શું તમને પણ થાય છે પેશાબ કરતી વખતે જલન કે તેને લગતી કોઈ પણ સમસ્યા છે, તો જરૂર જાણો તેનો આયુર્વેદિક ઉપાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શરીરમાં પાણીની કમીને કારણે પેશાબનો રંગ પીળો થઈ જાય છે અને બળતરા થવા લાગે છે. જેથી આખા દિવસમાં ભરપૂર પાણી પીવાની આદત રાખો. સાથે નારિયેળ પાણીનું સેવન પણ ડિહાઈડ્રેશન અને પેશાબની બળતરાને ઠીક કરવામાં મદદરૂપ થાઈ છે.

નારિયેળ પાણીમાં ગોળ અને ધાણાં પાઉડર મિક્સ કરીને પણ પી શકો છો. કાકડી શીતળ અને પાચક હોવાને કારણે તેનું સેવન કરવાથી પેશાબમાં બળતરાની સમસ્યામાં આરામ મળે છે અને પેશાબ પણ છૂટથી થાય છે. કાકડીના ક્ષારીય તત્વ મૂત્રાશયના પ્રોપર ફંક્શનમાં મદદરૂપ થાઈ છે.

દાડમ ખાવાથી અથવા તેનું જ્યૂસ પીવાથી પેશાબમાં બળતરાની સમસ્યામાં આરામ મળી શકે છે. આ સિવાય ફાલસા પણ આ તકલીફમાં લાભકારી છે. સવાર-સાંજ અડધી ચમચી હળદર ફાંકવાથી પણ આરામ મળે છે.

વિટામિન સીથી ભરપૂર ફળો પણ પેશાબમાં સંક્રમણ પેદા કરતાં બેક્ટેરિયાને ખતમ કરી દે છે. સાથે પેશાબમાં બળતરાને પણ દૂર કરવા માં મદદ કરે છે. તેના માટે એલચી અને આમળાનો ચૂર્ણ સમાન ભાગ લઈને પાણીમાં મિક્સ કરીને પીવાથી તે ફાયદાકારક બને છે.

પેશાબ અટકી અટકીને આવતો હોય તો એલચીનું ચુર્ણ મધમાં ચાટવાથી પેશાબ સાફ અને છુટથી આવવા લાગશે . વરીયાળી અને ગોખરૂંનો ઉકાળો બનાવી ને પીવાથી પેશાબની બળતરા મટાડી શકાય છે. આમળાના ચુર્ણમાં ઘી અને ગોળ મેળવી ને તેને રોજ લેવાથી પેશાબની બધી તકલીફ મટી જાય છે.

પેશાબ ઓછો થતો હોય કે બંધ થયો હોય તો તાજી છાશમાં ગોળ નાંખીને પીવાથી પેશાબની અટકાયત મટે છે. પાતળી છાશમાં બે આનીભાર સુરોખાર નાખી પીવાથી પેશાબની બળતરા મટી જાય છે. જવ ઉકાળીને તે પાણી પીવાથી પણ પેશાબ સાફ આવે છે અને પેશાબની બળતરા મટે છે.

પેશાબની બળતરા તથા પેશાબની અટકાયત થતી હોય તો ગરમ કરેલાં દૂધમાં સાકર અને ચોખ્ખું ઘી નાખી પીવાથી રાહત થાય છે અને તકલીફ મટે છે. શેરડીનો રસ પીવાથી પેશાબ છુટથી થાય છે બળતરા મટી જાય છે.

ડાયાબીટીસ ન હોવા છતાં વારંવાર ખુબ પેશાબ કરવા જવું પડે છે તે માટે અડદની પલાળેલી દાળને વાટીને ઘી માં, ખાંડ નાંખીને તેનો શીરો બનાવીને સાત દિવસ ખાવો જેથી આરામ મળે છે. આ શીરા સાથે રોટલી સાથે ખાવાથી પણ તે લાભદાયક બને છે.

