શું તમે પણ એડી અને પાની ના દુખાવા થી પરેશાન છો? તો અત્યારે જ જાણો તેના કારણો અને મટાડવા ઉપાયો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ચાલીસ વર્ષ ઉપરના મોટા ભાગના સ્ત્રી-પુરુષો ની કાયમ ની ફરિયાદ એડીનો અને પાનીનો દુખાવો હોય છે. તમારા પગની ફરિયાદ સાંભળવાની શરૂઆતની. બેદરકારી જ એનું મુખ્ય કારણ છે એની મને ખબર હોવી જોઈએ. જેમાં પર (બાવન) જેટલા હાડકાં અને ૬૬ જેટલા સાંધા છે. જેમાં અનેક સ્નાયુ, અને ટેન્ડન, અનેકગણા લિગામેન્ટ, ઝીણી મોટી લોહી લઈ જનારી. (આર્ટરિઝ) અને ખરાબ લોહી લઈ જનારી (વેન્સ) નળીઓ અને ઝીણા જાળાને મોટી સફેદ દોરી જેવી અસંખ્ય નર્વસ (જ્ઞાનતંતુ) ધરાવતા પગ આખી જિંદગી સુધી તમને કોઈ પણ તકલીફ કર્યા વગર ચાલતા ચાલતા રાખે છે તે જાણીને તમને ખરેખર કોઈ પણ વખતે કુદરતના આ કરિશ્મા માટે આશ્ચર્ય અને આનંદ ભાવ જાગતો નથી ?

કુદરતની આ જબરદસ્ત કરામત અને તમે બરાબર જાળવો તો તમને કદાપિ એડી અને પાનીનો દુખાવો થાય જ નહીં. આમ જુઓ તો જ્યારથી તમને એડીનો અને પાનીનો દુખાવો પરેશાન કરવા માંડ્યો છે ત્યારથી તમારી તબિયત, સુખશાંતિ અને તમારી આનંદી જીવનપદ્ધતિમાં ઘણો ફેરફાર થઈ ગયો છે. હવે આ દુખાવાની લ્હાયમાં તમરાં રોજિંદાં કાર્યો પણ નિરાંતે કરી શકતા નથી પછી નિયમિત કસરત કરવાની તો વાત જ ક્યાં રહી. દરેક ડગલું માંડો અને દુખાવો થતો હોય એ વખતે તમારા જીવનના દરેક અનુભવોને નકારાત્મક તરીકે લેવાની વૃત્તિ (પોઝિટિવ એટિટ્યુડ) પણ ઠેકાણે પડી ગઈ હોય.

એડી અને પાનીના દુખાવાના ભલે હજાર કારણો હોય પણ તેને દૂર કરવાના ચોક્કસ અને અસરકારક ઉપાય છે એ હકીકત છે. એડીના દુખાવાના કારણો માં સૌથી અગત્યનું અને મુખ્ય કારણ ચાલવાની કે દોડવાની ખામી ભરી રીત છે. આને લીધે તમારી એડીના મુખ્ય હાડકા (હોલબોન અથવા કેલકેનિયમ) અને તેની આજુબાજુ રહેલા કોમળ ટિરયુ પર બિનજરૂરી દબાણ (સ્ટ્રેસ) વધે છે. જ્યારે તમે ચાલે છે કે દોડો છો ત્યારે તમારા પગ જાણે અજાણે અંદરની બાજુ વળે છે  એ પણ એક કારણ છે. કોઈ વખતે એડી પર ધક્કો આવ્યો હોય કે ઈજા થવાથી છોલાયુ હોય ત્યારે ઘસારો થવાથી દુખે માટે પગ વળી જાય, કોઈ વખતે બરાબર ફીટ ન થતા હોય તેવા જૂના ઘસાઈ ગયેલા બૂટ પહેરવાથી અને આ બધાની સાથે તમારું વજન વધારે હોય ત્યારે પણ એડીનો દુખાવો થાય.

