શ્વસન ના રોગો ઉપરાંત અન્ય અનેક રોગોનો જડમૂળ માંથી સફાયો કરે છે આ સૂક્ષ્મ દેખાતી વસ્તુ, જરૂર તમે નહીં જાણતા હોય આ ચમત્કારી ફાયદાઓ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

રાજગરામાંથી પ્રોટીન, વિટામિન સી, ઈ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. સપ્તાહમાં માત્ર એકવાર રાજગરાને ખાવામાં આવે તો સ્વાસ્થ્યને ઘણાં લાભ મળી શકે છે.

રાજગરો રક્તમાં લાલકણોને વધારે છે. તે વિટામિન એની ઊણપને દૂર કરીને આંખોને હેલ્ધી રાખે છે. આ હૃદયરોગના દર્દીઓ માટે ઉપયોગી છે. હરસ-મસા, ખરજવું, પેટની ચૂંક અને પેશાબની ઓછપની તકલીફમાં રાજગરો ઔષધ જેવું કામ કરે છે. તેના ઉકાળેલા પાન સોજો અને દુખાવામાં રાહત આપે છે.

રાજગરાનું રોજ સેવન કરવાથી શ્વસનમાર્ગના ચેપ, વારંવાર થતી શરદી સામે રક્ષણ મળે છે. રાજગરાના પાનના કાચા રસનું સેવન કરવાથી ખરતાં વાળની સમસ્યા દૂર થાય છે અને નવા વાળ આવે છે. રાજગરાનું નિયમિત સેવન વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી પાડે છે. ચયાપચય ક્રિયાને સુધારીને આ બંને ખનિજ તત્ત્વોના શોષણમાં તે મદદ કરે છે.

દેશભરમાં રાજગરાનું સૌથી મોટું બજાર ડીસા છે. દાણાને રામદાણા કહે છે. રાજગરાનો અર્થ પણ શાહી અનાજ થાય છે. મૃત્યુની સંભાવના ઓછી કરતો પદાર્થ અમરનાથ તરીકે પણ ઓળખાય છે. ડાયેટ ફૂડ છે. કુદરતી સ્ટીરોઈડ છે. તેથી તેનો વપરાશ વધી રહ્યો છે તેની સાથે સારા ભાવ મળતાં હવે ઉત્પાદન વધી રહ્યું છે.

એક માત્ર રાજગરાના દાણામાં જ કુદરતી સ્ટીરોઈડ છે. લાઇસિન છે. પ્રોટીન, વિટામિન સી, ઈ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ્સ છે. કેલ્શિયમથી ભરપૂર છે. પચવામાં હલકો છે, એમિનો એસિડ્સને કારણે તે શરીરમાં સરળતાથી પચી જાય છે. ભૂખને ભાંગે છે.

તે ખાવાથી સુગરનું વધતું નથી. ડાયાબિટીસના દર્દી માટે સારો છે, કોલેસ્ટ્રોલ ઓછું છે. સ્ટેમીના, મગજ ને લીવરની તાકાત વધારે છે. એનિમિયામાં લાભ થાય છે. આંખો અને હાર્ટ સારા રહે છે. હરસ-મસા, ખરજવું, પેટની ચૂંક, પેશાબની ઓછપ, શ્વસનમાર્ગના ચેપ,વારંવાર થતી શરદી, વૃદ્ધત્વની પ્રક્રિયા ધીમી પડે છે. શરીરની નસો કાયમ માટે ફૂલેલી રહેતી હોય છે. ઉંમર થાય એમ આ સમસ્યા વધતી જાય છે.

રાજગરામાં રહેલા ફલેવોનેઇડ્સ આ સમસ્યા દૂર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. મેટાબોલિઝ્મને સુધારે છે.વા, સાંધા, ચામડીના રોગ માટે સારો છે.  શરીરના સ્નાયુનો વિકાસ કરે છે. શરીર સુડોળને ખડતલ બને છે. તેમજ ચયાપચયની ક્રિયામાં વધારો કરે છે. રક્તકણોનો વિકાસ કરે છે. ગૂમડાં પર બંધાય છે. કફની સમસ્યામાં સારો છે. વાળ મજબૂત થાય છે, અકાળે વાર ખરતા હોય, વાળને ગાઢાં અને મજબૂત બનાવે છે.

