આંખ, મગજ, અને ગાઉટ જેવા અનેક રોગો માટે ડોક્ટર પાસે ન જવું હોય તો રોજ ખાઓ આ ફળ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ડોક્ટર પાસે ન જવું હોય તો. રોજ એક સફરજન ખાઓ. કાનો માત્ર વગરના એક ચાર અક્ષરનો શબ્દ ‘કસરત’ શરીરનું સ્વાસ્થ્ય જાળવવામાં ખૂબ જ જરૂરી છે. એ તમને કદાચ ખબર હશે પણ જેની વિશેષ ખબર કદાચ તમને ન હોય તેવા કાનો માત્ર વગરના પાંચ અક્ષરના શબ્દથી બનેલ ‘સફરજન” શરીરના સ્વાસ્થ્ય માટે કેટલી જબરદસ્ત મદદ કરે છે તે તમારે જાણવું જરૂરી છે જ. સફરજનની જાત પ્રમાણે ૧૦ થી ૫૦ ટકા ખાંડ તેમાં હોય છે. ૮૪ ટકા પાણી હોય છે અને ખનીજ પદાર્થોમાં આયર્ન, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશ્યમ અને વિટામિન માં વિટામિન એ’, વિટામિન ‘સી’, વિટામિન “બી” કોમ્પ્લેક્સ હોય છે અને તેની કૅલરી મૂલ્ય ફક્ત ૬૦ છે.

વિવિધ રોગો માં સફરજનઆ રીતે ઉપયોગી છે, એનીમિયા પૂરતો પૌષ્ટિક આહાર ન લેવાને કારણે આ રોગ થાય છે. એનીમિયા (લોહી ઓછું હોવું)માં સફરજન નો તાજો રસ આપવાથી ફક્ત ૧૦ દિવસમાં ગુમાવેલી શક્તિ પાછી આવે છે. લોહી સુધરે છે કારણ સફરજનમાં ૧૦૦ ગ્રામમાં ૧.૮ મિ.ગ્રામ આયર્ન હોય છે. બાળકોમાં જ્યારે ડાયેરિયા (ઝાડા થઈ જવા) થાય ત્યારે તે દિવસમાં ચા-પાંચ વખત બે-બે ચમચી સફરજનનો માવો આપવાથી ઝાડા બંધ થઈ જાય છે. માથાના દુખાવામાં સફરજન પોતાનામાં રહેલા અનેક ખનીજ પદાર્થ અને વિટામિનને કારણે તમને માથું દુખતું હોય તો મટાડી દેશે. આ માટે સફરજનનો માવો થોડું મીઠું નાખીને ખાઓ.

હાર્ટએટેક આવવાનાં ઘણાં કારણોમાંનું એક કારણ પોટેશ્યમની કમી છે. રોજ તમે સફરજન લો તો પોટેશિયમ પૂરતા પ્રમાણમાં મળવાથી હાર્ટ એટેકની શક્યતા ઘટી જાય છે. સાંધાનો વા (આર્થાઇટીસ)માં દુખતા સાંધા ઉપર બાફેલા સફરજનની પોટીસ બાંધવાથી દુખાવો જતો રહે છે અને આ જ રીતે ગાઉટ જે સાંધાના વા નો એક પ્રકાર છે. જેમાં પગનો અંગૂઠો સૂઝી. જાય અને ચાલી પણ ન શકાય તેમાં સફરજન આપવાથી યૂરિક ઍસિડ ઓછો થઈ જાય છે અને ગાઉટ નો દુખાવો મટી જાય છે.

નિયમિત એક સફરજનનો પોચો માવો જભ્યા પછી લેવાથી પેટની ગરબડ એટલે કે ગેસ ઓછો થઈ જાય છે. સફરજનમાં રહેલ મલિક એસિડ ખોરાકમાં લીધેલ પ્રોટીનના પાચન ઝડપથી કરવામાં મદદ કરે છે અને ગેસ ઓછો ઉત્પન્ન થાય છે અને પેટની ગરબડ થતી નથી. સફરજનમાં કિડનીમાં વધારે યૂરિન ઉત્પન્ન કરવાની શક્તિ. છે જેથી શરીરમાં રહેલા સોડિયમ ઓછું કરવામાં મદદ કરે છે. આ ક્રિયામાં સફરજનમાં વિશેષ પ્રમાણમાં રહેલા પોટેશિયમ પણ મદદ કરે છે. આથી બીપી. ઓછું થાય છે. સફરજનની છાલને ઉકાળી તેના પાણીમાં થોડું મધ નાખી ને દવાની માફક ત્રણ વખત પીવાથી અને તે પાણીનાં ટીપાં આંખમાં નાખવાથી દુખતી આંખ મટી જશે. સફરજનના માવા ની પોટિસ આંખ પર રાખવાથી આંખમાં ઠંડક થાય છે.