બીજા કારણોમાં ગાઉટ, આર્થરાઇટીસ  પણ હોઈ શકે. એડીને જ લાગતું એડીના દુખાવા નો અગત્યનું બીજું અને ત્રીજું કારણ  હિલ સ્પર (કેલકેરીયમ ઉપર થયેલ ખીલી) અને પ્લાન્ટર ફેસાઇટીસ છે. પ્લાન્ટર ફેસીયા એડી થી પગના આંગળા સુધી જનાર મજબૂત પટ્ટો છે જે પગના વળાંક(આર્ય)ને આધાર આપે છે. આ પટ્ટા પર તમે વધારે ને વધારે દબાણ આપો તો આ પટ્ટો લાંબો થાય, થોડો પહોળો પણ થાય અને કોઈ ઠેકાણે ફાટી પણ જાય. દબાણ વધવાનું કારણ તમારું વજન અને તમારી શારીરિક પ્રવૃત્તિ. સારા બૂટ પહેર્યા વગર ઝડપી ચાલવાથી, દોડવાથી, કૂદકા મારવા થી અને બધી જ રમતો જેમાં પગની ઘૂંટી પર વધારે જોર આવે તો ગણી શકાય.

પટ્ટો ફાટી જાય ત્યાં લોહી નીકળે, સોજો આવે અને દુખાવો વધે. પગના તળિયાની આર્ચ પણ દબાઈ જવાથી પગ સપાટ થાય (ફ્લેટ ફુટ થાય) કેલકેનિયમને અડીને જો પટ્ટો ફાટી જાય તો ત્યાં વારે વારે આવું હોવાથી કેલ્શિયમ ડિપૉઝિટ થાય અને હીલ સુપર’ એટલે કે હાડકાંની ખીલી જેવી તકલીફ થાય. આ રીતે પ્લાન્ટર ફેસાઇટીસ તેમજ હીલ સ્પર’ બંને પરિસ્થિતિમાં સોજો આવવાથી પગની પાની અને એડી લાલ થાય, સખત દુખાવો થાય અને તે ભાગ ગરમ લાગે વધારાના કારણમાં હેગલુંડ ડિૉર્મિટી અથવા પમ્પ બમ.

એડીના દુખાવાના આજના જમાનાને અનુરૂપ ઊંચી એડીના સેન્ડલ જેનો પરદેશમાં ઉપયોગ વધારે થાય છે તે હવે આપણા દેશમાં પણ બહેનો પહેરવા માંડ્યાં છે તેના ઉપયોગથી એડી નો પાછળનો ભાગ સતત ઘસાવાથી ત્યાં સોજો આવવાથી થાય છે. બમ્પ એટલે સોજો અને પમ્પ એટલે ઊંચી એડીના સેન્ડલ એટલે આ પ્રકારના દુખાવાને પમ્પ બમ્પ કહે છે. હાઈ અને લો આર્ચીસ : એડી અને પાણીના દુખાવાનું એક વધારાનું દૂરનું કારણ પણ તમારે જાણવું જોઈએ. તમારા પગ સપાટ હોય (ફ્લેટ ફીટ), લો અથવા હાઈ આર્ચ હોય ત્યારે આર્ચ ઉપર દબાણ થી ખૂબ દુખાવો થાય.

આ પ્રમાણે આર્ચ લો કે હાઈ હોય અથવા ફ્લેટ ફુટ હોય ત્યારે બુનીઅન, હેમરટો વગેરે તો થાય જ પણ તેની સાથે પગમાં થાક લાગવાની અને દુખાવાની ફરિયાદ થાય છે. સામાન્ય ઉપાયોથી ના મટે ત્યારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. એડીના અને પાણીના દુખાવા ના લક્ષણો : (૧) ઊભા હોય, ચાલતા હોય કે દોડતા હોય ત્યારે સતત દુખાવો રહ્યા. કરે. (૨) પાની અને એડીના ભાગમાં સોજો આવે. (૩) તે ભાગ લાલ થઈ જાય અને સ્પર્શ કરવાથી ગરમ લાગે અને દુખે.  જ્યારે સૂઈ જાય ત્યારે આર્ચ (કમાન) ઉપર દબાણ આવે નહીં માટે દુખાવો જતો રહે. પથારીમાંથી ઊભા થઈ ચાલો ત્યારે પહેલું પગલું માંડતી વખતે ખૂબ દુખાવો થાય અને પછી ચાલો ત્યારે ધીરે ધીરે ઓછી થઈ જાય.

