Breaking News

ગમે તેવા પેટ ની કૃમિ ને માત્ર 3 દિવસ માં સાફ કરી કાયમ માટે છુટકારો મેળવવા, અત્યારે જ અપનાવો આ ઉપાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

વધારે પડતા ખાટા ફળોનુ સેવન કરવું, વધારે પડતા મીઠા પદાર્થો નું  સેવન કરવું  અથવા વારંવાર જમવાનું વધારે પડતુ જમવાથી પણ પેટ મા કીડા થાય છે. તેનુ કારણ છે કે એ ભોજન નુ પાચન નથી થતુ ભોજન નુ પાચન ન થવાને કારણે એ ભોજન પેટ મા સડી જાય છે જેનાથી પેટમા કરમિયા થાય છે. અથવા તો ગોળ નું વધારે પડતુ સેવન કરવું. કસરત ન કરવી.શરીર ને મહેનત ન આપવી અથવા વધારે પડતું સુઈ રહેવુ જેવા અનેક કારણો હોય છે.

શરીરમાં ધીમો તાવ, પેટમાં ગડબડ, અવારનવાર પેટમાં ધીમો કે તીવ્ર દુખાવો, પેટ ફૂલી જવું, ગેસ, ભૂખની અનિયમિતતા, મોટા ભાગે રાતના ટાઈમે બેચેની, ઊંઘ ન આવવી, ઠંડી જગ્યાએ સૂવાની ઈચ્છા, મોઢામાંથી લાળ ટપકવી, ઊંઘમાં દાંત કચકચાવવા, ગળી ચીજો ખાવાની વધારે ઈચ્છા થવી, ખાટા ઓડકાર, અવારનવાર ઝાડા થવા, મળમાં દુર્ગંધ, ઊબકા, ઊલટીઓ, પેટ તથા છાતીમાં દાઝરો થવો વગેરે કૃમિના લક્ષણો દર્શાવ્યા છે.

જ્યારે કૃમિ પેટમાં-આંતરડામાં પોતાનો પ્રકોપ દેખાડે છે ત્યારે પેટમાં વાયુ વધી જવો અને તેને લીધે બેચેની, હૃદયના ધબકારા વધી જવા, ચક્કર આવવા, ઊબકા આવવા, ખાવાની અરુચિ થવી અને અતિસાર પણ થાય છે. આ આંતરડાના કૃમિઓ પણ અનેક પ્રકારના દર્શાવાયા છે.

પેટ ના કારમિયા થી છુટકારો મેળવવાના ઉપાય:

પપૈયાના બીજને સારી રીતે સૂકવી લેવા. ચાર થી પાંચ પપૈયાના બીજ અને એટલો જ અજમો ભેગા વાટી નાખીને સવારે ઊકાળીને ઠંડા કરેલા પાણી સાથે લેવા. રાત્રે પણ આ પ્રમાણે બીજી માત્રા લેવી. ૧૦ થી ૧૫ દિવસ આ પ્રયોગ કરવાથી પેટના કૃમિઓનો નાશ થાય છે અને પેટ હલકુફૂલ બની પાચનતંત્રને એકદમ સુધારે છે. દાડમની સૂકી છાલનો ઉકાળો તલના તેલ સાથે થોડા દિવસ પીવાથી કૃમિઓના જાળા પડી જાય છે. થોડો ગોળ ખવરાવ્યા પછી, પારસીક અજવાયન ચૂર્ણને પાણીમાં નાખી પીવામાં આવે તો કૃમિઓનો નાશ થાય છે.

જો પેટના કીડા થયા હોય તો એરંડા નુ તેલ દર ચોથા દિવસે લેવાથી પેટમા રહેલા કીડા બહાર નીકળી જાય છે. જો પેટના કીડા થયા હોય તો સવાર અને સાંજ મુળાનો રસ અને મીઠું એક એક ગ્લાસ લેવું. ચાર દિવસ સુધી સળંગ સેવન કરવાથી કીડા મટી જાય છે અને કીડા મળ વડે બહાર નીકળી જાય છે, અને પેટ બિલકુલ સાફ થઈ જાય છે. ટમેટાં કાપી તેના પર કાળા મરી પાવડર અને સંચળ મૂકી સેવન કરો. આના પ્રયોગથી પેટના કૃમિ નાશ પામે છે અને કિડનીના રસ્તે બહાર નીકળી જાય છે.

