શું તમે શરીર ને તાકાતપ્રદાન કરતું આ ફૂડ ખાધું છે? વજન ઘટાડવાથી લઈ ને દરેક સમસ્યા નો હલ છે આમાં..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ચિલગોજા અંગ્રેજી ભાષામાં પાઈનનટ્સ તરીકે ઓળખાય છે. ચિલગોજાને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ચિલગોજામાં વધારે માત્રામાં એન્ટીઓક્સકિસડન્ટો હોય છે, જેના કારણે શરીરમાં સારા કોલેસ્ટરોલનું સ્તર યોગ્ય રહે છે. આ પાઇન નટ દેવદારના વૃક્ષનું જે પાઇનેપલ જેવું દેખાતું ફળ હોય છે તેમાં હોય છે.તેનો સ્વાદ મીઠો હોય છે અને તેનું ટેક્સ્ચર ક્રીમ જેવું હોય છે.

ચિલગોજા માં મેંગેનિઝ, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સેલેનિયમ, ઝિંક વિગેરે ખનીજતત્ત્વોનું પ્રમાણ પણ વધારે હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી હોય છે. પાઈનમાં મેંગેનિઝનું પ્રમાણ બીજા બધા જ ફૂડ કરતાં સૌથી વધારે હોય છે જે, માનવ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. ચિલગોજા ભુમધ્ય સમુદ્રના ડાયેટમાં મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ, વિટામીન્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે જે તમારા કોરોનરી આર્ટરી ડિસિઝ તેમજ હાર્ટ સ્ટ્રોકને ને રોકે છે.

ચિલગોજાનું ખાવાથી લોકોનું વજન ઓછું થયુ છે. પરંતુ ચિલગોજાને ખાંવાથી ભુખ ઓછી લાગે છે. જે વ્યક્તિ 1 મુઠ્ઠીભરી ને ચિલગોજાને પીવે છે તેમનું વજન ઓછું કરવામાં મદદ થાય છે. શરીરમાં વધુ પ્રમાણમાં કોલેસ્ટરોલના લીધે હૃદયમાં ખરાબ અસર પડે છે.  તે માટે તે મહત્વનું છે કે શરીરમા કોલેસ્ટરોલ નું પ્રમાણ ઓછું રહે. ખરાબ કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવામાં ચિલગોજા ખૂબ ફાયદાકારક છે.  અને તેની અંદર અસંતૃપ્ત મોનો ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધવા દેતું નથી.

ચિલગોજા ખાવાથી ત્વચાને સારો લાભ મળે છે. તેને ખાવાથી ત્વચા હંમેશાં જુવાન રહે છે. ખરેખર, એન્ટીઓક્સકિસડન્ટો તેની અંદર વધુ માત્રામાં હાજર હોય છે.  અને તેની સહાયથી સૂર્યપ્રકાશ અને પ્રદૂષણ ત્વચાના કોષોને નુકસાન પહોંચાડતું નથી.  અને આને કારણે ત્વચા હંમેશાં જુવાન રહે છે. ચિલગોજા ખાવાથી શરીરને તાકાત મળે છે.  થાકની સમસ્યાથી છુટકારો મળે છે. થોડા ચિલગોજા દાણા પીસો અને પછી તેને રાત્રે દૂધમાં મિક્સ કરો અને પીવો. ચિલગોજા અને દૂધનું સેવન કરવાથી શરીરમાં ચપળતા આવે છે. તેથી, જે લોકોનું શરીર ટૂંક સમયમાં કંટાળી જાય છે, તેઓએ ચિલગોજા દૂધનું સેવન કરવું જોઈએ.