રોજના ૨૫૦ ગ્રામ સફરજન ખાવાથી સૂકી ઉધરસમાં ફાયદો થાય છે. રોજ એક સફરજન ટુકડા કરી ચાવીને ખાવાથી દાંત ચોખ્ખ થઈ જાય છે. સફરજનમાં રહેલા એસિડને કારણે મોમાં અને દાંતના પોલાણમાં રહેલા બેક્ટેરિયા નાશ પામે છે. મોંમાંથી દુર્ગંધ મારતી નથી. કેવીટી ઓછી પડે છે.  સફરજનમાં રહેલા વિટામિન બી કોમ્લેક્ષ, પોટેશિયમ અને ફોસ્ફરસ થી લૂટામીક એસિડ બને છે. આને લીધે જ્ઞાનતંતુના કોષોને પોષણ મળે છે. રોજ તમે એક સફરજન એક ચમચી મધ નાખી દૂધ સાથે લેશો તો તમને થાક લાગવો, મગજ ઉશ્કેરાવું, ડિપ્રેશન, યાદ ન રહેવું અને ધ્યાન ન રહેવું. આવવી જ્ઞાનતંતુની તકલીફો દૂર થઈ જશે. થાક જતો રહેશે. ઉત્સાહ વધી જશે.

સફરજનમાં રહેલ પેક્ટીન નામનું ફાઇબર આંતરડામાં ખોરાક સાથે ભળીને, જ્યારે આ ખોરાકમાંથી તત્ત્વો ચુસાઈને મળ બને, ત્યારે તેની બહાર કાઢી નાખવાની ગતિ વધારે છે. આને લીધે આંતરડામાં ચોટેલી ચરબીની અને મેંદાને બહાર કાઢી નાખે છે. આ રીતે જાડાપણું અને કોલેસ્ટ્રોલ બંને દૂર કરવામાં મદદ કરે છે. કોલ્ડ સ્ટોરેજમાં રહેલા અને સડેલા સફરજન કદાપિ ન વાપરશો. સફરજન સારી રીતે ધોઈને વાપરશો. રોજ એક સફરજન ખાઓ અને ડૉક્ટરને તમારાથી દૂર રાખો.

સફરજન ઉપર પાતળી છાલ છોલીને ખાવાથી તેના ફળ મીઠાં લાગે છે. પરંતુ સફરજન છોલીને ખાવી જોઈએ નહીં, કેમ કે હાલની અંદર ઘણા અગત્યના ક્ષારો હોય છે. સફરજનના કટડા સાકરમાં મૂકી રાખી ખાવાથી ઘણા જ મીઠાં લાગે છે. સવારે નરણે કોઠે ખવાય તો વધારે ગુણ આપે છે. લોહીનું દબાણ ઓછું કરવામાં એ ઉત્તમ મનાય છે. શરીરમાંનું ઝેરી તત્વ એ નાબૂદ કરે છે અને તેને ખાવાથી દાંતનાં પેઢાં મજબૂત થાય છે. વળી હોજરીની ખટાશ દૂર કરવામાં તો એ અમૃત સમાન ગણાય છે. સૂતી વખતે સફરજન ખાવાથી મગજ શાંત થઈ ઊંઘ સારી આવે છે.

તાવ સાથે સોજાના જે રોગીને અગ્નિ મંદ હોય, પાતળા ઝાડા થતા હોય, ઝાડામાં થોડો કાચો આમ જ તો હોય, પેટમાં ભારેપણું લાગતું હોય, પેટ દબાવવાથી પીડા થતી હોય એવા રોગીઓને માટે સફરજન પર રાખવામાં આવે તો ધીમે ધીમે રોગ દૂર થાય છે. જીર્ણ રોગ જ્યારે લાંબા સમયથી ત્રાસ આપતા હોય, આમાતિસાર જીર્ણ થઈ ફરીથી લાગુ થઈ પાંચ સાત ઝાડા થતા હોય, પાચનક્રિયા બગડી ગઈ હોય, વારે વારે થોડા થોડા ઝાડા થતા હોય કે મળાવરોધ રહેતો હોય, પેટમાં ભારેપણું લાગવું હોય, આળસ આવતી હોય અને બહુ નબળાઈ આવી ગઈ હોય ત્યારે અનાજ બંધ કરી માત્ર સફરજનનું સેવન કરવામાં આવે તો થોડા જ દિવસમાં સર્વ પ્રકારના વિકાર દૂર થાય છે, પાચનક્રિયા બળવાન બને છે, સ્કૂર્તિ આવે છે અને મુખ તેજસ્વી બને છે.

