દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે,પરંતુ આયુર્વેદ અનુસાર જો દહીંને ખોટા સમયે ખાવામાં આવે તો તેની વિપરીત અસર પણ થઈ શકે છે.ઉનાળો આવે એટલે મોટા ભાગના લોકોની ટેવ બપોરના ભોજન સાથે દહીં ખાવાની હોય છે.તે સારી ટેવ છે.
દહીં એ ઘણી રીતે સ્વાસ્થ્ય માટે સારું છે અને મોટાભાગના લોકો દહીં ખાવાથી કોઈ સમસ્યા થતી નથી.આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે રાત્રે દહીં ખાવાથી બચવું જોઈએ. રાત્રે દહીં ખાવું એ એક રીતે શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે.
રાતના સમયે આપણા શરીરમાં કફ કુદરતી રીતે વધે છે.તેથી રાત્રે દહીં ખાવાથી પેટને લગતી ઘણી બીમારીઓનું જોખમ રહેલું છે. ઘણા નિષ્ણાતોના મતે રાત્રે દહીં ખાવાથી ફૂડ પોઇઝનિંગની સમસ્યા પણ થઈ શકે છે.
જે લોકો લેક્ટોઝ પીવા માટે અસમર્થ હોય છે,તવા લોકો પણ દહીં ખાઈ શકે છે. સામાન્ય રીતે જે લોકો દૂધ પીવા માટે સક્ષમ હોય છે તેમને પણ દહીં ખાવાથી કોઈ સમસ્યા થતી નથી.વૈજ્ઞાનિકોના કેહવા પ્રમાણે દહીંના સેવનથી કોઈ નુકસાન નથી.
આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે આપણે ઠંડા અને ગરમ ખોરાકનું સેવન એકસાથે ન કરવું જોઈએ.આના કારણે આપણને ગળામાં સોજાની સમસ્યા થઈ શકે છે. રાત્રે દહીં ખાવાથી ખોરાકના પાચનમાં મુશ્કેલી થઈ શકે છે.આવા ખોરાકને પચાવવા માટે એનર્જી બર્ન કરવાની જરૂર હોય છે.જમ્યા પછી તરત જ સૂવું પાચનતંત્રને નબળું પાડે છે અને દહીં સોજા વધારે છે.તેથી રાત્રે દહીં ખાવાથી શરીરમાં ઘણા નુકસાન થઈ શકે છે.
રાત્રે દહીં ખાવાથી કફ,શરદી,સાંધાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.તેથી જો શક્ય હોય તો રાત્રે દહીં ખાવાનું ટાળવું વધુ સારું છે.દહીં રાત્રે તેમજ વસંત ઋતુમાં ન ખાવું જોઈએ. રાત્રે વધારે પ્રમાણમાં દહીંનું સેવન કરવાથી જાડાપણામાં વધારો થઈ શકે છે જો પહેલાથી તમારું વજન વધારે છે,તો રાત્રે દહીંનું સેવન ન કરવું જોઈએ.જાડાપણાની સમસ્યાથી બચવા માટે રાત્રે દહીંથી દૂર રેહવું જરૂરી છે.
જે લોકોને અસ્થમાની સમસ્યા છે,તેઓએ રાત્રે દહીંનું સેવન ન કરવું જોઈએ.જો કે બધા લોકોએ આ વિશે ધ્યાન રાખવું જોઈએ કે ખાટા દહીં અને મીઠું દહીં બંને શરીર પર જુદી જુદી રીતે અસર કરે છે.પરંતુ રાત્રે તમારે કોઈપણ પ્રકારના દહીં લેવાનું ટાળવું જોઈએ.
આયુર્વેદના નિયમ અનુસાર દહીને બની શકે એટલું રાત્રે ખાવાનું ટાળવું જોઇએ. પરંતુ જો તમારે દહીં ખાવું જ છે તો ચપટી મરી પાવડર નાંખીને ખાવું. તમે તેમાં મેથી પાવડર પણ મિક્સ કરી શકો છો. આ પેટ સંબંધિત રોગોને પણ દૂર કરી દેશે.
ખાટું દહીં ક્યારેય ગરમ કરીને ન ખાવું જોઇએ, દહીંને ફક્ત રાત્રે જ નહી, પરંતુ વસંત ઋતુમાં પણ ખાવું ન જોઇએ. પેટની સમસ્યા હોય કે પછી પેશાબ સંબંધિત સમસ્યા, દહીંને મધ, ઘી, ખાંડ અને આંબળાની સાથે ખાવાથી રાહત મળે છે. રાત્રે દહીમાં ખાંડ મિક્સ કરીને બિલકુલ પણ ના ખાશો. દહીંની જગ્યાએ તમે બટર મિલ્ક અથવા મઠો અથવા છાસનું સેવન કરો તો અતિ ઉત્તમ રહેશે.
શરીરનાં અમુક ભાગમાં જો સોજો આવેલો હોય તો રાતનાં સમયે દહીં ક્યારેક ન ખાશો. તેનાંથી સોજો ઘટવાને બદલે વધી જશે, જો સાંધાના દુઃખાવાથી પરેશાન હોવ તો રાતનાં સમયે દહીંનું સેવન કરવાનું રહેવા દો. કારણકે દહીંથી દુઃખાવો ઘટવાને બદલે વધી જશે. રાત્રે દહી ખાવાથી ઉલ્ટી ની સમસ્યા થઈ શકે છે તેમજ ખીલ થવાની શક્યતા રહેલી છે.