શિયાળાની ઋતુમાં ત્વચા રૂક્ષ થઈ જાય છે અને તેના કારણે ત્વચા ફાટવા લાગે છે. આ ઋતુમાં ત્વચા રૂખી- સુખી થઇ જતી હોય છે. રૂક્ષ ત્વચાની સંભાળ જો કરવામાં ન આવે તો સ્થિતિ ચહેરાની સુંદરતા તો જતી જ રહે છે પરંતુ આ બેદરકારી ગંભીર સમસ્યા પણ સર્જી શકે છે. આ ગંભીર સમસ્યાઓ એટલે કે ત્વચામાંથી લોહી નીકળવા લાગવું. આવું સૌથી વધુ હોઠની ત્વચા સાથે જોવા મળે છે.
ફાટેલી સ્કિન ની સમસ્યા માટે પપૈયું વરદાન સાબિત થઈ શકે છે. પપૈયું ખાવાથી તો લાભ થાય જ છે ,પરંતુ તેને ત્વચા ઉપર લગાવવાથી ત્વચાને અઢશત ફાયદો મળે છે. તુરંત લાભ મેળવવા માટે તેની પેસ્ટ બનાવી તેને ચહેરા પર લગાવી અને મસાજ કરવી જોઈએ. મસાજ કર્યા બાદ દસ મિનિટ સુધી તેને ચહેરા ઉપર લગાવી રાખો. અને ત્યારબાદ તેને પાણીથી સાફ કરી લેવું .
ચહેરામાં પપૈયાના ઉપયોગથી ઇન્સ્ટેંટ ગ્લો મેળવી શકાય છે અને ફેરનેસ માટે ફણ પપૈયાનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે ખીલની સમસ્યાથી પરેશાન છો તો પપૈયુ તમારા કામની વસ્તુ છે. ખીલ અને ડાઘને ઓછા કવા માટે તે ઉપયોગી માનવામાં આવે છે. કેટલીક વખત ખીલની સમસ્યા ઓછી થઇ ગયા બાદ તેના ડાઘ રહી જાય છે. જેના માટે તમે પપૈયાનો ટૂકડો લઇને ચહેરા મશળી લો. રોજ વીસ મિનટ આ કામ કરવાથી તમારો ચહેરા ચમકી ઉઠે છે .
પપૈયા લગભગ તમામ ઋતુમાં મળે છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે ફ્રી રેડિકલ્સને દૂર કરવામાં ખૂબ ઉપયોગી છે. તે ત્વચા પરના મૃત કોષોને દૂર કરી ત્વચા પર ગ્લો લાવે છે.થોડું પપૈયું મેશ કરીને ફેસ પર લગાવો. દસ મિનિટ પછી ફેસને ધોઈ લો. તમારી સ્કિનમાં સુધારો તમને નજરે જોવા મળશે.
પપૈયામાં ભરપૂર પ્રમાણમાં વિટામીન એ અને પૈપન એન્જાઇ પણ રહેલા છે. પપૈયું ડેડ સ્કિનને હટાવવાનું કામ કરે છે. સાથે જ તે સ્કિનને હાઇડ્રેટ રાખે છે. જો તમે ગ્લોઇંગ સ્કિન ઇચ્છી રહ્યા છો તો તેના માટે તમે પપૈયુ અને મધનો માસ્ક બનાવી શકો છો. અડધો કપ પપૈયું લઇ તેમા ત્રણ ચમચી મધ મિક્સ કરી લો. તેને ચહેરા સહિત ગરદનમાં લગાવી દો. વીસ મિનિટ લગાવી રાખ્યા બાદ તેને ઠંડા પાણીથી ધોઇ લેવું .
પપૈયામાં રહેલા તત્વો ત્વચા પર પડેલા ડાઘને દુર કરે છે અને સ્કીન ટાઈટ થાય છે એટલે કે કચરલીઓ દુર થાય છે. જો ત્વચા વધારે ડ્રાય કે ડેમેજ થઈ ગઈ હોય તો પપૈયાની પેસ્ટમાં એક ચમચી ઓલીવ ઓઈલ ઉમેરી દેવું જોઈએ જેથી સ્કિન સૂકી ના પડે.