થોડી ઠંડી કે ગરમી લાગવાથી કે થોડો પરિશ્રમ કરવાથી તાવ આવતો હોય, વારંવાર ઊથલો મારે થોડા થોડા દિવસે તાવ આવતો હોય તો રક્તાદિ ધાતુઓની અંદર રહેલા તાવના ઝેર ને બાળવા માટે અનાજ બંધ કરી ‘સેવ કલ્પ’ કરાવવામાં આવે જેમાં રોગીને માત્ર સફરજનનું સેવન કરવામાં આવે-તો થોડા જ દિવસમાં હંમેશને માટે રોગીને તાવથી છુટકારો મળી જાય છે અને શરીર બળવાન બને છે.

જે રોગીઓના પેશાબમાં યુરિક એસિડ વધારે માત્રામાં જતો હોય અને સાંધામાં દર્દ થતું હોય, પાચનક્રિયા દૂષિત રહેતી હોય, તેમને પણ માત્ર સફરજન પર રાખવાથી થોડા જ દિવસમાં તેની યકૃત ક્રિયા સુધરે છે અને મૂત્રામ્સનું પ્રમાણ ઓછું થાય છે. મેદવૃદ્ધિ હોવાથી થોડા પરિશ્રમ પણ સહન ન થાય, ભૂખ-તરસ વેગ સહન ન થાય, તરસ લાગે ત્યારે તરત જ પાણી પીવું પડે, નહીં તો ગભરામણ થાય, થોડું ચાલવાથી પણ શ્વાસ ભરાઈ જાય, એવા મેદવાળાઓને અનાજ બંધ કરી માત્ર સફરજનનું સેવન કરવાથી ખૂબ ફાયદો થાય છે.

લોહીવિકાર થવાથી વારંવાર ગુમડા નીકળ્યા હોય, ત્વચા રોગ જીર્ણ થવાથી ચામડી શુષ્ક થઈ હોય, રાત્રે કંડુ-ખંજવાળ વધારે સતાવતી હોય, આંગળીઓ અને નિતંબ પર ખસની પીળી પીળી ફોલ્લીઓ ત્રાસ આપતા હોય, અને શાંત નિદ્રા આવી ન હોય તો અનાજ બંધ કરી માત્ર સફરજનનું સેવન કરવાથી ફાયદો થાય છે.વૈજ્ઞાનિક મત પ્રમાણે સફરજનમાં ગ્લુકોજ, કાર્બોહાઇડ્રેટ, ફોસ્ફરસ, પોટેશિયમ, લોહ, ઈથર, મલિક ઍસિડ, લિસિથિન, ખનિજ વગેરે ક્ષારો છે. તેમાં વિટામિન “બી-૧” અને ‘સી’ છે.સફરજનમાં ટાર્ટરિક એસિડ હોવાથી આમાશય મા એ એકાદ કલાકમાં પચી જાય છે અને ખાધેલા બીજા ખોરાકને પણ જલદી પચાવી દે છે.

સેવકલ્પ કરનારને માત્ર સફરજનનું સેવન કરનાર દૂધ માફક આવતું હોય તો સવા સાંજ દૂધ લેવું અને બપોરે સફરજન લેવું. દૂધ અને સફરજનની વચમાં ત્રણ કલાકનું અંતર રાખવું એ વખતે દૂધ કે સફરજન એટલી જ માત્રામાં લેવું કે તેને પાચન થતાં ત્રણ કલાક જ લાગે. જેમને દૂધ માફક આવતું ન હોય તો ગાયના તાજા દહીંનો મઠો લઈ શકે છે. જો ઝાડાનો રંગ સફેદ હોય તો દહીંની મલાઈ ઉતારી લઈ મઠો બનાવવા અને જો રોગીને સોજો હોય તો મઠા માં મીઠું બિલકુલ ન નાખવું.

