પથરી એટલે સ્ટોન ની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે, કેમ કે આજકાલ આપણું ખાવા પીવાનું ખુબ જ બદલાઈ ગયું છે, આમ તો આ રોગ કોઈ પણ ને કોઈપણ ઉંમરમાં થઇ શકે છે પણ મહિલાઓને આ રોગ પુરુષો કરતા ઓછી શક્યતા રહે છે. પથરીના ઘરેલું ઉપચારના માધ્યમથી ઠીક કરી શકાય છે. સ્ટોનની બીમારી સામાન્ય રીતે ત્રીસ થી સાઈઠ ના ઉમરના લોકોમાં જોવા મળે છે અને સ્ત્રીઓની ગણતરીએ પુરુષોમાં ચાર ગણી વધુ જોવા મળે છે.
આ બીમારીમાં ઘણી વાર દુઃખાવો એટલો થાય છે કે તેને માત્ર તે જ વ્યક્તિ જાણે છે, જેને તે થઇ રહ્યો હોય. પથરીનો જો સમયસર ઈલાજ ન કરવામાં આવે તો તેનાથી આપણેને ઘણા જ ખરાબ પરિણામ જોવા મળે છે. પેશાબમાં કેલ્શિયમ ઓક્સલેટ કે ક્ષારના કણો એકબીજા સાથ ભેગા થઇને લાંબા ગાળે મૂત્રમાર્ગમાં કઠણ પદાર્થ બનાવે છે, જેને પથરી કહેવામાં આવે છે. મૂત્રમાર્ગમાં થતી પથરી જુદા જુદા કદની હોય છે. જે રેતીના કણ જેટલી નાની કે ટેનિસ બોલ જેવડી મોટી પણ હોય શકે છે. અમુક પથરી ગોળ કે લંબગોળ હોય છે.
આ પ્રકારની પથરી ઓછો દુઃખાવો કરે છે અને સરળતાથી કુદરતી રીતે પેશાબ થકી બહાર નીકળી જાય છે. પેટના દુઃખાવા સાથે લાલ પેશાબ આવવાનું મુખ્ય કારણ પથરી હોય છે. અમુક પથરી ખરબચડી હોય છે. જે અસહ્ય દુઃખાવો કરી શકે છે અને સરળતાથી પેશાબમાં નીકળતી નથી. કારેલા આમતો ખુબ કડવા હોય છે પણ પથરીમાં રામબાણ ની જેવું કામ કરે છે. કારેલામાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ નામના તત્વ હોય છે, જે પથરીને બનતા રોકે છે. પથરી થયા પછી બે નાની ચમચી કારેલા નો રસને સવાર સાંજ 8-10 દિવસ પીવો તેનાથી નાના નાના કણોમાં પથરી તૂટીને પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.
પથરી થાય તો અજમાનો વધુમાં વધુ ઉપયોગ કરો. અજમાનું સેવન બમણો લાભ કરે છે. તેનાથી પેશાબ વધુ આવે છે અને અજમો પથરીના ઉત્પતિનો નાશ કરે છે, એટલે કે પથરી ફરી વખત નહી બને. રોજ સવારે એક ચમચી અજમાને ગરમ પાણી સાથે લો. તેનાથી એક મહિનામાં પાથરીમાંથી છુટકારો મળે છે.
સુદ્ધ તુલસીનો રસ લેવાથી પણ પથરીના યુરીનને રસ્તે નીકળવામાં મદદ મળે છે. ઓછામાં ઓછું એક મહિનો તુલસીના પાંદડાનો રસ સાથે મધ લેવાથી ખુબ લાભ મળે છે. તુલસીના તાજા પાંદડા પણ રોજ ચાવવા જોઈએ. લીંબુનો રસ અને જેતુન (ઓલીવ ઓઈલ) ના તેલનું મિશ્રણ કીડની ની પથરી માટે સૌથી સારો કુદરતી ઉપચારમાં નો એક છે. પથરીના દર્દી થયા પછી 60 મી.લી. લીંબુના રસમાં તેટલી જ માત્રામાં કુદરતી જેતુનનું તેલ ભેળવીને સેવન કરવાથી તરત જ રાહત થઇ જાય છે. લીંબુનો રસ અને જેતુન નું તેલ સ્વાસ્થ્ય માટે પણ ખુબ સારું રહે છે.
બેલ પથ્થર ઉપર થોડું પાણી નાખીને ઘસી લો. તેમાં એક આખું કાળા મરી નાખીને સવારે કાળા મરી ખાવ. બીજા દિવસે કાળા મરી બે કરી દો અને ત્રીજા દિવસે ત્રણ એમ સાત કાળા મરી સુધી પહોચો. આઠમાં દિવસે કાળા મરીની સંખ્યા ઘટાડવાનું શરુ કરી દો અને પછી એક સુધી આવી જાવ. બે અઠવાડિયાના આ પ્રયોગ થી પથરી દુર થઇ જાય છે. યાદ રાખો એક બેલ પથ્થર(કોઠું) બે ત્રણ દિવસ સુધી ચાલશે.
અઠવાડિયામાં બે દિવસ રાજમાનું સેવન કરવાથી તેમાં રહેલું ફાયબર પથરીને ઓગાળી નાખે છે જેના કારણે મૂત્રમાર્ગ દ્રારા પથરી બહાર નીકળી જાય અને આરામ મળે છે. દાડમનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે અને તેનું સિઝન દરમિયાન સેવન કરવાથી ક્યારેય પથરી થતી નથી.
તરબૂચ ખાવાથી તેમાં રહેલું પોટેશિયમ પથરીને ઓગાળવામાં મદદ કરે છે. ઉનાળા દરમિયાન તરબૂચનું સેવન કરવાથી પથરીમાં રાહત થાય છે અને તે આપોઆપ ઓગળી જાય છે.પથરી માટેનો સૌથી સારો અને કારગર ઉપાય છે પાણી. પુષ્કળ પાણી પીવાથી પથરી નાની હોય તો તેની જાતે જ નીકળી જાય છે.
રાત્રે 50 ગ્રામ કળથી પલાળી રાખવી સવારે તેને મસળી પાણી ગાળી લેવું. આ પાણી રોજ સવારે પીવાથી પથરી ઓગળી જાય છે.ગાયના દૂધની છાસમાં સિંધવ મીઠું નાખી રોજ ઊભા-ઊભા પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે.
નારિયેળના પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી રોજ પીવાથી પથરી નીકળી જાય છે.જૂનો ગોળ અને હળદર છાસમાં મિક્સ કરી પીવાથી પથરી ઓગળી જાય છે.
ઘઉં અને ચણાને સાથે ઉકાળીને, તેના ઉકાળામાં ચપટી સૂકો ખાર નાખી ને ઉકાળી ને પીવાથી પથરી ભાંગીને ભૂકો થઈ જાય છે. મેંદીનાં પાનનો ઉકાળો પીવાથી પથરી મટી જાય છે. ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પણ પથરી ઓગળી જાય છે. ટંકણખારને બારીક વાટી તેનો ભૂકો પાણી સાથે ફાકવાથી પથરીનો ચૂરો થઈ પેશાબ વાટે નીકળી જાય છે.