આપણે ડ્રાઈફ્રુટ તરીકે ઓળખાતી દ્રાક્ષનું કોઈને કોઈ કારણસર સેવન કરતા હોઈએ છીએ. ક્યારેક પ્રસાદી સ્વરૂપે, ક્યારેક લાડુમાં અને ક્યારેક અલગ અલગ મીઠાઈઓમાં દ્રાક્ષને નાખીને વાપરતા હોઈએ છીએ. આમ સેવનમાં દ્રાક્ષનો ઉપયોગ તો કરીએ જે છીએ. પરંતુ આ રીતે સેવન કરવાની જગ્યાએ દ્રાક્ષને પલાળીને વાપરવામાં આવે તો ખુબ જ ફાયદો થાય છે. તેના ગુણ બમણા થઈ જાય છે. સૂકી દ્રાક્ષને મુનાક્કા પણ કહેવામાં આવે છે, આ ડ્રાયફ્રૂટ સ્વાસ્થ્ય માટે ઘણુ જ ફાયદાકારક છે.
લીલી દ્રાક્ષને રાતના સમયે પલાળીને ખાવાથી ફાયદાકારક છે. 6 થી 7 દ્રાક્ષ લઈ તેને પાણીમાં પલાળી દેવી. સવારે આ દ્રાક્ષને ખાઈ જવી. દ્રાક્ષને જે પાણીમાં પલાળી હોય તે પાણીને પણ પી જવું. આમ આ દ્રાક્ષ ખાવાથી અને પાણી પીવાથી અનેક ફાયદાઓ મળે છે.
લીલી દ્રાક્ષ ચામડી માટે ઉપયોગી છે. વાળને ફાયદો કરે છે. ચહેરા પર ખીલ થયા હોય તે સમસ્યાને દૂર કરે છે, ખીલના ડાઘ પડ્યા હોય તે ડાઘને દૂર કરે છે, ઘણાને ચામડીની સમસ્યા હોય છે. ઘણા લોકોને વાળ ખરવાની સમસ્યા હોય છે. ઘણા લોકોને ચહેરાની સમસ્યા હોય છે. આ સમસ્યાને ઠીક કરવામાં પણ ઉપયોગી છે.
દ્રાક્ષમાં ખુબ જ સારા પ્રમાણમાં ફાયબર હોય છે. લીલી દ્રાક્ષમાં સારી ગુણવતાનું ફાયબર હોય છે. જે લેક્ઝેટીવ તરીકે કાર્ય કરે છે. આયુર્વેદમાં પેટ યોગ્ય રીતે કાર્ય ન કરે ત્યાં સુધી, તેનું ડાયજેશન બરાબર ન થાય, અનેક પ્રકારની તકલીફો થવાની સમસ્યા રહે છે. આ માટે પાચન તંત્રને ઠીક કરવું જરૂરી છે.
કબજીયાત રહેતી હોય, બરાબર પાચન ન થતું હોય, ગેસ રહેતો હોય, લોહી નીકળતું હોય, આ બધી સમસ્યાઓને લીધે ઘણી વખત વાળની સમસ્યા થાય, અનેક પ્રકારના દુખાવાઓ થાય, અનેક પ્રકારના રોગો થાય, રોગ પ્રતિકારક શક્તિ ઓછી થતી હોય. આજના સમયે ઘણા લોકોને એનીમીયાની તકલીફ જોવા મળે છે. ખાસ કરીને સ્ત્રીઓમાં આ સમસ્યા જોવા મળે છે. દ્રાક્ષની અંદર આયર્ન પોટેશિયમ અને કેલ્શિયમ રહેલા હોય છે. હિમોગ્લોબીનની ઉણપથી, આયર્નની ઉણપથી આ પ્રકારની એનિમિક સમસ્યા થતી હોય છે. આ પ્રકારે તેમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન આવેલું હોય છે. જે આ સમસ્યામાં અને આ સમસ્યાને લીધે વાળ ખરતા હોય તે સમસ્યામાં ઉપયોગી થાય છે.
જયારે આ સમસ્યામાં દ્રાક્ષ ખાવાથી તેની અંદર જે પુષ્કળ ફાઈબર આવેલું હોય છે, જેના લીધે આંતરડાની જે ગતીવિધિઓ સારી રીતે થાય છે. જેના લીધે પાચન બરાબર થાય છે અને કબજિયાત જેવી કોઈ સમસ્યા થવા દેતું નથી. પાચનને અંતે ખુબ જ સારી અસર શરીરને થાય છે. જેના લીધે વાળ, ચામડી, રોગ પ્રતિકારક શક્તિ બધી જ વસ્તુઓમાં ખુબ જ ફાયદો કરે છે.
જે લોકોનેલો બ્લડ પ્રેસર રહેતું હોય તેમના માટે પણ દ્રાક્ષ ખુબ જ ઉપયોગી છે. દ્રાક્ષમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન બી, વિટામીન સી આવેલું હોય છે, જેના લીધે આપણી ઈમ્યુન સીસ્ટમ પણ ખુબ જ વધે છે. મુલાયમ દેખાતી દ્રાક્ષ પાણીમાં પળાલીને ખાવાથી હાડકા મજબુત બને છે. સાંધા કે ઘુટણના દુખાવાથી પરેશાન લોકો માટે તો આ દ્રાક્ષ બેસ્ટ દવા છે.
પલાળેલી સૂકી દ્રાક્ષ ખાવાના ઘણા ફાયદા છે, તેનાથી આંખોની નબળાઈ દૂર થાય છે. સૂકી દ્રાક્ષમાં વિટામીન A, બીટા કેરોટીન અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે આંખની સમસ્યા, મોતિયા અને નબળી પ્રકાશની સમસ્યાને દૂર કરે છે. આવી સ્થિતિમાં નિયમિતપણે પલાળેલી સૂકી દ્રાક્ષ ખાવાથી આંખોને સ્વસ્થ બનાવી શકાય છે.