ડાયાબિટીઝ થવાથી લોહીમાં ખાંડનું સ્તર વધી જાય છે . આવામાં શરીરમાં રોગો થવાનું જોખમ રહે છે. ચિલગોજા ડાયાબિટીઝના દર્દીઓ માટે એકદમ યોગ્ય માનવામાં આવે છે.  અને તેને ખાવાથી શરીરમાં ઇન્સ્યુલિન સક્રિય થાય છે. ઇન્સ્યુલિન ખાંડના સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. ચિલગોજા ખાવાથી હાડકાં મજબૂત થાય છે. કારણ કે ચિલગોજામાં વીટામીન અને કેલ્શિયમ હોય છે. તેથી, જે લોકોના શરીરમાં કેલ્શિયમની કમી હોય છે, તેઓ ચિલગોજાનું સેવન કરવું જોઈએ.

સગર્ભા સ્ત્રીઓને ચિલગોજા નું સેવન કરવું જોઈએ. ચિલગોજા ખાવાથી શીશુનો વિકાસ સારો થાય છે વળી, સગર્ભા સ્ત્રીઓને બાળજન્મ દરમિયાન વધારે પીડા થતી હોય તો એમાં પણ રાહત થાય છે. દરરોજ ચિલગોજા નું સેવન કરનારા લોકો હતાશા અને તાણ અને માનસિક સ્વાસ્થ્ય થી દૂર રાખે છે. ચિલગોજાના અંદર મેગ્નેશિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે ચિલગોજા લોહીનું પ્રમાણ વધે છે જેના શરીરમાં લોહની કમી ઓછી હોય તો ખાવામાં ચિલગોજાનો ઉપયોગ કરો

ચિલગોજા ઘણા અંશે બદામ જેવા હોય છે.  તેમાં વિટામીન ઈનું પ્રમણ પુષ્કળ હોય છે. તેમાં શક્તિશાળી લિપિડ સોલ્યુબલ એન્ટિઓક્સિડન્ટ હોય છે . જે મ્યુકોસા અને ત્વચાના કોષપટલની અખંડિતતાને જાળવી રાખે છે અને તેમ કરીને તે શરીરને નુકસાન કરતાં મુક્તકણોથી બચાવે છે. ચિલગોજા જે અનસેચ્યુરેટેડ ચરબી રહેલી હોય છે.  તે ઇન્સ્યુલીનની સંવેદનશિલતા વધારવામાં મદદ કરે છે. વધારામાં, જ્યારે તેને એક ભોજનના ભાગ સ્વરૂપે ખાવામા આવે ત્યારે તે શરીરની એકંદર ગ્લાસેમિક ઇન્ડેક્સ ઘટાડે છે.

ચિલગોજા પોષકતત્ત્વોથી ભરપુર હોવાથી તેમાં હેલ્ધી ફેટ, ડાયેટરી ફાયબર, પ્લાન્ટ સ્ટેરોલ્સ, આર્જિનીન, એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામીન્સ અને ખનીજતત્ત્વો ભરપૂર છે  હૃદયને પ્રોટેક્ટ કરે છે. ચિલગોજા માં એન્ટિઓક્સિડન્ટ્સનું વધારે પ્રમાણ ઉંમર વધવાની નીશાનીઓને ઘટાડે છે. કારણ કે તે મુક્ત કણો સામે શરીરને રક્ષણ આપે છે.  કારણ કે આ જ મુક્ત કણો શરીરમાં વય સંબંધીત બગાડને પ્રેરે છે.

ચિલગોજા માં રહેલું આયર્નનું પુષ્કળ પ્રમાણ લોહીમાં ઓક્સિજનને લઈ જવામાં મદદ કરે છે. તે મસ્તિષ્કના સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. તેને શેકીને ખાવાથી તે આયર્ન અવરોધકોની અસર ઓછી કરે છે. તેને  કાચા પણ ખાઈ શકાય છે. જો કે તેને ખાતા પહેલાં તેના ઉપરનું કડક કોચલુ  ઉતારી લેવું પડે, અથવા તો તેને શેકીને પણ ખાઈ શકાય છે. તેને  ડાઇરેક્ટ પણ ખાઈ શકાય છે. અને તેને સલાડ સાથે પણ ખાઈ શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top