પાકા પપૈયાના એક ટુકડાને મસળીને પેસ્ટ બનાવી લો. તેમાં બે ચમચી કાચું દૂધ, એક ચમચી મધ અને અડધી ચમચી ગ્લિસરીન ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. આ પેકને ચહેરા પર લગાવી પંદર મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાંખો. આ માસ્ક સેન્સિટીવ સ્કીન ધરાવતી સ્ત્રીઓ માટે પણ લાભ દાઈ છે.
પપૈયું દરેક પ્રકારની ત્વચા માટે શ્રેષ્ઠ છે. ત્વચા શુષ્ક થઈ ગઈ છે, કરચલી પડી ગઇ છે અથવા ત્વચાના મૃત કોષો સમસ્યા થઇ રહી છે, દરેક સમસ્યાનો ઇલાજ પપૈયામાં છુપાયેલો છે. તે પેટ માટે જેટલું સ્વસ્થ છે,એટલું જ તે ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં ફાયદાકારક છે. તે ટેનિંગની સમસ્યાને પણ દૂર રાખે છે.
પપૈયાના ઉપયોગથી ત્વચાને એક નવો જ નિખાર મળે છે. અને પાકેલું પપૈયુ દરેક પ્રકારની ત્વચાને સુટ થાય છે. પપૈયાની મદદથી તમે ત્વચાને યુવાન પણ બનાવી શકો છો અને ત્વચા ને ચમકીલી પણ બનાવવા માં મદદ મળે છે.
દોઢ કપ પાકેલા પપૈયાનો પલ્પ, ચાર ચમચી નારંગીનો રસ, ચાર ચમચી ગાજરનો રસ, એક ચમચી મધ કે ગ્લિસરિન. આ તમામ વસ્તુઓને મિક્સ કરી દો. આ મિશ્રણને ચહેરા પર ફેસપેકની જેમ લગાવી શકો છો અને તેનો મસાજ પણ કરી શકાય છે.
જો તમારી સ્કિન ડ્રાય છે. તો તમે પપૈયા અને મધના મિશ્રણવાળો, પેક લગાવી શકો છો. તેમાં થોડું દૂધ પણ, ભેળવી શકાય છે. ડ્રાઇ સ્કિન માટે પપૈયા ખૂબ જ લાભદાયી માનવમાં આવે છે.પપૈયાનો ઉપયોગ મોટેભાગે વાળને રેશમી અને ચમકદાર બનાવવા માટે કરવામાં આવે છે.
પપૈયું અને પપૈયા સાથે ટામેટાંના ઉપયોગથી સ્કિન ગ્લો કરે છે અને પપૈયા સાથે લીંબુ મેળવીને પણ ફેસપેક બનાવી શકાય છે. આ ફેસપેક બનાવવા માટે પપૈયાને નાના ટુકડામાં કાપી, હાથ વડે ગુંદી પેસ્ટ બનાવી લો. સાથે તેમાં અડધું લીંબુ નિચોવી બરાબર મિક્ષ કરી ચેહરા પર દસ થી પંદર મિનિટ માટે લગાવી રાખો. આ ફેસપેકનો સૌથી મોટો ફાયદો એ લોકોને છે જેમને ચેહરા પર ઓઈલી સ્કિન હોવાની ફરિયાદ રહેતી હોય છે .આ પેક વપરાશ થી ઓઈલી સ્કિન ની સમસ્યા રહતી નથી.
પપૈયા ના આ ફેસપેકના ઉપયોગથી ચેહરાની ત્વચા સોફ્ટ બને છે અને ચેહરાની રોનક પણ વધે છે. આ પ્રયોગને સતત એક મહિના સુધી દરરોજ કરવાથી સારું પરિણામ મળી શકે છે. પપૈયું સ્કિન માટે ખૂબ જ લાભદાઈ છે.