો આ આયુર્વેદની ઔષધિનો ઉપયોગ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સર્પગંધાના નાના નાના છોડ દક્ષિણ કોંકણમાં જોવા મળે છે. તે સ્વાદે કડુ, કણેર, પીળી કણેર આ બધાંની જેમ કડવાં હોય છે. સર્પગંધાનાં મૂળ ઔષધિમાં વપરાય છે. કાશી બાજુ ત્યાંના ભૈયા લોકો તેને ‘છોટા ચાંદ’ એમ કહીને ઓળખે છે. બંગાળમાં ‘ચંદ્રા’ના નામથી ઓળખાય છે. સંસ્કૃતમાં ‘સર્પગંધા’ એમ કહે છે અને તે સર્પગંધાના મૂળ છે, એમ મનાય છે.

સર્પગંધાનાં મૂળિયાં અશ્વગંધાના મૂળિયાંથી પ્રમાણમાં નાના હોય છે. અશ્વગંધાના મૂળથી જેવી ઊંધ આવે છે તેવી જ, પણ તેથી પણ વધારે શાંત રીતે સારી ઊંધ સર્પગંધાના મૂળથી આવે છે, તો હવે અમે તમને જણાવીશું આ સર્પગંધાથી શરીરને થતાં અનેક લાભો.

૨ ગ્રામ સર્પગંધાનાં મૂળ,૨ કપ પાણીમાં પલાળી રાખવાં. ચારેક કલાક પછી જીણા વાટીને પીવાથી સારી ઊંઘ આવે છે અને મન પ્રસન્ન થાય છે. કોઈ પણ જાતનો તાવ હોય તો આ પીવાથી તરત જ સારું થાય છે. ગોવા, સાવંતવાડી, કારાવાર, મલબાર વગેરે જગ્યાએ આને સર્વવિષનું મોટું ઔષધ કહે છે.

હાઈબ્લડ પ્રેશર એક ભયાનક બીમારી છે એટલા માટે બહુ જરૂરી હોય છે કે તમારું બ્લડપ્રેશર ના વધે અને હંમેશા બરાબર લેવલમાં રહે. જે લોકો ને બ્લડપ્રેશર ની તકલીફ છે તે સર્પગંધા ની મદદથી આ રોગ ને મટાડી શકે છે. હાઈબ્લડ પ્રેશરના દર્દી એ ઉપર જણાવેલ મૂળનો ઉકાળો અથવા સર્પગંધા ના ચૂર્ણ નો ઉપયોગ કરી શકાય. સ્તન કેન્સરની સારવારમાં પણ સર્પગંધાનો ઉપયોગ થાય છે.

સર્પગંધાના ૨૦ ગ્રામ મૂળ ૧ લિટર પાણીમાં ઉકાળો કરીને તે બધું જ પાળી જેને સાંપ કરડયો હોય તેને પાવાથી તેમજ જયાં કરડ્યો હોય ત્યાં ધીરે ધીરે સર્પગંધાનું પાણી લગાડવું, વીંછી કરડ્યો હોય તે ઉપર પણ આ પ્રમાણે ઉપયોગ કરવો.

કબજિયાત, ગેસ,પેટ માં દુખવું વગેરે સારું કરવામાં સર્પગંધાનું પાન ઉપયોગી છે, જો વારંવાર પેટમાં દુખાવો થતો હોય તો તમે સર્પગંધાનો ઉકાળો પી શકો છો,તેનો ઉકાળો પીવાથી તમારું શરીર એકદમ સ્વસ્થ થઈ જશે. સર્પગંધાનો મુખ્ય ઉપયોગ સગર્ભા સ્ત્રીને સુખથી પ્રસવ થાય તે માટે કરવામાં આવે છે. પ્રસવ આવવાનું ચાલુ થાય ત્યારે આ ઉકાળો આપવાથી સુખપ્રસવ થાય છે. આવી સ્ત્રીઓ ને ઉકાળો અથવા ચૂર્ણ આપવામાં આવે છે.

ઊંઘ ના આવવાની બીમારીથી હેરાન થતાં લોકો માટે સર્પગંધા બહુ લાભદાયક છે અને તેને ખાવાથી ઉંઘના આવવાની સમસ્યા દૂર થાય છે એટલા માટે જે લોકોને ઊંઘના આવતી હોય તે લોકો આ સર્પગંધાના ચૂર્ણનો ઉપયોગ કરવાથી તેમને રાત્રીમાં ઊંઘ સારી આવવા લાગે છે.

નિયમિત ધોરણે પીડાદાયક માસિક સ્રાવથી પીડાતી સ્ત્રીઓ માટે સર્પગંધા એક સરળ ઉપાય  છે. આ માત્ર માસિક સ્રાવ લાવવામાં મદદ કરે છે, પરંતુ તે બળતરા ઘટાડે છે. તે મૂડમાં પણ સુધારો કરે છે, અને તે હતાશા, ખેંચાણ, પેટનું ફૂલવું જેવા રોગ દૂર કરે છે, જે સામાન્ય રીતે માસિક સ્રાવ દરમિયાન થઈ શકે છે.

સર્પગંધાના ઔષધીય ગુણધર્મોને કારણે તે ખાંસીના ઘરેલું ઉપાયોમાં પણ વાપરી શકાય છે. એલર્જીને કારણે ઉધરસની સમસ્યાઓ ઉભી થઈ શકે છે. સર્પગંધા ખાંસીને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.  સર્પગંધાના કેટલાક ફાયદાઓની સાથે તેના નુકશાન પણ છે. ચાલો જાણીએ સર્પગંધાના નુકશાન : સર્પગંધાનો ઉપયોગ દરેક માટે ફાયદાકારક અથવા સલામત નથી.

સર્પગંધાના વધારે સેવનથી પેટમાં બળતરા વગેરે થઈ શકે છે. તેના શક્તિશાળી રસાયણો ઉબકા, ઉલટી, અનુનાસિક રક્તસ્રાવ, અને ભૂખ ઓછી થવી જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે. સર્પગંધા હતાશાના કેસોમાં ઉપયોગ માટે યોગ્ય નથી. સ્તનપાન કરાવતી અને સગર્ભા સ્ત્રીઓએ તેના સેવનથી બચવું જોઈએ. બાળકોમાં અને ડિલિવરી પછી સર્પગંધાનો ઉપયોગ કરવો યોગ્ય નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top