પિપળ ના પંચાગ ના ચુરણ  ને વરીયાળીના રસ અને ગોળ સાથે સવાર અને સાંજ  પાંચ ગ્રામ જેટલું ત્રણ દિવસ સુધી લેવાથી પેટના કરમિયા ની સમસ્યા દુર થાય છે. છાસ મીઠુ જીરુ અને કાળી મરી જો કોઈ વ્યક્તી ના પેટ મા કરમિયા થયા હોય અને કીડા મરતા પણ ન હોય અને પાચન દ્વારા બહાર પણ ન નિકળતા હોય તો એક ગ્લાસ છાસ લઈ તેમા સેકેલુ જીરુ થોડુ મીઠું અને કાળી મરી વાટી ને નાખી આ બધું સરખી રીતે મીક્ષ કરીને અઠવાડિયા સુધી આનુ સેવન કરવુ.જેનાથી કીડા મરી ને બહાર નીકળી જાય છે.

જો પેટમા કીડા પડ્યા હોય તો થોડા દિવસ સુધી દરરોજ સવારે સાદા પાણી મા એક ચમચી મીઠુ નાખીને પીવાથી આ સમસ્યા દુર થાય છે. વાવડીંગ સૂંઠ, મરી અને પીપરનું સમભાગે કરેલું ચૂર્ણ આપવાથી કૃમિઓનો નાશ થાય છે. ઈન્દ્રજવ, પિત્તપાપડો, કાંચકા, અજમો, વાવડીંગ, દાડમની છાલ. આ બધા ઔષધો સરખા વજને લઈ તેનું બારીક ચૂર્ણ બનાવી અડધી ચમચીની માત્રામાં સવારે અને રાત્રે લેવાથી કૃમિઓનો નાશ થાય છે.

કૃમિના ઉપચાર વખતે આહાર દ્રવ્યોનું પણ વિશેષ મહત્ત્વ છે. આમ પણ આયુર્વેદિય ઉપચારમાં પથ્યાપથ્યનું અત્યાધિક મહત્ત્વ છે. કૃમિ રોગના પથ્ય આહાર દ્રવ્યોમાં જૂના ચોખા, મગ, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, સાબુદાણા, કારેલા, પરવળ, કંકોડા, દૂધી, ગુવાર, રીંગણ, ભીંડો, તાજી મોળી છાશ, દહીં, દૂધ, જાંબુ, દાડમ, લીંબુ, ચીકુ, કેળા,પપૈયું, સફરજન, અનાનસ, કેરી વગેરે લઈ શકાય.

કૃમિના અપથ્ય આહાર દ્રવ્યોમાં મેંદાની અને ચણાની ચીજો, તેલની બનાવટો, માવાની ચીજો, ગોળની બનાવટો, અડદ, મઠ, પાંદડાવાળી ભાજીઓ, કંદમૂળ, કાકડી, કોળું, મધ, માંસ, મચ્છી તથા વિરુદ્ધ આહાર દ્વવ્યો, ખુલ્લા, વાસી અને ઠંડા આહાર દ્રવ્યોનો ઉપયોગ કરવો નહીં. ખુલ્લા પગે ચાલવું તથા હાથ ધોયા વગર કંઈ પણ ખાવું એ પણ કૃમિવાળા માટે અપથ્ય છે. લસણની ચટણી બનાવી તેના પર સંચળ નાખી ખાવાથી વોર્મ્સ(કૃમિ)નાશ પામે છે.

વાવડીંગનું એક સંસ્કૃત નામ છે. કૃમિઘ્ન એટલે કે વાવડીંગ કૃમિનો નાશ કરે છે. એક થી બે ચમચી જેટલું વાવડીંગનું ચૂર્ણ એકથી બે ચમચી ગરમાળાના ગોળ સાથે એક કપ જેટલા પાણીમાં ઊકાળીને ઠંડું પાડી રોજ રાત્રે એકાદ અઠવાડિયું પીવાથી તમામ પ્રકારના કૃમિનો નાશ થાય છે. લીમડાના રસમાં મધ મિક્સ કરી પીવાથી પેટની કૃમિ નાશ પામે છે . કાચા કેળાનું શાક 7 -8 દિવસ સુધી સતત સેવન કરવાથી પેટના કૃમિ નાશ પામે છે. અજમો પાવડર 1-2 ગ્રામને લસ્સી સાથે પીવાથી પેટની કૃમિ નાશ પામે છે.

 

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

આ સામાન્ય લાગતું શાકભાજી પગથી લઇ માથા સુધીના ભલભલા રોગને જીવનભર ઉખાડી ફેંકશે, કોલેસ્ટ્રોલ માટે તો છે બેસ્ટ દવા

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. ખીજડો અથવા શમડી અથવા શમી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!