દવાઓ બનાવવામાં પણ સફરજનનો ઉપયોગ થાય છે. સંસ્કૃત અને હિંદીમાં સફરજનને સેવ કે સેવાફલ કહે છે. ઔષધિ તરીકે તેનાં ફળ, તેના ઝાડની છાલ અને મૂળની છાલ વપરાય છે. સફરજન વાયુ તથા પિત્તને મટાડનાર, પુષ્ટી આપનાર, કફ કરનાર, ભારે, રસમાં તથા પાકમાં મધુર, ઠંડું, રુચિ કરનાર અને વીર્યને વધારનાર છે. સફરજન કામોત્તેજક, હૃદયને હિતકર અને ગ્રાહી છે. અતિસારમાં એ પથ્ય છે. સફરજન પાચનશક્તિ વધારનારું અને લોહી વધારનારું છે.

સફરજન નો આયુર્વેદના શાસ્ત્રીય પ્રયોગમાં ઉપયોગ થયેલ નથી. પરંતુ અનેક રોગોમાં પથ્થરૂપે તેનો ઉપયોગ થાય છે. અતિસાર, અર્શ, પ્રવાહિકા, મળાવરોધ, મોતીઝરા, પિત્તજવર, જીર્ણજ્વર, પ્લીહા વૃદ્ધિ, અરુચિ, અજીર્ણ, શારીરિક નિર્બળતા, ઉન્માદ, શિરદર્દ, સ્મરણશક્તિ હ્રાસ, ગભરામણ, યકૃત વૃદ્ધિ, હૃદયવિકાર, પથરી, મેદવૃદ્ધિ, રક્તવિકાર, શુષ્ક શ્વાસ, સૂકી ખાંસી અને વાસ્તવિકારોમાં તે હિતાવહ છે.

સફરજનના નાના નાના કટડા કરી, કાચના કે ચિનાઈ માટીના વાસણમાં, ઝાકળ પડે એ રીતે ખુલ્લામાં, ચાંદની રાતના મૂકી રાખી, રોજ સવારે (એક મહિનો) ખાવાથી શરીર તંદુરસ્ત બને છે. સફરજન ના ઝાડ ની ચાર માસા છાલ અને પાન પીવાના વીસ તોલા ઊકળતા પાણીમાં નાખી દસ-પંદર મિનિટ સુધી ઢાંકી રાખી ગાળી લઈ, તેમાં એક કટડો લીંબુનો રસ અને એક-બે તોલા ખાંડ મેળવી પીવાથી તાવ ગભરામણ, તરસ, થાક અને બળતરા દૂર થાય છે. યકૃતના વિકારને લીધે આવનાર તાવમાં પણ ફાયદો થાય છે. તેનાથી તાવ ઊતરી જાય છે અને મન પ્રસન્ન થાય છે.

સફરજન ને અંગારામાં શેકીને ખાવાથી અતિ બગડી ગયેલી પાચનક્રિયા સુધારે છે. રાત્રે સફરજન ખાવાથી જીર્ણ મળાવરોધ તેમજ જરાવસ્થાનો મળાવરોધ મટે છે અને ઉદરશુદ્ધિ થાય છે. મળાવરોધ રોગીઓ માટે સફરજનનું સેવન આશીર્વાદ સમાન નીવડે છે. સફરજનનો રસ સોડા સાથે મેળવી દાંતે ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે તેમ જ દાંતની છારી દૂર થઈ દાંત સ્વચ્છ બને છે.

સફરજનને અંધારામાં શેકી, કચેરી, પેટીસ બનાવી રાત્રે આંખ પર બાંધવાથી થોડા જ દિવસમાં આંખોને ભારેપણું, દષ્ટિ મંદતા, પીડા વગેરે મટે છે. સફરજન શીતળ હોય કેટલાક શરદી, સળેખમ ઇત્યાદિ કરે છે. કોઈને એ કબજિયાત પણ કરે છે અને વધુ પ્રમાણમાં ખાવાથી નુકસાન પણ કરે છે.યુનાની મત પ્રમાણે સફરજન, હૃદય, મગજ, લીવર અને હોજરી અને બળ આપે છે, ભૂખ લગાડે છે, લોહી વધારે છે અને શરીરની કાંતિ વધારે છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top