ઋતુ બદલાય ત્યારે એની અસર આપણા સ્વાસ્થ્ય પર પણ પડતી હોય છે. આવા બદલાવને કારણે ઘણીવાર ચામડીજન્ય રોગો પણ થતા હોય છે. ઋતુ પરિવર્તનને કારણે લોકોને ફંગસ, દાદર, ખંજવાળ, બેક્ટેરિયલ ઇન્ફેકશન જેવી અનેક ચામડીની બીમારીઓ થાય છે. આવા ચામડીજન્ય રોગોની સારવાર માટે બજારમાં અનેક પ્રકારની ક્રીમ અને દવાઓ મળી રહી છે.
તેમાં પણ ખાસ કરીને શીળસ વિષે વાત કરીએ તો જે લોકોને આ રોગ થતો હોય તે દરેક કહે છે કે અમે દવા લઈને થાકી ગયા પરંતુ કઈ પણ ફેર પડતો નથી. તો આવા લોકો માટે આજે અમે બેસ્ટ અને 100% અસરકારક આયુર્વેદિક ઈલાજ લઈ ને આવ્યા છીએ. જી, હ મિત્રો આ ઈલાજ ખૂબ જ અસરકારક અને ખાતરી વાળો છે. શીળસમાં શરીરે ખુબ ખંજવાળ આવે છે અને લાલ ચકામા ઉપસી આવે છે. જે લોહીના વિકારને લીધે થાય છે. શીળસ બધાને થતો નથી પણ જેને થતો હોય તેને વારંવાર થવાની શકયતા વધુ રહે છે.
શીળસ થાય ત્યારે ખાટા પદાર્થો, આથેલા પદાર્થો, અથાણાં, દહીં, છાસ, ટામેટાં વગેરે ખાવાનું તરત જ બંધ કરી દેવું. સવારમાં ખુલ્લા શરીરે કૂણા તડકામાં બેસવું અને વિટામિન ડી લેવું. ઊનના ગરમ કપડાં અથવા ઊનનો ધાબળો ઓઢીને શરીરે પરસેવો વળવા દેવો અથવા તો ગરમ બ્લેન્કેટ ઓઢીને સૂઈ જવું જેથી પરસેવો વળવાથી 10 મિનિટમાં જ શીળસ બેસી જશે.
આ ઉપરાંત શીલસની ખાતરી વાળી અને જે લોકોએ લીધી તેમણે સચોટ પરિણામ મળેલ દવા છે ઈંદ્રામણા. ચોમાસામાં ઈંદ્રામણા નામની વનસ્પતિના વેલાઓ વાડીમાં જોવા મળે છે. દેખાવમાં આ ફળ કોઠીમડા જેવું હોય છે. કોઠીમડાની છાલ લીસી હોય છે જ્યારે ઈંદ્રામણાની બહારની છાલ ઉપર નાના કાંટા હોય છે અને સાઈઝ આશરે બે ઈંચની હોય છે.
આ ઈંદ્રામણાના ફળ પાકે એટલે પીળા રંગના થઈ જાય છે. પાકેલા ફળ લાવીને તેમાં ઊભો એક ચીરો પાડીને આખા કાળા મરીના સાત-આઠ દાણા ભરીને આ ફળને સૂકવવા. સંપૂર્ણ સૂકાય જાય બાદ આ સૂકાયેલા આખા ફળને સાચવીને ડબ્બામાં રાખી મૂકવા.જ્યારે શીળસ થાય ત્યારે આ મરી સાથે સૂકવેલા ફળ પૈકી એક ફળનું જરૂરિયાત મુજબ ચૂર્ણ કરીને દિવસમાં બે વખત પાણી સાથે ફાકવું. શીળસમાં જરૂર આરામ મળશે. અને આ ચૂર્ણ સતત 15 દિવસ લેવામાં આવે તો શીળસ ના રોગથી કાયમી છુટકારો મળી જશે.