એડીના અને પાની ના દુખાવા ની સારવાર : એડીના અને પાનીના દુખાવા માટે કયા પ્રકારનો દુખાવો છે, કારણો કયા છે અને દુખાવો સાધારણ છે કે ખૂબ વધારે આ બધી વાતો જાણવી જરૂરી છે. આરામ લેવો એ સૌથી સારામાં સારો ઉપાય છે પણ આરામ કર્યા પછી પણ જો દુખાવો ચાલુ રહે તો ડૉક્ટરને બતાવવું પડે. પરદેશમાં ‘ફૂટ ડૉક્ટર’ અથવા તેને “પોડિઆટ્રિસ્ટ’ કહીએ છે.

જે જે પ્રવૃત્તિઓથી પગના તળિયા ઉપર દબાણ આવતું હોય તે બધી જપ્રવૃત્તિઓમાં ધીરે ધીરે પ્રમાણ ઓછું કરવું જોઈએ. બૂટ અને ચંપલમાં તમારા પગની આર્ચ(કમાન)ને ટેકો (સપોર્ટ) મળે તેવા ઇનસોલ લગાડવા જોઈએ. તાત્કાલિક દુખાવો દૂર કરવા માટેની દવા મોં વાટે અથવા ઇન્જેક્શન થી આપવી જોઈએ. પગની પાનીની કસરત કરવી જોઈએ.  ઇલેસ્ટોપ્લાસ્ટ ટેપ અથવા બેન્ડેજ બાંધવા જોઈએ.  ગરમ પાણીની કોથળી અથવા હીટિંગ પેડથી ૧૦ મિનિટ શેક કરી અને ત્યાર પછી એક કલાક પછી ૧૦ મિનિટ બરફનો શેક કરવો જોઈએ.  લોકલ ઇલેક્ટ્રિક સ્ટિમ્યુલેશન મશીનથી સારવાર કરવી જોઈએ.

પ્લાન્ટર ફેશિયાના સોજાને તદ્દન આરામ ત્રણથી ચાર દિવસ પથારીમાં સૂઈ રહીને આપવાનો છે.  બરફ દિવસમાં બે-ત્રણવાર લગાડી શકાય.વજન ઓછું કરો તો પ્લાન્ટર ફેશિયા ઓછો ખેંચાશે અને દુખાવો ઓછો થશે.  નીચે ગાદી. હોય, ફોમ હોય અથવા પોચું રબર હોય તેવાં ચંપલ અને બૂટ વાપરવાં ૬. ઊંચી એડીવાળાં બૂટે કે ચંપલ ન વાપરવાં. પ્લાન્ટર ફેશિયાને સતત ખેંચાયેલો રહે નહી માટે ખાસ બનાવેલ સપ્લીન્ટ લગાડવી.

થોડી પગની કસરત જેમાં સવારે ઊઠો ત્યારે પથારીમાંથી બહાર પગ મૂકતાં પહેલાં પગના પંજાને ઘૂંટીમાં થી આગળ પાછળ કરવાની સ્ટ્રેચ કરવાની) કસરત અને આખા દિવસ દરમિયાન જ્યારે સમય મળે ત્યારે પગને આરામ મળે અને લોહી ફરતું રહે માટે એ જ પ્રકારની સ્ટ્રેચિંગ કસરત કરવી જોઈએ. જો તમે પથારીમાંથી ઊઠીને જમીન ઉપર પગ માંડતાં પણ સખત દુખાવો, ચીસો પાડી જાય તેવો થતો હોય તો આ કસરત જરૂરી છે. આખો દિવસ ફરવાને કારણે ખેંચાણ માં રહેલ પ્લાન્ટર ફેશિયાને રાત્રે જ્યારે સૂઈ જાય ત્યારે જ પંજો રિલેક્સ થતો હોવાથી જ્યારે સવારે પગ નીચે મૂકો ત્યારે વજન અને એકદમ ખેંચાણને કારણે જ આવો સખત દુખાવો થતો હોય છે.પગનાં તળિયાં અને એડીનો દુખાવો સરળતાથી મટાડવાનું તારા હાથમાં છે. કોર્ટીસોનનાં ઇન્જકશન કે ઓપરેશન એ સાચા ઉપાય નથી. કસરત એ જ શ્રેષ્ઠ ઉપાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top