માત્ર ૭ દિવસ કરી લ્યો આનું સેવન ૧૦૦% ગેરેન્ટી ગેસ, કબજિયાત, સંધિવા અને કેન્સર જેવી બીમારી થઇ જશે જીવનભર ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

નવી અને જૂની જીવલેણ બીમારીઓ દૂર કરવા માટેની એક બહુ સરળ અને સાદી પદ્ધતિ છે. જેને આપણે ‘પાણીપ્રયોગ’નું નામ આપીશું. પાણીપ્રયોગ નામનો એક લેખ જાપાનીઝ સિકનેસ એસોસીએશન તરફથી પ્રકટ થયેલ છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે પદ્ધતિસર ‘પાણીપ્રયોગ’ કરવાથી નીતે જણાવેલી જૂની અને નવી જીવલેણ બીમારીઓ મટી શકે છે.

માથાનો દુઃખાવો, લોહીનું દબાણ, એનિમિયા (લોહીમાં રક્તકણોની અછત) સંધિવા, લકવો, મોટાપો (જાડાપણું), હૃદયના ધબકારા અને બેહોશી, કફ, ખાંસી, દમ (બ્રોન્કાઈટીસ), ટી.બી, મેનેનજાઈટીસ, લીવરને લગતા રોગો, પેશાબની બીમારીઓ હાઈપર ઍસિડિટી (અમ્લપિત્ત), ગૅસને લગતી તકલીફો, મરડો, ક્બજિયાત, હરસ, ડાયાબિટીસ, આંખની બધી જાતની તક્લીફો, સ્ત્રીઓનું અનિયમિત માસિક, પ્રદર (લ્યુકોરિયા), ગર્ભાશયનું કૅન્સર, નાક, કાન અને ગળાને લગતા રોગો વગેરે.

પાણી પીવાની રીત વહેલી સવારે ઊઠીને મોઢું ધોયા વગર કે બ્રશ કર્યા વગર ૪ મોટા ગ્લાસ પાણી એકસાથે પી જવું. તે પછી ૪૫ મિનિટ સુધી કંઈપણ ખાવું – પીવું નહીં. પાણી પીધા પછી બ્રશ તથા મોં ધોઈ શકાય. આ પ્રયોગ ચાલુ કર્યા પછી સવારે નાસ્તા પછી અને બપોરે તથા રાત્રે જમ્યા પછી બે કલાક બાદ પાણી પીવું અને રાત્રે સૂતા પહેલાં કંઈપણ ખાવું નહીં.

બીમાર અથવા ખૂબ જ નાજુક પ્રકૃતિના માણસો એકસાથે ચાર ગ્લાસ પાણી ન પી શકે તેઓ પહેલાં એક અથવા બે ગ્લાસથી શરૂ કરે અને પછી ધીરેધીરે એકેક ગ્લાસ વધારી ૪ ગ્લાસ પર આવી જાય અને ૪ ગ્લાસ નિયમિત પીવાનું ચાલુ રાખવું. ખરી વાત એ છે કે તેથી તેને તંદુરસ્તી મળશે અને તંદુરસ્ત માણસ આ પ્રયોગ કરશે તો તે કદી બીમાર નહીં પડે. અનુભવ અને પરિક્ષણો ૫૨થી જણાયું છે કે, આ પ્રયોગથી જુદાજુદા રોગો નીચે જણાવેલ મુદત દરમિયાન મટી શકે છે અથવા તેનો પ્રભાવ ઘણો ઘટી જાય છે.

હાઈપરટેન્શન (લોહીનું દબાણ ૧ મહિનામાં), ગૅસની તકલીફ – ૧૦ દિવસમાં, ટી.બી. – ૩ મહિનામાં, ડાયાબિટીસ (મીઠી પેશાબ) – ૧ મહિનામાં અને કેન્સર – ૬ મહિનામાં. જેઓ વાતરોગો અને સંધિવાની બીમારીથી પિડાતા હોય તેઓએ એક અઠવાડિયા સુધી આ પ્રયોગ દિવસમાં ૩ વખત કરવો જોઈએ, અને તે પછી દિવસ માં એક વખત આ પ્રયોગ કરવો. આ પાણીનો પ્રયોગ તદ્દન સરળ અને સાદો છે.

તેમાં એક પણ પૈસાનો ખર્ચ નથી અને આપણા દેશમા ગરીબ માણસો માટે વગર પૈસાની અને વગર દવાએ તંદુરસ્તી મેળવવાની આ એક ચમત્કારિક પદ્ધતિ છે. ૪ ગ્લાસ પાણી પીવાથી કોઈપણ જાતની આડઅસર થતી નથી. ફક્ત શરૂઆતના ત્રણેક દિવસ પાણી પીવાયા પછી થોડીવારમાં બેત્રણ વખત પેશાબ આવશે. પણ ૩-૪ દિવસ પછી પેશાબ નિયમિત થઈ જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top