શાકભાજીમાં સરગવો એટલે પ્રોટીન અને ખનીજનો ખજાનો, સરગવાની અંદર ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામિન સી અને વિટામિન બી જેવા પોષક તત્વો હોય છે. આથી સરગવાની શીંગોનું સેવન કરવાના કારણે અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહી શકો છો.
સરગવાની સીંગમાં કેલશિયમ અધિક માત્રામા હોય છે તેથી હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત તેમાં આર્યન, મેગ્નેશિયમ અને સીલિયમ હોય છે. જે હાડકાને મજબૂત કરે છે. સરગવાના ફૂલ પેટ અને કફના રોગોમાં, એની શીંગો ઉદરશૂળ, પટ્ટી નેત્રરોગ, મચકોડ, સાઇટિકા, ગઠિયામાં ઉપયોગી છે. તેની છાલનું સેવન સિયાટિકા, ગઠિયા, યકૃત માટે ફાયદાકારક હોય છે.
તેની છાલ સાથે મધ મેળવીને પીવાથી વાત અને કફના રોગો દૂર થાય છે. તેના પાનનો ઉકાળો પીવાથી સંધિવા, સિયાટિકા, લકવો, વાયુ વિકારોમાં ઝડપી રાહત મળે છે. સિયાટિકાના ઝડપી વેગમાં, સરગવાના મૂળનો ઉકાળો ઝડપી દરે એક ચમત્કારિક અસર બતાવે છે. મચકોડ આવવા પર સરગવાના પાનને પીસીને પેસ્ટ બનાવીને સરસવનું તેલ નાખીને ધીમા તાપે ગરમ કરીને મચકોડની જગ્યાએ લગાવવાથી જલ્દી ફાયદો થાય છે.
સવાર-સાંજ સરગવાનો રસ પીવાથી હાઈ બ્લડ પ્રેશરમાં ફાયદો થાય છે. તેના પાંદડાઓના રસના સેવનથી ધીમે ધીમે સ્થૂળતામાં ઘટાડો જોવા મળે છે. તેની છાલના ઉકાળાથી કોગળા કરવાથી દાંતના કીડા નાશ પામે છે અને પીડાથી પણ રાહત મળે છે. તેના કુમળા પાનનું શાક ખાવાથી કબજિયાત મટે છે.
લીવર કેન્સરની બીમારી માટે સરગવાના 20 ગ્રામ છાલનો ઉકાળો બનાવીને પીવાથી કેન્સરમાં રાહત થાય છે. સરગવાની છાલ અને સરગવાના પાંદડામાં એન્ટી કેન્સર અને એન્ટી ટ્યુમર ગુણ હોય છે. આ સિવાય સરગવાના પાંદડા પોલિફેનોલ્સ અને પોલીફલોનોઈડસથી સમૃદ્ધ હોય છે, જે એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી કેન્સર ગુણ ધરાવતા હોય છે જેથી તે આ જીવલેણ બીમારીને ઓછી કરવામાં સહાય કરે છે.
કેન્સર દરમ્યાન, શરીરમાં બનેલી ગાંઠ કે ફોડામાં સરગવાના મૂળનો અજમો હિંગ અને સૂંઠ સાથે ઉકાળો બનાવીને પીવાથી રાહત મળે છે. આ ઉકાળો સાયટિકા (પગમાં દુઃખાવો), સાંધાનો દુઃખાવો, લકવો, દમ, સોજો, પથરી વગેરેમાં ફાયદાકારક નીવડે છે. અસ્થમા અને સાંધાનો દુઃખાવો જેવા રોગોમાં સરગવાનો ગુંદર ફાયદાકારક માનવામાં આવે છે.
થાઇરોડના રોગીઓએ તો સરગવાની સીંગ અવશ્ય ખાવી જોઇેએ. જેની થાઇરોઇડ ગ્લેન્ડ અધિક સક્રિય હોય તે સરગવાની સીંગ ખાય તો થાઇરોડનો સ્ત્રાવ ઓછો થાય છે. આનું નિયમિત સેવન તમારી આંખો ની રોશની ને વધવામાં મદદ કરે છે, તેના પાંદડાનો રસ કાઢીને તેને આંખો માં પણ લગાવી શકાય છે.
સરગવામાં ઉચ્ચ માત્રામાં ઓલિક એસિડ હોય છે, જે એક પ્રકારનું મોનોસેચ્યુરેટેડ ચરબી છે અને તે શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સરગવામાં વિટામિન-સી ઘણી માત્રામાં હોય છે. તે શરીરના ઘણા રોગો સામે લડે છે, ખાસ કરીને શરદી અને ખાંસીથી. જો શરદીને કારણે નાક અને કાન બંધ થઈ ગયા છે, તો સરગવાને પાણીમાં ઉકાળો અને તેની વરાળ લો. તેનાથી જડતા ઓછી થાય છે.
સરગવાના પાંદડા, લસણ, હળદર, મીઠું તથા કાળા તીખા બરાબર માત્રામાં એક સાથે વાટીને કુતરાના કરડવાના સ્થાન પર લગાવવાથી સોજો મટે છે, સાથે તાવ આવ્યો હોય તો તાવ પણ મટે છે. આ પેસ્ટનો 10 થી 15 ગ્રામની માત્રામાં સવારે અને સાંજે સેવન કરવાથી લાભ થાય છે. સરગવાની છાલને પાણીમાં ઘસીને તેના 1 થી 2 ટીપા નાકમાં નાખવાથી તથા સેવન કરવાથી મગજનો તાવ અથવા ટાઈફોડ ઉતરે છે.
સરગવામાં વિટામિન એ હોય છે, જે પ્રાચીન સમયથી સુંદરતા માટે વપરાય છે. આ લીલી શાકભાજી ખાવાથી વૃદ્ધાવસ્થા દૂર રહે છે. તે આંખોની દ્રષ્ટિ પણ સારી કરે છે. સરગવાનું સૂપ પણ પી શકાય છે, તે શરીરના લોહીને સાફ કરે છે.
સરગવાના મૂળનો સ્વાદ મૂળા જેવો જ હોય છે. તેના મૂળને કયારેક મસાલાના ઉપયોગમાં પણ લેવામાં આવે છે. એનો ઉપયોગ પરફ્યુમ, દવા, ખાતર અને પાણીને પ્યુરીફાઈ કરવામાં થાય છે, એટલે જે સરગવાના મૂળિયાને પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. એન્ટિબાયોટિક ગુણોથી ભરપૂર હોવાના કારણે સરગવાના મૂળનો ઉપયોગ અસ્થમા, પાચનને લગતી બીમારીઓ, ત્વચાની સમસ્યાઓ, થાયરોઇડ અને સોજો દૂર કરવા માટે થાય છે. સરગવાના બીજથી તેલ કાઢી શકાય છે, જે કોઈ પણ ગંધ વિનાનું હોય છે અને સાફ હોય છે, જેને ચહેરા પર લગાવવાથી દાઘ દૂર થાય છે અને ચહેરો સાફ થાય છે.