જીવનમાં અતિ ઉપયોગી પાવરફૂલ હેલ્થ ટિપ્સ જે દરેકે જરૂર અપનાવવી જોઇએ વાંચો અને મિત્રો સાથે શેર જરૂર કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આ યુગ માં આપણે આપણી તબિયત પર કેટલું ધ્યાન આપીએ છીએ? લગભગ ઘણા લોકો આપતા જ નથી. તમે એક કહેવત તો સાંભાળી જ હશે કે પહેલું સુખ તે જાતે નર્યા  .જો તબિયત સારી હશે તો તમામ સુખ માણી શકશો અને એક સારી જિંદગી જીવી શકશો. માટે જો તમારેસ્વસ્થ રહેવું હોય તો બસ થોડું ક ધ્યાન આપો. દિવસમાં માત્ર ૩5 થી ૪૦ મિનિટ કસરત ની તમારા શરીર પર અને મન પર ખુબજ સારી અસર પડશે . યોગ્ય ખોરાક ખાવ તે તમને ફિટ અને તંદુતસ્ત રહેશો. અહીં તમારે માટે વિજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી કેટલિક સ્વસ્થ રહેવાની ટિપ્સ આપવામાં આવી છે. શક્ય હોય એટલી અનુસરો. નક્કી ફાયદો થશે…

1. કોલડ્રિંક અને ઠંડા ડિંક્સ ને કહો અલવિદા:

કોઈપણ ઠંડા પીણા પીવાથી આપણા શરીરમાં ઓછા સમયમાં ખૂબ વધારે કૅલરી જાય છે, જેથી ચરબીમાં વધારો થાય છે. સોડા અને ઠંડા પીણાઓનું સેવન જેમ બને એમ ઓછું કરવું જોઇએ. બહુ વધારે પીણાં પીવાથી ડાયાબિટીઝ, હૃદયને લગતી બીમારીઓનું જોખમ વધી જાય છે.

2. સુકોમેવો ખવાય તેટલો ખાવ:

સુકામેવો એટલે કાજુ, બદામ, અંજીર વગેરે… તે ખુબજ પોષ્ટીક અને હેલ્થી છે. સુકામેવામાં મેગ્નેસિયમ, વિટામિન E, ફાઇબર્સ તથા બીજા કેટલાક પોષકતત્વો રહેલા હોય છે. એક અભ્યાસમાં જાણવા મળેલ છે કે સુકામેવા ખાવો શરીર માટે ફાયદાકારક છે.

3. બહાર ની ખાણી પીણી થી દૂર રહો:

જંક એટલે કચરો. જંકફૂડ માત્ર ભુખ મટાડે છે તેમાંથી શરીરને પોષણ મળતું નથી પરંતુ નુકશાન જરૂર થાય છે. કેમ કે જંક ફૂડ પોષકતત્વોયુક્ત હોતું નથી. તે માત્ર આપણું પેટ ભરે છે, પેટ બગાડે છે અને મેદસ્વીતા બધારે છે. માટે શકય હોય તો જંકફૂડથી દૂર રહો…

4. કોફી પીવાનું રાખો:

કોફીમાંથી પૂરતા પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ્સ મળી રહે છે. કેટલાક અભ્યાસોમાં તારણ બહાર આવ્યુ કે કોફીથી ડાયાબિટીઝ, અલઝાઈમર જેવી બીમારીઓ થવાનું જોખમ ઘટી જાય છે.

5. પૂરતી ઊંઘ લો:

સંપૂર્ણ દિવસને તાજગીભર્યો બનાવા રાત્રે પૂરતી ઊંઘ લેવી ખુબ જ જરૂરી છે. અપૂરતી ઊંઘથી યાદશક્તિ ઓછી થાય છે, હોર્મોન્સનું સંતુલન બગડે છે અને આપણા શરીરની ઉર્જા પણ ઘટી જાય છે.

6. પૂરતા પ્રમાણમાં ફાઇબર્સ લો:

ફાઈબર્સ એટલે કે રેસાયુક્ત ખોરાક. આંતરડા માટે ખૂબ જરૂરી છે. ફાઇબર્સ આપણા સ્નાયુઓ માટે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. સફરજન, કેળા, સ્ટ્રોબેરી જેવા ફળોમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે.

7. પાણી ખૂબ પીવો:

પૂરતા પ્રમાણમાં પાણી પીવાના ઘણા ફાયદા છે. જમતાની 30 મિનિટ પહેલા પાણી પીવાથી વજન ઘટવાની પ્રક્રિયા 44 ટકા ઝડપી બને છે. કારણ એટલું જ છે પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે. ઓછુ ખવાય છે અને આપણે ફિટ રહીએ છીએ. પણ એટલું ચોક્કસ ધ્યાન રાખો કે જમ્યા પહેલા અને પછી ૪૫ મિનિટ પછી જ પાણી પીવું જોઇએ. જમતી વખતે નહી.

