Breaking News

શું તમારા હાથ પગ માં જણજણાટી થઈ ખાલી ચડી જાય છે ? તો તમારા માટે બેસ્ટ છે આ ઉપાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

હાથ અને પગમાં ખાલી ચડી જવી એક સામાન્ય સમસ્યા છે. ઘણા બધા લોકોમાં આ સમસ્યા જોવા મળે છે. સામાન્ય રીતે એક જ પ્રકારની સ્થિતિમાં જો લાંબા સમય સુધી બેસી રહેવામાં આવે તો ખાલી ચઢી જાય છે, કારણે કે આ સ્થિતિમાં બેસી રહેવાથી હાથ-પગની નસો દબાઇ જતી હોય છે અને તે ભાગને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળયો નથી માટે ખાલી ચઢી જતી હોય છે.

પગ અને હાથની ચામડીની અંદર જાણે કીડી ચાલતી હોય ચટકતી હોય તેવો અનુભવ થતો હોય છે, ઘણા લોકો આની અવારનવાર ફરિયાદ કરતાં રહે છે, શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ અને વધારે પડતી સ્મોકિંગ, દારૂની આદતને કારણે પણ ખાલી ચઢવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આ સિવાય ડાયાબિટીસના દર્દીઓમાં પણ સમસ્યા જોવા મળે છે. આ સમયે એવી ફિલિંગ આવે છે કે જાણે  હાથ કે પગ હોયજ નઇ. થોડા સમય હાથ કે પગ ને હલાવવાથી માંડ સરખા થાય છે.

હાથ પગ ની ખાલી ઉતારવાના ઉપાય:

જૈતૂન અથવા તો સરસવના તેલને ગરમ કરીને હાથ-પગની માલિશ કરવામા આવે તો આ સમસ્યામાંથી રાહત મળી શકે છે. શરીરના જે ભાગમાં ખાલી ચઢી જતી હોય તે ભાગ પર ગરમ પાણીનો શેક કરવાથી રાહત મળે છે. હૂંફાળા પાણીમાં હાથ-પગ પલાળવાથી પણ રાહત મળશે. જો હાથ-પગમાં વારંવાર ખાલી ચઢી જતી હોય તો મેગ્નેશિયમવાળો આહાર લેવો જોઇએ. મેગ્નેશિમયથી ભરપૂર આહારમાં પાલક, કાજુ, મગફળી, ડાર્ક ચોકલેટ, લીલા શાકભાજી, કેળા વગેરેનો સમાવેશ થાય છે.

તજમાં ખૂબ માત્રામાં ન્યૂટ્રિએંટ્સ રહેલા હોય છે. જે હાથ અને પગમાં બ્લડ ફ્લો વધારે છે. રોજ 2-4 ગ્રામ તજ પાવડરને લેવાથી બ્લડ સર્કુલેશન વધે છે. આ માટે 1 ચમચી તજ અને મધ મિક્સ કરીને સવારે થોડા દિવસ સુધી સેવન કરવું.  તેલની અંદર કપૂર નાખીએ અને થોડી વાર હલાવીએ તો તે મિક્ષ થઇ જાય છે. અને એ ઓગળી જાય તો તમારે તેને એક બોટલમાં ભરી દેવાની છે. જે ભાગમાં વારંવાર ખાલી ચડતી હોય, ત્યાં આ કપૂર વાળા તેલની માલીસ કરવાની છે. માલીસ કર્યા પછી ખાલી ચઢશે નહિ. આ નાનકડો એવો પ્રયોગ સરસ કામ કરે એવો છે.

ગરદન થી લઈ હાથ અથવા પીઠ થી લઈ પગ સુધી જો ખાલી ચડી જાતિ હોય તો તે કોઈ ખોટી પોજિશનમાં બેસી રહેવાને કારણે નસ દબાતી હોય છે. બંને હાથ માં ખાલી ચડી જાતિ હોયતો  વિટામિન B12 ની કમી હોય શકે છે. જો વધુ થાક લાગતો હોય તો એનીમિયા હોય શકે છે. શારીરિક કસરત કરવાથી શરીરની નસોને ભરપૂર પ્રમાણમાં ઓક્સીઝન મળે છે. અંગોનુ વારેઘડીએ સુન્ન પડી જવાની સમસ્યા ખતમ થઈ જાય છે.

શુગર લેવલ વધુ હોય તો  હાથ અને પગમાં ઝનઝનાહટ અનુભવાય છે. જો વધુ જ પ્રમાણ માં ભૂખ કે તરસ લગતી હોય કે વધુવાર વોશરૂમ જવાની જરૂર પડતી હોય તો  ગ્લુકોઝ લેવલ ચેક કરાવવું જોઈએ. દવાઓ અને ખાવા-પીવાની વસ્તુ પર નિયંત્રિત કંટ્રોલમાં લાવી શકાય છે. જે વ્યકિત વધારે પડતાં આલ્કોહોલનું સેવન કરતો હોય તેને પણ આ તકલીફ રહે છે. આલ્કોહોલથી શરીર નબળું પડી જાય છે અને તે કારણે આ પ્રકારની તકલીફ થાય છે.

હાથ પગમાં વારંવાર ખાલી ચઢી જતી હોય તો હળદરવાળું દૂધ પીવુ જોઇએ કેમકે હળદરવાળુ દૂધ પીવાથી શરીરમાં લોહીનુ પરિભ્રમણ સારી રીતે થાય છે, હળદરવાળા દૂધમાં મધને પણ મિક્સ કરી શકાય. શરીરની રોગપ્રતિકારક શક્તિ કોઇ દવાના ઓવરડોઝના કારણે અથવા દવાની આડઅસરના કારણે તમારા શરીરની વિરુદ્ધમાં કામ કરવા લાગે છે ત્યારે તમને આ પ્રકારની તકલીફ ઊભી થાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!