અડધા તોલા જેટલું સુંઠનું ચુર્ણ ગાયના અડધા શેર દૂધમાં પીવાથી વેદના સાથે પેશાબમાંથી લોહી પડતું હોય તો તે બંધ કરી શકાય છે અને વેદના મટાડી શકાય છે. વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો અજમો અને તલ ભેગા કરીને ખુબ ચાવીને સવાર-સાંજ ખાવાથી આરામ મેળવી શકાય છે.

ઠંડા ખાંડની રાબમાં પાંચ ટીપા ચંદનનું તેલ નાખીને પીવાથી પેશાબની બળતરા અને પીડા મટી જાય છે. પાંચ ટુકડા બદામ અને સાત નાની ઈલાયચી મીસરી સાથે વાટી લો. તેને એક ગ્લાસ પાણીમાં ઘોળીને પીવાથી દુ:ખાવો અને બળતરા બળતરા ઓછી થાય છે.

યુરીન બળતરામાં આંબળા પણ ઘણા ફાયદાકારક હોય છે. આંબળામાં વિટામીન સીનું પુષ્કળ પ્રમાણ મળી આવે છે. જે મૂત્રાશય માર્ગમાં થઇ રહેલી બળતરા ઉત્પન કરવા વાળા બેક્ટેરિયાનો સંપૂર્ણ નાશ કરે છે. લગભગ એક મુઠ્ઠી ઘઉંને રાત્રે પાણીમાં પલાળીને મૂકી દો અને સવારે તે પાણીને સ્વચ્છ કપડાથી ગાળી લો. તેને એક ગ્લાસમાં લઈ તેમાં સ્વાદ મુજબ સાકર ભેળવી દો અને તે પીવુ. તેનાથી બળતરામાં ઘણો આરામ મળે છે .

તુલસીના બીજના હિમજરા અને દાણાદાર સાકરને દૂધ સાથે સવાર સાંજ એક બે દિવસ સુધી લેવાથી પેશાબની બળતરા શાંત કરી શકાય છે. રાત્રે સુતા પહેલા એક ગ્લાસ પાણીમાં એક ચમચી ધાણા પાવડર ભેળવીને મૂકી દો અને સવારે તેને ગાળીને ગોળ કે સાકાર ભેળવીને પીવું .

હળદરની અંદર ઘણા ઔષધીય ગુણોનો ભંડાર મળી આવે છે, હળદર પણ આ બળતરાની સમસ્યામાં કામ આવે છે કેમ કે તેમ કુદરતી રીતે જ એન્ટીસેપ્ટિક જીવાણું હોય છે. વાટેલી હળદર ઠંડા દૂધ સાથે એક એક ચમચી સવાર સાંજ લેવાથી શરીર માં જમા બેક્ટેરિયાને પેશાબના રસ્તે બહાર કાઢી દે છે.

દાડમના છોતરા સુકવીને ઝીણા વાટી લો. દરરોજ ચાર ગ્રામ ચૂર્ણ તાજા પાણીમાં બે ત્રણ વખત પેવાથી પેશાબની બળતરા શાંત થઈ જાય છે અને વારંવાર પેશાબ નહિ આવે. તે દસ દિવસ ખાવું અને ચોખાથી દુર રેહવું .

પાંચ થી દસ ટીપા ચંદનનું તેલ લેવું અને તેને પતાશાની ઉપર નાખીને દિવસ આખામાં બે થી ત્રણ વખત ખાવ તેનાથી પેશાબમાં થઇ રહેલી બળતરામાં આરામ મળે છે . મૂળાના પાંદડાના અડધો કિલો રસમાં ત્રણ કલમી શોરા ભેળવીને પીવાથી પેશાબ ખુલીને આવશે અને બળતરા પણ દુર થશે.

બેકિંગ સોડાની અંદર જીવાણુંવિરોધી, એન્ટી સેપ્ટિક તત્વ પણ જોવા મળે છે. જો એક ચમચી બેકિંગ સોડાને એક ગ્લાસ પાણીમાં ભેળવીને પીવાથી એસીડીટી તો દુર થાય જ છે અને સાથે જ પેશાબમાં થઇ રહેલી બળતરા પણ ઠીક થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top