માત્ર આ ઔષધીય પાંદડા થી, અહી ક્લિક કરી અત્યારે જ કરો હવે ગમે તેવા તાવ, સાંધા ના દુખાવા ને બાય બાય..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પપૈયાં વૃક્ષ જેવો દેખાતો એક છોડ છે જેમાં શાખાઓ હોતી નથી. આની લંબાઈ કે ઊંચાઈ ૫ થી ૧૦ મીટર જેટલી હોય છે. આના પાંદડાં માત્ર ટોચ પર ચક્રાકારે ગોઠવાયેલા હોય છે. તેના થડનો નીચેનો ભાગ રાતા રંગનો હોય છે જ્યાં ફળો અને પાંદડાં ઉગે છે. આના પાંદડાં મોટાં હોય છે, તેમનો વ્યાસ ૫૦ થી ૭૦ સેમી જેટલો હોય છે. આના વૃક્ષને મોટભાગે ડાળીઓ હોતી નથી.

પપૈયાં ના ફૂલો પ્લુમેરિયાના ફૂલો જેવાં હોય છે પણ  આકારમાં ખૂબ નાના હોય છે. અને મીણ જેવા લાગે છે. તેઓ પાંદડાની કાખમાં ઉગે છે. જેમાંથી ૧૫થી ૪૫ સેમી લાંબા અને ૧૦ થી ૩૦ સેમી વ્યાસ ધરાવતાં ફળો પાકે છે. આ ફળો નરમ થાય અને તેમની છાલ પીળા-કેસરીયા રંગની થાય ત્યારે પાકે છે. પપૈયા ના દરેક ભાગ જેમ કે ફળ, થડ, બીજ, પાંદડા, મૂળ બધાની અંદર કેન્સરની કોશિકાઓનો નાશ કરવાની અને તેની વૃદ્ધિને અટકાવવાની શક્તિશાળી દવા મળી આવે છે.

પપૈયા ના પાન ની અંદર ૫૦ એક્ટિવ સામગ્રી હોય છે. તે શરીર ની અંદર ફંગલ ઇન્ફેકશન દૂર કરવામાં મદદ કરે છે. ચોમાસાની ઋતુમાં સૌથી વધુ કહેર ડેન્ગ્યુના તાવનો હોય છે. તેના લક્ષણોમાં માથાનો દુખાવો ઊલટી, આંખોમાં દર્દ અને રેશિસનો સમાવેશ થાય છે. આ બીમારીની ગંભીર પરિસ્થિતિમાં પેટનો દુખાવો, દાંતના પેઢા અથવા નાકમાંથી લોહી વહેવું અને શ્વાસલેવામાં તક્લીફ થાય છે. આવી પરિસ્થિતિમાં દર્દીનું મોત પણ થઈ શકે છે. પણ પપૈયા ના પાંદડાના રસ પીવાથી આ રોગો માં રાહત મળે છે.

પાંદડામાં વિટામિન C અને એન્ટિ એક્સિડેન્ટ્સનો સ્ત્રોત મોટા પ્રમાણમાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારવામાં લાભદાયક છે. ડેન્ગ્યુના તાવથી દર્દીના શરીરમાં પ્લેટલેટ્સ એટલે કે રક્તકણોની ઉણપ જોવા મળે છે.આવી પરિસ્થિતિમાં પપૈયાના પાંદડા પ્લેટલેટ્સના કાઉન્ટ વધારવામાં મદદ કરે છે. પપૈયાંના  પાંદડાને લસોટીને તેનું જ્યૂસ નીકાળી,  આ પપૈયાના પાન નો રસ  દિવસમાં 2 ચમચી 2થી 3 વાર પીવું જોઈએ, જેથી તેના ગુણોનો અસર થાય. આ જ્યૂસની કડવાશને દૂર કરવા માટે તેમાં મધ અથવા કોઈ ફ્રૂટનો રસ પણ ઉમેરી શકાય છે.

પપૈયાનો જ્યુસ દવા જેવો જ છે. આયુર્વેદમાં પણ એના ઘણા ફાયદા જણાવ્યા છે. જો કોઇને બ્લડ પ્લેટલેટ્સ ઓછા હોય તો એના માટે આ રામબાણ ઇલાજ છે. એના માટે દરરોજ બસ એના જ્યુસની બે ચમચી લગભગ 3 મહિના સુધી પીવા થી ફાયદો થાય છે. કેટલીક છોકરીઓ અને મહિલાઓને પીરિયડ્સ દરમિયાન દુખાવો થાય છે. પપૈયાના પાન એનાથી પણ છુટકારો અપાવે છે.

એના માટે પપૈયાના પાનને આંબલી, મીઠું અને 1 ગ્લાસ પાણીની સાથે મિક્સ કરીને કાઢો બનાવી લો. જ્યારે આ થોડું નોર્મલ થઇ જાય તો એને પી લો. તેના થી આરામ મળશે. સાંધાના દુખાવામાં જો પપૈયાના પાનના રસનું સેવન કરવામાં આવે તો તેના કારણે કોઈપણ પ્રકારની સાંધાના દુખાવાની સમસ્યા દૂર થઈ જાય છે. કેન્સરના પેશન્ટ્સને પપૈયાના પાનનો રસ પીવો જરૂરી છે. એમાં કેન્સર વિરોધી ગુણ હોય છે.  જે કેન્સરના સેલ્સને બનતા રોકે છે.

આ ઉપરાંત આ રોગ પ્રતિરોધક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. અને કેન્સરનના નવાકોષોને બનતા રોકે છે. પપૈયાના પાંદડા સીધા કેન્સરને દુર કરી શકે છે, પપૈયાના પાંદડા લગભગ 10 પ્રકારના કેન્સરનો નાશ કરી શકે છે. શરીરમાં લોહીની ઉણપ છે તો પપૈયાના પાનનો રસ પીવાથી બ્લડ પ્લેટલેટ્સ વધે છે. ત્રણ મહિના સુધી રોજ બે ચમચી આ જ્યુસ પીવાથી પપૈયાના પાનનો રસ રોગો સામે લડતો નથી પરંતુ શરીરની પ્રતિરક્ષા પણ વધારે છે.

આ જ્યુસ પીવાથી લોહીમાં શ્વેત રક્તકણો અને પ્લેટલેટની સંખ્યામાં વધારો થાય છે, જે શરદી અને શરદી સામે લડવામાં મદદ કરે છે. જો  ભૂખ ન લાગે જેના કારણે સ્વાસ્થ્ય વિશે ચિંતિત છો, તો આ રસ  સમસ્યા હલ કરી શકે છે. આ માટે,  પપૈયાના પાનના રસથી બનેલી ચા પીશો, થોડા દિવસોમાં  ખોવાયેલી ભૂખ ફરી આવશે.

પપૈયાનાં પાનનો જ્યૂસ અથવા અર્ક દ્વારા મલેરિયાને દૂર ભગાડી શકાય છે. પપૈયાના પત્તામાં પ્લાઝ્મોડીસ્ટેટિક તત્ત્વો હોય છે, જે આડકતરી  રીતે મલેરિયાના તાવને દૂર કરવામાં મદદ કરે છે. પપૈયાનાં તાજાં પાનમાં પેપિન, કાઈમોપેપિન અને કેટલાંક જરૂરી ફાયબર હોય છે. આથી જ પપૈયાનાં પાનનો જ્યૂસ આપણા પાચનતંત્રને તંદુરસ્ત કરવાની સાથે પેટ ફુલવું, છાતીમાં બળતરા, ખાટા ઓડકાર, અપચો તેમજ કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top