જો તમે જંકફૂડ ખુબ ખાતા રહો છો કે પછી તળેલા પદાર્થો ખાવા પસંદ છે તો તમારે આવા ભોજનથી પરેજી પાળવી જોઇએ. સામાન્ય લોટને બદલે તમે ચણાનો લોટ મિક્સ કરીને રોટલી બનાવી ખાઓ તેનાથી પણ તમને પતળા થવામાં મદદ મળશે.
પેટનું જાડાપણું ઓછું કરવા માટે હળદર અને લિંબુનું પાવરફુલ કૉમ્બિનેશન ખૂબ અસરકારક બની શકે છે. હળદરમાં કૅલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, આયર્ન, મૅગ્નેશિયમ અને ઝિંક જેવા ઢગલાબંધ મિનરલ્સ હોય છે. તેની સાથે જ તેમાં વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઈ, નિયાસિન અને પ્રોટીન વગેરે પણ હોય છે.
હળદરને ડાયેટમાં લેવાથી શરીરમાં સોજો નથી આવતો. સાથે જ તેમાંથી મોજૂદ એંટી-ઑક્સીડંટ ગુણો શરીરનું મેટાબૉલિઝ્મ વધારે છે અને ભૂખ ઓછી કરે છે. પેટ ઓછું કરવા આટલું ધ્યાન રાખો. ભૂખ લાગે ત્યારે શેકેલા ચણા, ડ્રાય ફ્રૂટ્સ અથવા ફ્રૂટ્સ ખાઓ. બોડીમાં પાણીની કમી થવા ન દો.
ભોજન ધીરે-ધીરે અને ચાવીને ખાઓ. રાતે લાઈટ ફૂડ જેમ કે ખિચડી, ઓટ્સ, દળિયા ખાઓ. ભોજન કરતી વખતે ધ્યાન બીજે ક્યાંય ન રાખો, બોડીમાં કફ વધવાથી વજન વધી શકે છે, જેથી કફ વધારનાર વસ્તુઓ ખાવાનું ટાળો. મધના અનેક ગુણો છે. તે જાડા થવાની સાથેસાથે પાતળા થવામાં પણ મદદ કરે છે. તમારે દરરોજ સવારે ગરમ પાણીની સાથે મધનું સેવન કરવું. આનાથી તમે ઝડપથી કમર અને પેટને ઓછી કરી શકશો.
તેમાં કુર્કૂમિન હોય છે કે જે શરીરમાં ફૅટ જામતા રોકે છે. આ જ રીતે લિંબુમાં વિટામિન સી હોય છે કે જે વારંવાર ભૂખ લાગવાથી રોકે છે અને પેટ સાફ રાખે છે. તેનાથી શરીરનું મેટાબૉલિઝ્મ પણ વધે છે. 1 કપ ગરમ પાણીમાં અડધું લિંબુ નિચોવીને નાંખો અને સાથે 1/4 ટેબલ સ્પૂન હળદર મેળવો. મિઠાશ માટે 1/8 કપ ટેબલ સ્પૂન મધ પણ મેળવી શકો છો. અને તેને હુંફાળું જ પીવું.
એક વાટકીમાં લિંબુનો રસ નાંખી તેની સાથે 1/4 ટી સ્પૂન હળદર મેળવો. પછી તેમાં 1/4 ટી સ્પૂન કાળી મરી અને 1/4 ટી સ્પૂન ઑલિવ ઑયલ તેલ નાખી તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટને 1-2 ટી સ્પૂન લો અને દિવસમાં બે થી ત્રણ વાર ખાવો. તેને ભોજન બાદ ખાવો, કારણ કે નરણા કોઠે કાચી હળદર ખાવાથી પેટમાં એસિડ વધશે.
મધ્યમ આંચ પર એક પૅનમાં 1 કપ દૂધ ઉકાળો. તેમાં 1/2 ટી સ્પૂન લિંબુનો રસ અને 1/2 ટી સ્પૂન મધ મેળવો અને ઉપરથી થોડુંક વૅનિલા એસેંસ પણ મેળવો. તે પછી તેમાં અડધી ટી સ્પૂન હળદર મેળવો. આચ ધીમી કરો અને પાંચ મિનિટ સુધી ધીમી જ આંચમાં પકાવો. આંચને બંધ કરી આ ચાને ગાળી લો અને ગરમ જ પીવો.
વરિયાળીના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફાયબર હોય છે. રોજ જમીને વરિયાળી ખાવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય પેટ ઓછું કરવા માટે તમે વરિયાળીનું પાણી પણ પી શકો છો. તેના માટે 2 ચમચી વરિયાળીને રાતે પાણીમાં પલાળી સવારે પાણી ગાળીને તેમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવો.
દૂધીનો રસ પીવાથી દૂધીમાં રહેલા ફાયબર્સ ના કારણે લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતું નથી. વજન ઉતરે છે અને પેટ ઓછું થાય છે. 1 કપ દૂધીના રસમાં કાળી મરીનો પાઉડર અને સંચળ નાખીને પીવો. પપૈયામાં પોટેશિયમ અને પપાઈન હોય છે. તેનાથી ફેટ બર્નિંગ પ્રોસેસ તેજ થાય છે. રોજ પપૈયું ખાઓ અથવા તેનો શેક પીવો.
તમે ચા પીવાના શોખીન છો અને તમારે ઝડપથી વજન પણ ઘટાડવું છે તો દૂધની ચા પીવાને બદલે નિયમિત એન્ટીઓક્સિડેન્ટથી ભરપુર ગ્રીન ટી, લેમન ટી કે બ્લેક ટી પીઓ. વાસ્તવમાં દૂધવાળી ચા પીવાથી તમારી સ્થૂળતા વધવાની સંભાવના વધી જાય છે. પેટ ઓછું કરવા માટે આપ જે પણ સલાડ ખાવો, તેમાં 1 ટી સ્પૂન હળદર પાવડર અને 2 ટી સ્પૂન લિંબુનો રસ મેળવો. આ ઉપરાંત અડધું ટી સ્પૂન તજ પાવડર પણ મેળવી શકો છો. તેમાં શરીરનો સોજો પણ ઓછો થશે અને પેટ પણ ઘટશે.