સરગવાના બીજથી માંડીને સરગવાના પાનના ઉપયોગથી ઘણા ફાયદા થાય છે. પરંતુ શું તમે ક્યારેય સરગવાના બીજનો ઉપયોગ કર્યો છે? સરગવાના બીજ નો ઉપયોગ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે સરગવાના પાનની જેમ સરગવાના બીજ પણ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. સરગવાના બીજ નો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓથી છુટકારો મળે છે. કારણ કે સરગવાના બીજમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન અને એમિનો એસિડ ભરપૂર માત્રામાં હોય છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
આર્યુવેદમાં સરગવા સીંગ 300 રોગના ઉપચારમાં ફાયદાકારક જણાવી છે. સરગવાની સીંગના બિયામાંથી તેલ કાઢવામાં આવે છે. તેની છાલ, પાંદડા, જડ વગેરેમાંથી આયુર્વેદિક આયુર્વેદિક દવાઓ તૈયાર કરવામાં આવે છે. તે શરીરના સાંધાઓને મજબૂત કરે છે.
સરગવાના બીજનો ઉપયોગ કરવાની રીત:
તેનો ઉકાળો બનાવીંને પીય શકાય છે આ ઉપરાંત, બીજને શેકી તેને ખાંડીને પાવડર બનાવીને ફાકીની જેમ પણ ગરમ પાણી સાથે પણ લઇ શકાય છે.
સરગવાના બીજના ફાયદા:
અનિદ્રાની ફરિયાદ હોય ત્યારે સરગવાના બીજનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે જો તમે રાત્રે સૂતા પહેલા સરગવાના બીજના પાણીનું સેવન કરો છો, તો તેનાથી ઉંઘ સારી આવે છે અને અનિદ્રાની ફરિયાદ દૂર થાય છે. કબજિયાતની સમસ્યા હોય ત્યારે સરગવાના બીજ નું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે સરગવાના બીજ માં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
જ્યારે શરીરમાં આયર્નની કમી હોય છે ત્યારે અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ્સ થાય છે. પરંતુ જો તમે સરગવાના બીજ નું સેવન કરો છો તો શરીરમાં આયર્નની કમી દૂર થાય છે. કારણ કે સરગવાના બીજ માં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે.
સરગવાના બીજનું સેવન હાડકાં માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે સરગવાના બીજમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જે હાડકાને લગતા રોગોનું જોખમ ઘટાડે છે. સાંધાના દુખાવાની ફરિયાદ હોય તો પણ સરગવાના બીજનો ઉપયોગ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે સરગવાના બીજ માંથી બનેલા તેલથી સાંધાના દુખાવામાં રાહત આપે છે.
હાડકાનો દુઃખાવો તથા કળતરમાં સરગવાનો ગુંદર ચોપડવાથી ઘણી રાહત થાય છે. સરગવાનાં બીજ, સરસવ અને કુષ્ઠ સમભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી શકાય.
સરગવાના બીજનું સેવન પણ હૃદય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે સરગવાના બીજનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે જેનાથી હૃદયને લગતા રોગોનું જોખમ ઘટે છે. કેન્સર જેવા જીવલેણ રોગનું જોખમ ઘટાડવા માટે સરગવાના બીજનો ઉપયોગ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે સરગવાના બીજ કેન્સરના કોષોને વધતા અટકાવવામાં મદદરૂપ સાબિત થાય છે.
મોટાપો એટલે કે વજન ઘટાડવામાં સરગવાનું સૂપ લાભદાયી રહે છે. શરીરની અંદર જામેલી વધારાની ચરબી દૂર થાય છે, અને આથી જ વ્યક્તિઓને મોટાપાની સમસ્યાથી છુટકારો મળે છે. હાઈ-બ્લડ પ્રેશરમાં સવાર સાંજ એક નાની વાટકી સરગવાનો રસ પીવાથી ફાયદો થઈ શકે છે. શુક્રાણુની સંખ્યા વધારવા માટે તથા મહિલા ઓ માં માસિક ધર્મ ની તકલીફ દૂર કરવામાં સરગવો ઉપયોગી નીવડે છે.