વળી સિસ્ટીન નામનો પદાર્થ હોય છે જે વાળને તંદુરસ્ત અને સ્વસ્થ બનાવે છે. માઇગ્રેનમાં લાભ. કેરોટિનોઇડ્સ અને વિટામિન એ છે. બાયોએક્ટિવ સંયોજનો હોવાથી એ અનેક પ્રકારની એલર્જીથી પણ બચાવે છે. મોટી ઉંમર સુધી મોતિયો આવતો નથી.

રાજગરાનો ઉપયોગ દેશી ગોળ સાથે શીરો બનાવીને કરાય છે. ધાણી કે ચીક્કી બનાવીને પણ ખાઇ શકાય તો એના લોટમાંથી થેપલા,પરોઠા બને છે. ઉપવાસને દિવસે ફળાહાર માટે ધાણી, ખીર, પૂરી વગેરેમાં તેનો ઉપયોગ થાય છે.

સપ્તાહમાં માત્ર એકવાર રાજગરાને ખાવામાં આવે તો સ્વાસ્થ્યને ઘણાં લાભ મળી શકે છે. રાજગરાના પાંદડા પણ શરીરના સ્વાસ્થ્ય માટે ઘણા ઉપયોગી છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટિન્સ હોય છે. તેનું પણ શાક બનાવીને ખાઇ શકાય છે. કે શીરો પણ બનાવી શકાય છે. ભજિયા બને છે. રાજગરાની વાનગી ખાધી હોય તો પેટ ભરાયેલું હોય એવી લાગણી થાય છે.

શરીરમાં કાર્બોહાઈડ્રેડ અને ગ્લૂકોઝનું સ્તર વધી જાય છે. રાજગરામાં વસા વધારે હોય છે. એનો સાવધાની પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. એના લોટને વધારેમાં વધારે એક મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય. તાજો લોટ ઉપયોગ કરો. લોટમાં ફંગસ  અને બેક્ટીરિયા લાગી જાય છે. રાજગરાનો ખરાબ લોટ રાસાયણિક પ્રક્રિયા કરીને ઝેર બની જાય છે.

રાજગરા દવાઓમાં  ઉપયોગ થવાના કારણે બદનામ છે. ડાક્ટરો પ્રમાણે રાજગરા ગરમ હોય છે. આથી શરીરમાં કાર્બોહાઈડ્રેડ અને ગ્લૂકોઝનું સ્તર વધી જાય છે. રાજગરામાં વસા વધારે હોય છે. એનો  સાવધાની પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. એના લોટને  વધારેમાં વધારે  એક મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય. જ્યાં સુધી બને તાજો લોટ ઉપયોગ કરો. લોટમાં ફંગસ  અને બેક્ટીરિયા લાગી જાય છે. રાજગરાના લોટ વધુ દિવસ રાખવામાં આવે તો  ખરાબ થઈ જાય છે જે શરીર માટે હાનિકારક છે.

ખરાબ રાજગરાના લોટથી બનેલા પકવાન ખાવાથી લોકો ફૂડ પ્વાઈજનિંગના શિકાર થઈ જાય છે, બેહોશી આવે છે. શરીર ઢીલું પડી જાય છે.રાજગરાનો ખરાબ લોટ રાસાયણિક પ્રક્રિયા કરીને ઝેર બની જાય છે.

રાજગરો પોષકતત્વોથી ભરપૂર છે. ઘઉં, ચોખા અથવા જવ કરતાં આમાં 30% વધુ પ્રોટીન છે. તે વિટામિન એ, બી6, વિટામિન સીથી ભરપૂર છે. તેમાં ઓક્ઝિલિક એસિડ વધુ છે, જેથી કેલ્શિયમ અને ઝિંકનું શરીરમાં એબ્સોર્બશન ઓછું થાય છે. કિડનીના રોગી તેમ જ ગાઉટ અને રુમેટોઇડ આર્થ્રાઇટિસના દર્દીઓએ વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો નહીં.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top