8. ઊંઘતા પહેલા મોબાઇલ ટીવી વગેરે થી દૂર રહો:

રાત્રે ઊંઘતાના એક કલાક પહેલા કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસના સંપર્કમાં ન આવો તથા ઊંઘતી વખતે રૂમમાં ઘોર અંધારું રાખો તો ઊંઘ સારી આવે છે.

9. રોજ થોડોક ટાઈમ તડકા માં રહો :

સૂર્યપ્રકાશમાંથી આપણને વિટામિન ડી ભરપૂર માત્રમાં મળે છે. વિટામિન Dની ગોળીઓ પણ લઇ શકો છો. પણ તેના કરતા સવારના હુંફાળા આછા તડકામામ ફરો તો સારું. વિટામિન Dથી હાડકા મજબૂત રહે છે, ઉર્જામાં વધારો થાય છે, ડિપ્રેશન ઓછું થાય છે તથા કેન્સરની સંભાવના ઘટે છે.

10. તાજા ફળો અને શાકભાજી ખાઓ:

શાકભાજી તથા ફળોમાં ભરપૂર માત્રમાં ફાઇબર્સ, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું કે જે લોકો શાકભાજી તથા ફળો વધારે ખાય છે એ લોકોનું આયુષ્ય વધી જાય છે તથા હૃદયરોગ અને ડાયાબિટીસ થવાની સંભાવના ઘટી જાય છે.

11. પ્રોટીનયુક્ત ખોરાક લ્યો:

પૂરતા પ્રમાણમાં પ્રોટીન લેવું એ આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. પ્રોટીનની કમીથી અનેક બિમારી થાય છે. નબળા આવવી તેમાં મુખ્ય છે. જો તમારે મજબૂત અને યુવાન રહેવું હોય તો પ્રોટીનેયુક્ત ખોરાક જરૂરી છે.

12. કાર્ડીઓ- કસરત કરો:

દોડવું, બોક્સિંગ, દંડબેઠક તથા દોરડા કૂદવા આ બધી કસરતોનો કાર્ડીઓમાં સમાવેશ થાય. શારીરિક તથા માનસિક હેલ્થને સારી રાખવા કાર્ડીઓ ઉત્તમ છે. શરીર માટે રોજ ૩૦ મિનિટ તો આપો.

13. વ્યસન તમને ખતમ કરી નાખશે:

જો તમે ધુમ્રપાન કરો છો અથવા ડ્રગ્સ લઇ રહ્યા છો તો પહેલા આ બે વસ્તુને બંધ કરવી પડશે. જો આ બે વસ્તુ બંધ નહિ થાય તો કસરત કરવાનો અથવા સારો ખોરાક ખાવાનો કોઈ અર્થ જ નથી. દારૂના સેવનને સંપૂર્ણપણે બંધ કરો. યાદ રાખો કોઇ પણ વ્યશન શરીર માટે હાનિકારક જ છે. વ્યસનથી દૂર રહો.

14. તળેલો ખોરક બને તેટલો ઓછો ખાવ:

બને તો કોઇ પણ પ્રકારના તેલથી દૂર રહો. તેલ બને એટલું ઓછું શરીરમાં નાખશો તો વધુ હેલ્થી રહેશો. તેલથી દૂર રહો. ખાવું જ હોય તો ખૂબ ઓછુ ખાવ. યાદ રાખો તેલનો કોઇ સ્વાદ હોતો નથી. વિશ્વસ ન હોય તો ચમચી વડે ચાખી જુવો. તે પોષણયુક્ત નથી પણ આપણું કોલેસ્ટ્રોલ જરૂર વધારી દે છે.

15. ખાંડથી દૂર રહો:

ખાંડનું સેવન જેટલું ઓછું કરો એટલું આપણા શરીર માટે ફાયદાકારક છે. જેમ બને એમ કુદરતી મીઠાશવાળા ફળોનો વધારે ઉપયોગ કરો. વધારે ખાંડના સેવનથી ડાયાબિટીસ, હૃદયરોગ તથા કેટલાક પ્રકારના કેન્સર થવાનું જોખમ વધી જાય છે.

16. આદું વાપરો બને તેટલું વધારે:

આદુ અને હળદર બળતરા વિરોધી તથા એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. ગરમ મસાલાઓ ખુબજ ગુણકારી હોવાથી તેમનો ઉપીયોગ કરવો જોઈએ. પણ બધુ પ્રમાણમા…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top