દરેક લોકો જાણે છે કે બદામ આપણાં માટે બહુ સ્વાસ્થ્યપ્રદ છે. તેમાં પણ જ્યારે બદામને પલાળીતેનું સેવન કરવામાં આવે ત્યારે તેના ગુણ દસગણા થઇ જાય છે. તેથી જ લોકો બદામને રાત્રે પલાળીને સવારે ખાતા હોય છે. પરંતુ માર્કેટમાં વધી રહેલા બદામ નાં ભાવોને કારણે રોજ બદામ ખાવું મોંઘુ બની રહ્યું છે. પરંતુ તેના જેવા જ ફાયદા કરતી અને તેનાથી સસ્તી વસ્તુ છે મગફળી.
જી, હા તમને નવાઈ લાગશે કે મગફળીના દાણા ખાવાથી બદામ જેટલા જ ફાયદા થાય છે, જેટલા બદામ ખાઈને થાય છે. તેથી જ મગફળીને ગરીબોની બદામ તરીકે પણ ઓળખવામાં આવે છે. સરળતાથી અને ઓછા ભાવે મળતી મગફળીનાં અનેક ફાયદા છે. પલાળેલા સીંગદાણા બ્લડ સરક્યુલેશન કન્ટ્રોલ કરીને શરીરને હાર્ટ એટેક તેમજ અન્ય હાર્ટ પ્રોબ્લમથી બચાવે છે. તેથી હાર્ટ નું સ્વાસ્થ્ય સારું રાખવા માટે મગફળી ખુબ લાભકારી છે.
બાળકોને સવારે પલાળેલી મગફળીનાં 10 થી 12 દાણા ખવડાવવાથી તેમાં રહેલા વિટામિન આંખોની રોશની અને યાદશક્તિ વધારે છે. મગફળી ખાવાથી શરીર માં લોહીની ઊણપ દૂર થાય છે. તેનાથી શરીરમાં ઉર્જા અને સ્ફૂર્તિ પણ બની રહે છે. મગફળી ખાવાથી ભૂખ ઓછી લાગે છે.
રોજ સવારે પલાળેલી મગફળી ખાવાથી કેન્સર પણ દૂર રહે છે. તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ, આયર્ન, કેલ્શિયમ અને ઝિંક શરીર નાં કેન્સર સેલ સામે લડવામાં મદદ કરે છે. પલાળેલી મગફળીમાં ઓમેગા-૬ ફેટી એસિડ હોય છે, જે સ્કિનની કોઇ પણ સમસ્યા દૂર કરવાની સાથે ત્વચામાં નિખાર લાવે છે. મગફળી ચામડીના કોષોમાં બનતા ઓક્સડેશનને રોકે છે, સાથે ચામડીને નુકસાન કરતાં અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે રક્ષણ આપે છે. પલાળેલી મગફળી ગેસ અને એસિડિટીથી પણ છુટકારો અપાવે છે.
પલાળેલા શીગનદાનામાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. તેના નિયમિત સેવનથી પાચક શક્તિ તંદુરસ્ત અને મજબૂત રહે છે. તે પેટને લગતી સમસ્યાઓ દૂર કરે છે. પાચનશક્તિ નિયમિત મજબૂત રાખવા પલાળેલા શીંગદાણાનું સેવન જરૂર કરવું. જે લોકોને હાડકાની નબળાઈ અને સાંધા તેમજ ગોઠણના દુખાવા વાળા લોકો માટે તો દવા કરતા પણ વધુ અસર કરે છે આ પલાળેલી મગફળી.
પલાળેલા શીંગદાણા માત્ર મુક્ત રેડિકલને થતા નુકસાન, વૃદ્ધત્વ અને ત્વચાને સ્વસ્થ અને જુવાન બનાવવામાં જ મદદ કરતા નથી, પરંતુ સૉરાયિસસ અને ખરજવું, ધાધર જેવા ચામડીના રોગોને મટાડવામાં પણ મદદ કરે છે. સૉરાયિસસ અને ખરજવું એ મુખ્ય ચામડીના રોગો છે, જે વિશ્વની લાખો વસ્તીને અસર કરે છે.