આધાશીશીની તકલીફથી દેશના ઘણા લોકો હાલમાં પીડાઇ રહ્યાં છે. દર દસ માણસે એક માણસને આની તકલીફ છે. માથાનો અતિશય દુખાવો અનુભવતા લોકો તેને દવા લઇ લઇને મટાડવાના પ્રયત્નો કરે છે, પરિણામે અમુક સમય બાદ દવાની અસર પણ માથાના દુખાવામાં નથી થતી. અત્યારના સમયમાં આધાશીશીના રોગથી પીડાતા લોકોની સંખ્યા વધી રહી છે. તેનું એક કારણ માણસની હાલની રહેણીકરણી પણ છે. આજનો માણસ પોતાના શરીરને જોઇતું મહત્ત્વ નથી આપી શકતો પરિણામે આવા અનેક રોગ થતા રહે છે.
આધાશીશી ધીમે શરૂ થાય છે. અને ધીરે ધીરે તીવ્ર બને છે.ઉબકા અથવા ઉલટી. પ્રકાશની તકલીફ છે. તે આંખોમાં ખેંચાણ અને ભારે પોપચા જેવી લાગે છે. ઉપરાંત આંખોની આસપાસ પીડા પણ અનુભવી શકાય છે. આ પીડા 15 મિનિટથી 3 કલાક સુધી હોઈ શકે છે.
દર ચાર કલાકે ત્રણથી ચાર દિવસ માટે 500-600 મિલિગ્રામ આદુનો પાવડર લેવાથી આધાશીશીની સમસ્યાઓથી ઘણી રાહત થાય છે.
દ્રાક્ષનો રસ માઈગ્રેનમાં અત્યંત લાભકારી છે. દ્રાક્ષ નો રસ એક કપ દરરોજ સૂર્ય ઉગ્યા પહેલા પીવાથી આધારશીશી નું દર્દ ઠીક થાય છે.
માઈગ્રેનમાં દૂધ અને જલેબી ઘણા ઉપયોગી છે. જો આધારશીશી નો દુખાવો સૂર્ય સાથે ઘટતો વધતો રહેતો હોય તો સૂર્ય ઉગ્ય પહેલા ગરમ દૂધ ની સાથે જલેબી કે રબડી ખાવાથી થોડા જ દિવસો માં આરામ થઇ જશે. અથવા દહીં,ભાત,માં મિશ્રી નાખી ને ખાવા થી માથાનો દુખાવો ઠીક થઇ જશે.
આધારશીશી નાં દુખાવા માં સવાર સાંજ દેશી ઘીની સુગંધ લેવાથી માથાનો દુખાવામાં આરામ મળે છે. જો ગરમી ને કારણે છે, તો ઠંડુ ઘી નહિ તો ગરમ ઘી થી માથા માં માલીસ કરો. દેશી ઘી નો આ ઉપચાર માઈગ્રેનમાં ખુબ જ લાભકારી છે. તેનાથી માથાની નબળી પડેલી નસો પણ ફરીથી મજબુત થાય છે. જો માથાનો દુખાવો સૂર્યોદયની સાથે વધતો ઘટતો હોય તો આ ઉપચાર જરૂર અપનાવો.
હિંગ ને પાણી માં નાખી ને સુંઘવા થી માથાનો દુખાવો માટે છે. અને આનો કપાળ પર લેપ કરો. માઈગ્રેનમાં હિંગ પણ અત્યંત લાભકારી છે. આના ઉપયોગથી તરત આરામ મળે છે. આધારશીશી નાં દુખાવા માં અડધી ચમચી સિંધાલુ મીઠું અને અડધી ચમચી મધ આ બે મિક્ષ કરી ને ચાટો. માઈગ્રેન માટે સિંધાલુ અને મધ પણ ખુબ જ કારગર નીવડેલો ઉપચાર છે.
અડધું માથા નું દર્દ કે આખું માથું દુખતું હોય તો સુંઠ ને પાણી માં વાટી ને ગરમ કરી ને માથા પર લેપ કરો અને આને સુંઘતા રહો. માઈગ્રેનમાં સુંઠ પર ખુબ જ ઉપયોગી છે. તેને માત્ર સુંઘવાથી પણ માઈગ્રેનમાં તરત રાહત મળે છે. જરૂર અપનાવવો જોઈએ. માથા નાં જે ભાગ માં દર્દ હોય નાક નાં તે બાજુ નાં તે સાઈડ ૮ ટીપાં તેલ નાક માં નાખો આ પ્રયોગ પાંચ દિવસ કરો. સરસવનું તેલ આધારશીશી માં તરત લાભ અપાવવામાં ખુબ જ અસરકારક છે. અને સરસવનું તેલ ના હોય તો બદામનું તેલ પણ અત્યંત લાભકારી છે.
12 ગ્રામ મરી ચાવી ને ખાયો અને એની ઉપર ૩૦ ગ્રામ ઘી પી જાયો. આધારશીશી ના રોગમાં મરી અને દેશી ઘી નો આ પ્રયોગ પણ ખુબ જ રાહત મળે છે. આધાસીસી નાં દુખાવા માં તુલસી નાં પાન નું ચૂર્ણ મધ સાથે સવાર સાંજ ચાટવા થી લાભ થાય છે. અધાસીસી નાં દુખાવા માં સૂર્ય ઉગે તે સમયે સૂર્ય ની સામે ઉભા રાહો અને ૧૫૦ ગ્રામ પાણી માં ૬૦ ગ્રામ દેસી ખાંડ નાખી ધીમે ધીમે પીવો દુખાવો માટી જશે.